IND vs ENG: ચેન્નાઇમાં અજીંક્ય રહાણે અને રોહિત શર્માની પુત્રીઓ સાથે રમતી હોવાનો ક્યુટ વિડીયો, જુઓ

ટીમ ઇન્ડીયા (Team India) હાલના દિવસોમાં ચેન્નાઇ (Chennai) માં રોકાયેલી છે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાઇ રહી છે. સિરીઝની પ્રથમ મેચ રમાઇ ચુકી છે, જ્યારે બીજી ટેસ્ટ મેચ પણ એ જ મેદાનમાં ચેન્નાઇમાં રમાનારી છે. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાને 227 રન થી હાર મળી હતી.

IND vs ENG: ચેન્નાઇમાં અજીંક્ય રહાણે અને રોહિત શર્માની પુત્રીઓ સાથે રમતી હોવાનો ક્યુટ વિડીયો, જુઓ
રોહિત શર્મા અને અજીંક્ય રહાણે વચ્ચે ખૂબ જ સારી દોસ્તી છે
| Edited By: | Updated on: Feb 11, 2021 | 4:49 PM

ટીમ ઇન્ડીયા (Team India) હાલના દિવસોમાં ચેન્નાઇ (Chennai) માં રોકાયેલી છે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાઇ રહી છે. સિરીઝની પ્રથમ મેચ રમાઇ ચુકી છે, જ્યારે બીજી ટેસ્ટ મેચ પણ એ જ મેદાનમાં ચેન્નાઇમાં રમાનારી છે. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાને 227 રન થી હાર મળી હતી. આ સિરીઝ દરમ્યાન ભારતીય ક્રિકેટરોની સાથે તેમનુ ફેમિલી પણ હાલમાં તેમની સાથે હોટલમાં રોકાણ કરી રહ્યુ છે. ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane), મર્યાદિત ઓવરના ફોર્મેટમાં વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ચેન્નાઇમાં પત્નિ અને પુત્રી સાથે છે. રોહિત શર્માની પત્નિ રિતીકાએ રહાણેની પત્નિ રાધિકા એ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડીયો ક્લીપ શેર કરી હતી. જેમાં બંનેની પુત્રીઓ સાથે રમી રહેલી નજરે પડે છે.

રોહિત શર્મા અને અજીંક્ય રહાણે વચ્ચે ખૂબ જ સારી દોસ્તી છે, બંનેની દિકરીઓ વચ્ચે પણ એવી જ દોસ્તી નજરે આવી રહી છે. રોહિતની પુત્રીનુ નામ સમાયરા છે, જ્યારે રહાણેની પુત્રીનુ નામ આર્યા છે. રોહિત શર્મા 2018માં પિતા બન્યો હતો, જ્યારે રહાણે 2019માં પિતા બન્યો હતો. રોહિત અને રહાણે બંને પોતાની પુત્રીઓ સાથે ફોટો અને વિડીયો સોશિયલ મિડીયા પર શેર કરતા રહે છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલી શ્રેણી બાયોબબલ માહોલમાં રમાઇ રહી છે. ટીમના પરિવારજનો પણ હાલમાં બાયોબબલના માહોલમાં રોકાણ કરી રહ્યા છે. પરિવારના સભ્યો પણ તેમાં રોકાણ કરી રહ્યા છે.