IND vs ENG: કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડીયાના ખેલાડીઓને બે સપ્તાહનો બ્રેક આપવાની જરુરીયાત દર્શાવી

|

Feb 06, 2021 | 8:34 AM

ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નુ માનવુ છે કે, ટીમ ઇન્ડીયાના ખેલાડીઓને બ્રેક મળવો જોઇએ. ખેલાડીઓને IPL બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટથી ઓછામાં ઓછા બે સપ્તાહનો બ્રેક મળવો જોઇએ.

IND vs ENG: કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડીયાના ખેલાડીઓને બે સપ્તાહનો બ્રેક આપવાની જરુરીયાત દર્શાવી
આરામ ખૂબ જરુરી છે. ક્વોરન્ટાઇન, બાયોબબલ માનસિક રીતે ખૂબ થકવી દે છે.

Follow us on

ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નુ માનવુ છે કે, ટીમ ઇન્ડીયા ના ખેલાડીઓને બ્રેક મળવો જોઇએ. ખેલાડીઓને IPL બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટથી ઓછામાં ઓછા બે સપ્તાહનો બ્રેક મળવો જોઇએ. ઇંગ્લેંડની ટીમ હાલમાં ભારત પ્રવાસે છે અને બંને ટીમો વચ્ચે ચાર ટેસ્ટ મેચ, પાંચ T20 અને ત્રણ વન ડે ની શ્રેણી રમાનારી છે. ઇંગ્લેંડના ભારત પ્રવાસ બાદ IPL 2021ની શરુઆત થશે. જે લગભગ બે માસ સુધી ચાલશે. હાલમાં જ ટીમ ઇન્ડીયા (Team India) ઓસ્ટ્રેલીયાને તેની જ ધરતી પર ટેસ્ટ સિરીઝમાં 2-1 થી હરાવીને આવી હતી.

સ્ટોર સ્પોર્ટસના શો પર વાત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યુ હતુ કે, દરેક મેચ જરુરી છે. દરેક ફોર્મેટ મહત્વપુર્ણ છે અને આપ તેને તે રીતે જ જુઓ છો. અમારી પાસે પણ ખૂબ ખેલાડીઓ હાજર છે. તમે જાણો છો કે, હાલના સમયમાં અમારી પાસે સારી બેંચ સ્ટ્રેન્થ છે તમારુ સ્થાન લેવા માટે. તો મને લાગે છે કે, તે ભુખ હંમેશા રહે છે. મારુ માનવુ છે કે, આપને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બ્રેક લેવાની જરુર હોય છે. તો મને લાગે છે કે , આ સિરીઝ બાદ અમે IPLમાં જઇશુ, જે એક નાનુ અને લાંબુ ફોર્મેટ છે. આ ટુર્નામેન્ટ બાદ મને લાગે છે કે, કેટલાક સપ્તાહનો આરામ ખૂબ જરુરી છે. આ ક્વોરન્ટાઇન, બાયોબબલ માનસિક રીતે ખૂબ થકવી દે છે. આખરે તમે પણ એક માણસ છો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ના વખાણ કરતા કહ્યુ હતુ કે, હું જોઇ રહ્યો છુ. તે કેવી રીતે વિકસીત થયો હતો. આપ જાણો છો કે, જ્યારે 2014 માં હું વિરાટ સાથે જોડાયો ત્યારે તે એક કટ વિનાનો હિરો હતો. તેના બાદ લગાતાર તેને જોઇ રહ્યો છું. દરેક ચીજ સમય લે છે, બધુ જ એક દમથી નથી હોતુ. આપ ઉપર પણ ચઢો છો અને નિચે પણ પડો છો. તમારે એક ગર્મીને મહેસુસ કરવી પડે છે. તમારે તમારી સફળતા અને નિષ્ફળતા પણ જોવી પડે છે. કારણ કે તમે ઉપર ઉઠી શકો અને જીંદગીમાં આગળની તરફ જઇ શકો. મને લાગે છે કે, કોહલીએ તેને ઘણી ખૂબસુરતી સાથે હેંડલ કરી છે. અને મને લાગે છે કે પિતા બનવાની જવાબદારી પણ સારી રીતે હેન્ડલ કરી રહ્યો છે.

Next Article