IND vs ENG: ચેન્નાઇના પિચ ક્યુરેટરની છે અજબ કહાની, 2 કંપનીના છે માલિક અને MBA કર્યુ છે ક્યુરેટરે

|

Feb 02, 2021 | 4:38 PM

જો હુન્નર હોય તો માણસ શુ શુ નથી કરી સકતો. એક આવા જ હુન્નર ધરાવતા ચેન્નાઇના સ્ટેડિયમ ના પિચ ક્યુરેટર વી રમેશકુમાર. ભારત-ઇંગ્લેંડ વચ્ચે ચેન્નાઇમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચની પિચ તેમણે જ તૈયાર કરી છે.

IND vs ENG: ચેન્નાઇના પિચ ક્યુરેટરની છે અજબ કહાની, 2 કંપનીના છે માલિક અને MBA કર્યુ છે ક્યુરેટરે
સાઇકોલોજીમાં રિસર્ચ પણ કર્યુ છે, એટલે કે મનોવિજ્ઞાનની રીતે પુરુ ધ્યાન રાખે છે.

Follow us on

જો હુન્નર હોય તો માણસ શુ શુ નથી કરી સકતો. એક આવા જ હુન્નર ધરાવતા ચેન્નાઇના સ્ટેડિયમ ના પિચ ક્યુરેટર વી રમેશકુમાર. ભારત-ઇંગ્લેંડ વચ્ચે ચેન્નાઇમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચની પિચ તેમણે જ તૈયાર કરી છે. ઇંટરનેશનલ મેચમાં તેમનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. આ પહેલા અથવા તો તેમણે પિચ બનાવવામાં મદદ કરી હતી, સાથે જ ઘરેલુ સ્તરે રમાયેલી પિચ બનાવી હતી. આવામાં ભારત અને ઇંગ્લેંડ (India vs England) માટે તૈયાર કરવામાં આવેલી ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) ની પિચ તેમના માટે ખૂબ મહત્વ ધરાવે છે. જોકે નવાઇ તો આપને ત્યારે લાગશે જ્યારે તમે તેનુ બેકગ્રાઉન્ડ જાણશો.

43 વર્ષના વી રમેશકુમાર (V Ramesh Kumar) MBA ગ્રેજ્યુએટ છે. તેમણે ઇન્ટરનેશનલ બિઝનેશમાં MBA નો અભ્યાસ કર્યો છે. સાઇકોલોજીમાં રિસર્ચ પણ કર્યુ છે. એટલે કે મનોવિજ્ઞાનની રીતે પુરુ ધ્યાન રાખે છે. આ ઉપરાંત તે એક અનુભવી બિઝનેશમેન છે. તામિલનાડુના તિરુપુરમાં તેમની કપડા બનાવવાની અને તેના આયાત નિકાસની બે કંપનીઓ છે. એક નુ નામ કાસિમો ઇન્ટરનેશનલ અને બીજી ઓલવિન કલર્સ છે. રમેશની આ બંને કંપનિઓમાં 700 લોકો કામ કરે છે. રમેશની પત્નિ પણ ચાર્ટડ એકાઉન્ટટ છે.

એક બિઝનેશમેનથી પિચ ક્યુરેટર બનવાની રમેશકુમારની સ્ટોરી ખૂબ જ દિલચસ્પ છે. હકિકતમાં નેશનલ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં તામિલનાડુ માટે 100 મીટર હર્ડલ રેસમાં દોડવા દરમ્યાન ઇજા પહોંચી હતી. કોલેજના દિવસોમાં થયેલી આ ઇજાને લઇને તેઓની દિશા ક્રિકેટ તરફ ફંટાઇ હતી. પહેલા તેમણે યુનિવર્સિટી લેવલ પર ક્રિકેટ રમવાની શરુઆત કરી હતી. ત્યારબાદ તેમણે પ્રોફેશનલ ક્યૂરેટર બનવા તરફ પ્રયાસ શરુ કર્યો હતો. તેમાં તેમણે મહારત હાંસિલ કરી લીધા બાદ પોતાના જ શહેર તિરુપુર સ્કૂલ ઓફ ક્રિકેટ
ના નામ થી એક એકેડમી ખોલી હતી. જેમાં બાળકોને ક્રિકેટ શિખવવી શરુ કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શરુ શરુમાં રમેશ કોયમ્બતૂર, તિરુપુર અને સાલેમમાં અંડર-16,19 અને 23 ની મેચો માટે પિચ બનાવતા હતા. પરંતુ જુલાઇ 2018માં એક વાર તેમણે BCCI દ્રારા તેમણે પિચ બનાવવાનો કોર્ષ પાસ કરી લીધો, તો તેઓને ભારતમાં અન્ય સ્થળો પર પણ જઇને પિચ બનાવાવ માટે તક મળવા લાગી હતી. તેઓ આઇપીએલની પિચ બનાવવા માટે મદદનીશ તરીકે ભૂમિકા ભજવી ચુક્યા છે. 2019માં તામિલનાડુ ક્રિકેટ એસોશિએસન એ તેમને ચેપકનો ચાર્જ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેઓએ બિઝનેશ કમિટમેન્ટને લઇને તેમણે એમ કરવાથી ઇન્કાર કર્યો હતો.

જોકે 2021ના પ્રથમ સપ્તાહમાં તેમને TNCA એ પિચ બનાવવા માટે તેમને કોલ કર્યો હતો. તેમને કહેવામાં આવ્યુ કે તમારે વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે પિચ બનાવવાની છે. રમેશ થોડા સરપ્રાઇઝ થઇ ગયા હતા. એમ એટલા માટે કે તેમણે પહેલા ક્યારેય આંતરરાષ્ટ્રીય મેચો માટેની પિચ બનાવી જ નહોતી. જોકે તેમને મોકો મળતા તેઓએ આ વખતે મોકો હાથથી સરકવા નહોતો દિધો.

રમેશ એ કહ્યુ હતુ કે, ચેન્નાઇ ની પિચને તૈયાર કરવાનો ટાસ્ક થોડો મુશ્કેલ હતો. કારણ કે બેક ટુ બેક 2 ટેસ્ટ રમાનારી છે. આમ છતાં પણ તેમણે પોતાના તરફ થી શ્રેષ્ઠ આપવા પ્રયાસ કર્યો હતો. તેમણે પિચને ઇંગ્લીશ લુક આપવાનો પ્રયાસ કર્યો છે. તેમના મુજબ પિચ પર દરેકના માટે કંઇ કંઇ મદદ મળી રહેશે. પછી ચાહે તે બેટ્સમેન હોય, પેસર હોય કે સ્પિનર હોય. તેમને કહ્યુ કે, ચેન્નાઇ ની પિચ સામાન્ય રિતે સ્પિનરની મદદગાર રહી છે. જોકે મારુ માનવુ છે કે મજા ત્યારે જ હોય છે કે જ્યારે બોલ અને બેટ વચ્ચે યોગ્ય મુકાબલો થાય.

Next Article