IND vs ENG: અનોખા અંદાજમાં ચેતેશ્વર પુજારા ગુમાવી બેઠો વિકેટ, જુઓ વિડીયો

|

Feb 07, 2021 | 9:56 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝના પ્રથમ મેચ ચેન્નાઇમાં રમાઇ રહી છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઇંગ્લેંડની ટીમે પ્રથમ પારીમાં 578 રન બનાવ્યા છે.

IND vs ENG: અનોખા અંદાજમાં ચેતેશ્વર પુજારા ગુમાવી બેઠો વિકેટ, જુઓ વિડીયો
આઉટ થવાને લઇને પુજારા પણ નાખુશ નજરે ચડ્યો હતો.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝના પ્રથમ મેચ ચેન્નાઇમાં રમાઇ રહી છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઇંગ્લેંડની ટીમે પ્રથમ પારીમાં 578 રન બનાવ્યા છે. ભારતીય ટીમએ પ્રથમ ઇનીંગની બેટીંગની શરુઆત એટલી સારી રહી નહોતી. ટીમે 200ના આંકડે પહોંચતા સુધીમાં 6 વિકેટો ગુમાવી દીધી હતી. ઋષભ પંત (Rishabh Pant) અન ચેતેશ્વર પુજારાની (Cheteshwar Pujara) રનની ઇનીંગએ ટીમને સંભાળવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને બેટ્સમેનોને ડોમિનિક બેઝ (Dominic Base) એ આઉટ કરી દીધા હતા. જોકે પુજારાની ઇનીંગનો અંત જે રીતે થયો તેને લઇને ભારતીય બેટ્સમેનો પણ રોષ ભરેલી નજરમાં હતા.

ઋષભ પંતે જ્યારે ક્રિઝ પર બેટીંગ કરવા માટે ઉતર્યા હતા ત્યારે, ટીમ ઇન્ડીયા 73 રન પર 4 વિકેટ ગુમાવીને રમતમાં હતી. આમ ટીમ પર મુશ્કેલીઓ સર્જાઇ હતી એવા સમયે જ ઋષભ પંત અને ચેતેશ્વર પુજારાએ 119 રનની ભાગીદારી રમત રમી હતી. આ સમયે બંને બેટ્સમેનો સેટ હોવાનુ લાગી રહ્યુ હતુ. બંને પોતાના શતક તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે જ કેપ્ટન જો રુટ એ બોલીંગ ડોમિનિક બેઝને આપી હતી. બેઝ એ બોલને શોર્ટ પિચ ફેક્યો હતો, જેને પુજારાએ પુલ કરવા માટે નો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ શોર્ટ લેગ પર ફિલ્ડીંગ કરી રહેલા ફિલ્ડરના હેલ્ટમેટ પર વાગ્યો અને સિલી મિડઓન પર ફિલ્ડીંગ કરી રહેલા રોરી બર્ન્સના હાથમાં આવી ગયો હતો. આ રીતે આઉટ થવાને લઇને પુજારા પણ નાખુશ નજરે ચડ્યો હતો. તેણે પોતાનુ બેટ પોતાના પેડ પર માર્યુ હતુ. પુજારાના આઉટ થવાના બાદ બેઝ એ પંતને પણ 91 રન પર આઉટ કરી દીધો હતો.

https://twitter.com/ChloeAmandaB/status/1358363095509307392?s=20

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પ્રથમ પારીમાં ટીમ ઇન્ડીયાની શરુઆત સારી રહી નહોતી. જોફ્રા આર્ચરે રોહિત શર્માને ઝડપ થી પેવેલિયન પરત મોકલ્યો હતો. તેના પછી શુભમન ગીલ પણ પોતાની પારીને મોટી કરવામાં નિષ્ફળ રહી 29 રન કરીને આઉટ થયો હતો. બ્રેક બાદ પરત ફરેલા વિરાટ કોહલી પણ માત્ર 11 રન કરીને આઉટ થઇ ગયો હતો. ડોમ બેઝે પહેલા કોહલી અને બાદમાં અજીંક્ય રહાણેને આઉટ કરી દેતા ભારત માટે મુશ્કેલીઓ શરુ થઇ ગઇ હતી. ડોમિનિક બેઝ ભારતની ચાર વિકેટ ઇંગ્લેંડ માટે ઝડપી ચુક્યો છે.

Published On - 9:52 pm, Sun, 7 February 21

Next Article