IND vs ENG: IPL ટુર્નામેન્ટ માટે ભારત ઇંગ્લેંડ ટેસ્ટ શ્રેણીને આગળ કરવાને લઇને ECB એ ખુલાસો કર્યો

|

May 22, 2021 | 12:30 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીને નિયત સમય કરતા આગળ કરવાને લઇને હવે ECB એ નિવેદન જારી કર્યુ છે. મિડીયા રિપોર્ટ મુજબ ટેસ્ટ શ્રેણીને IPL 2021 ની બાકી રહેલી મેચોને પુરી કરવા માટે ટેસ્ટ શ્રેણીને એક સપ્તાહ આગળ કરવાનો અનુરોધ કરાયો હતો.

IND vs ENG: IPL ટુર્નામેન્ટ માટે ભારત ઇંગ્લેંડ ટેસ્ટ શ્રેણીને આગળ કરવાને લઇને ECB એ ખુલાસો કર્યો
BCCI-ECB

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીને, નિયત સમય કરતા આગળ કરવાને લઇને હવે ECB એ નિવેદન જારી કર્યુ છે. મિડીયા રિપોર્ટ મુજબ ટેસ્ટ શ્રેણી IPL 2021 ની બાકી મેચોને પુરી કરવા ટેસ્ટ શ્રેણીને એક સપ્તાહ આગળ કરવાનો અનુરોધ કરાયો હતો. જેને લઇ ઇંગ્લેંડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ અધિકારીક રીતે BCCI એ અનુરોધ નહી કર્યાનો ખુલાસો કર્યો છે. સાથે જ કહ્યુ છે કે, ટેસ્ટ શ્રેણી તેના નિયત શિડ્યુલ મુજબ જારી રહેશે.

બ્રિટીશ મીડિયા રિપોર્ટસ મુજબ બીસીસીઆઇ એ 4 ઓગષ્ટ થી શરુ થનારી, ભારત-ઇંગ્લેંડ ટેસ્ટ શ્રેણીને એક સપ્તાહ પહેલા શરુ કરવા માટે અનુરોધ કર્યો હતો. જેથી આઇપીએલ ટુર્નામેન્ટની બાકી રહેલી 31 મેચોને માટે વિન્ડો ઉપલબ્ધ કરવામાં સરળતા ઉભી થઇ શકે. પરંતુ હવે આ રિપોર્ટસને લઇને હવે ઇસીબીએ કહ્યુ છે કે, પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ મુજબ સિરીઝનુ આયોજન કરવામાં આવશે. કારણ કે હજુ સુધી બીસીસીઆઇ એ અધિકારીક રીતે આગ્રહ કર્યો નથી.

ઇસીબીના પ્રવક્તાએ એક વાતચીત દરમ્યાન કહ્યુ હતુ કે, અમે બીસીસીઆઇ સાથે જુદા જુદા મુદ્દે વાતચીત નિયમીત કરતા રહેતા હોઇ એ છીએ. ખાસ કરીને જ્યારે કોરોના મહામારીને લઇને પડકારોનો સામનો કરી રહ્યા છીએ ત્યારે. પરંતુ મેચની તારીખોના બદલાવને લઇને કોઇ જ અધિકારીક અનુરોધ નથી કરવામાં આવ્યો. અમે પહેલા થી નક્કિ કરેલા કાર્યક્રમ અનુસાર પાંચ મેચોની સિરીઝનુ આયોજન કરીશુ.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જોકે મીડિયા રિપોર્ટનુસાર બીસીસીઆઇ એ ના સુત્રોએ કહ્યુ હતુ કે, અમે અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ. જોકે અમે અધિકૃત રીતે અનુરોધ કર્યો નથી. તેમણે એ પણ કહ્ચુ કે, આ બાબતે અધિકૃત રીતે ઇસીબીનો આ બાબતે સંપર્ક કરાયો નથી. આથરટનના રિપોર્ટ મુજબ જાણકારી લેવી એનો મતલબ એ પણ નથી કે, અધિકારીક સંવાદ છે.

જો ભારતીય ક્રિકેટ બોર્ડ ઇસીબીને ટેસ્ટ શ્રેણીના કાર્યક્રમમાં ફેરફાર કરવાની માગ કરે છે તો, તેની અસર અન્ય આયોજન પર પણ પડી શકે છે. ઇસીબીએ પાકિસ્તાન સામે ની મર્યાદીત ઓવરની શ્રેણીને લઇને પણ ફેરફાર કરવો પડી શકે છે. આ ઉપરાંત ઇંગ્લેંડ ના મહત્વકાંક્ષી ટુર્નામેન્ટ આયોજન ધ હંન્ડ્રેડ ને લઇને પણ ફેરફારો કરવા પડી શકે છે.

આઇપીએલ 2021 ની બાકી રહેલી ટુર્નામેન્ટનુ આયોજન નહી કરવા પર બીસીસીઆઇ એ 2500 કરોડ રુપિયા નુ નુકશાન વેઠવુ પડશે. કોરોના સંક્રમણ બાયોબબલમાં ફેલાવવાને લઇને ટુર્નામેન્ટને સ્થગીત કરી દેવાઇ હતી. આ દરમ્યાન ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ લેખક માઇકલ આથરટને રિપોર્ટ લખ્યો હતો કે, બીસીસીઆઇ એ આઇપીએલ ટુર્નામેન્ટને લઇને ટેસ્ટ શ્રેણીના કાર્યક્રમને આગળ કરવા માટે પૂછ્યુ હતુ.

Next Article