Oval test માં જીત બાદ પણ BCCI કેમ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીથી છે નારાજ ? જાણો સમગ્ર મામલો

|

Sep 07, 2021 | 11:36 AM

બીસીસીઆઈ નારાજ છે. તેમનું આ ઉગ્ર સ્વરૂપ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના વલણ વિશે છે.

Oval test માં જીત બાદ પણ BCCI કેમ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીથી છે નારાજ ? જાણો સમગ્ર મામલો
ind vs eng bcci get angry over ravi shastri virat kohli for attending a crowding events

Follow us on

Oval test : ભારતે ઓવલ ટેસ્ટમાં જીત મેળવી છે પણ ભારતીય ક્રિકેટના હાઈકમાન્ડ શાંત નથી. બીસીસીઆઈ ગુસ્સે છે. તેના વલણમાં ગુસ્સો છે. તેમનું ઉગ્ર સ્વરૂપ ટીમ ઇન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Captain Virat Kohli)અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના વલણ વિશે છે. એક સમાચાર પત્રના અહેવાલ મુજબ, જો ભારતીય ક્રિકેટ બોર્ડ (Indian Cricket Board)ના સૂત્રોનું માનીએ તો, બીસીસીઆઈ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી ગયા અઠવાડિયે લંડનમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવાના કારણે બન્નેથી નારાજ છે.

અહેવાલ છે કે, મંગળવારે ટીમ ઈન્ડિયા (Team India)ના કોચ શાસ્ત્રી, કેપ્ટન કોહલી અને અન્ય ઘણા સભ્યો એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. જ્યાં પુસ્તકનું લોકાર્પણ થયું ત્યાં આખો હોલ લોકોથી ભરાયેલો હતો.

રવિ શાસ્ત્રી (Ravi Shastri)નો કોરોના ટેસ્ટ પોઝિટિવ  (Corona test positive)આવ્યો છે, આ ઇવેન્ટમાં હાજરી આપ્યાના 5 દિવસ પછી રવિવારે. તેના સંપર્કને કારણે બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર, અને ફિઝિયો નીતિન પટેલ, તે બધા પોઝિટિવ મળ્યા છે. અત્યારે ચારેયને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

શાસ્ત્રી અને કોહલીને આ કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી નહોતી: સૂત્રો

BCCIના સૂત્રોએ જણાવ્યું કે, રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીને બોર્ડ દ્વારા તે કાર્યક્રમમાં હાજરી આપવાની મંજૂરી નહોતી. BCCIના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું, “બોર્ડને તે ઘટનાના ફોટા મળ્યા છે. અને આ મામલે તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ બોર્ડને શરમાવ્યું છે. બોર્ડ આ અંગે રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની પૂછપરછ કરશે. આ સમગ્ર પ્રકરણમાં ટીમના વહીવટી મેનેજર ગિરીશ ડોંગરેની ભૂમિકા પર પણ સવાલ છે.

ECB તરફથી પણ કોઈ છૂટ નથી.

બ્રિટિશ મીડિયાના અહેવાલ અનુસાર, “ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પણ ભારતીય ટીમના સભ્યોને તે ઇવેન્ટમાં આવવાની મંજૂરી આપી ન હતી.” BCCI હવે આ સમગ્ર મુદ્દે ECBના સંપર્કમાં છે. અને, કોઈપણ અન્ય ઘટના વિના સીરિઝમાં સફળતાપૂર્વક સમાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે, અત્યારે આપણે બધા રવિ શાસ્ત્રીની ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા રાખીએ છીએ. બુધવારે ટી 20 વર્લ્ડ કપ માટે પસંદગી બેઠકમાં આ મુદ્દો ઉઠાવી શકાય છે.

ટીમ ઇન્ડિયાએ ઓવલ ટેસ્ટ (Oval Test) જીતી હતી. તે પણ કોઈ નાના અંતરથી નહીં પણ 157 રનથી. આ જીત ઐતિહાસિક છે કારણ કે, ભારતને 50 વર્ષ પછી આ મેદાન પર જીત મળી છે. ગેપ ધણો લાંબો છે. પરંતુ સારા સમાચાર એ છે કે, જે રાહ જોવાય રહી હતી તેનો અંત આવ્યો છે. ઓવલમાં ટીમ ઈન્ડિયા (Team India)ની જીત ગાબ્બા પર ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડવા જેવું છે. બંને જગ્યાએ ભારતીય ટીમે ઇતિહાસ બદલ્યો છે.

આ પણ વાંચો : IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ઐતિહાસિક જીતનો હીરો કોણ ? રોહિત શર્માએ જવાબ આપ્યો

Next Article