IND vs ENG: ચેન્નાઇમાં ધોનીનો આ રેકોર્ડ તુટતા સહેજમાં રહી ગયો, રુટની બેવડી સદી રેકોર્ડ ચુકી

|

Feb 07, 2021 | 8:47 AM

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે (Jo Root) ભારત સામે ચેન્નઈ ટેસ્ટ (Chennai Test) ની પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર બેવડી સદી (Double Century) ફટકારી હતી. તેની ટેસ્ટ કારકિર્દીની આ 5 મી બેવડી સદી છે.

IND vs ENG: ચેન્નાઇમાં ધોનીનો આ રેકોર્ડ તુટતા સહેજમાં રહી ગયો, રુટની બેવડી સદી રેકોર્ડ ચુકી
2013 માં ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે 224 રન બનાવ્યા હતા.

Follow us on

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે (Jo Root) ભારત સામે ચેન્નઈ ટેસ્ટ (Chennai Test) ની પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર બેવડી સદી (Double Century) ફટકારી હતી. તેની ટેસ્ટ કારકિર્દીની આ 5 મી બેવડી સદી છે. છેલ્લી ત્રણ ટેસ્ટમાં કૂકની આ બીજુ બેવડુ શતક છે. રુટે 218 રન બનાવ્યા પંરતુ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) રેકોર્ડ તૂટતા રહી ગયો.

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. પોતાની કારકિર્દીની 100 મી ટેસ્ટ મેચમાં રમવા ઉતરનાર ઇંગ્લિશ કેપ્ટન જો રૂટે બીજા દિવસે બેવડી સદી ફટકારી હતી. પહેલા દિવસે રુટ 128 રને નોટ આઉટ પરત ફર્યો હતો. બીજા દિવસે રમતની શરુઆત કરતા તેણે 218 રન બનાવ્યા હતા. તેણે 377 બોલમાં 19 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આ ઇનિંગ્સ રમી હતી.

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે, કેપ્ટન તરીકે રમવામાં આવેલી સૌથી મોટી ઇનિંગ્સનો રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે રુટે બેવડી સદી ફટકારી ત્યારે આ રેકોર્ડ તૂટી જવાની ધારણા હતી. પરંતુ શાહબાઝ નદીમે તેને એલબીડબ્લ્યુ આઉટ કરીને પરત મોકલી દીધો હતો. 2013 માં ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે 224 રન બનાવ્યા હતા. તેને 8 વર્ષ થયા, પણ કોઈ કેપ્ટન તેને તોડી શક્યું નથી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગનો આ મેદાન પર ભારત તરફથી સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ છે. તેણે 2008 માં દક્ષિણ આફ્રિકા સામે 319 રન બનાવ્યા હતા. બીજી સૌથી મોટી ઇનિંગ્સ પણ ભારતીયના નામે છે, 2016 માં કરુણ નાયરે ઇંગ્લેન્ડ સામે અણનમ 303 રન બનાવ્યા હતા. સુનીલ ગાવસ્કર 236 રનની અણનમ ઇનિંગ્સ સાથે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં ચોથા નંબર પર ધોની છે.

Next Article