Pune : આજે ODI વર્લ્ડ કપ 2023ની 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને તેણે અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ ત્રણમાંથી એક જીતી છે અને બેમાં હાર છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને આઠ વિકેટે 256 રન બનાવ્યા.
ટીમ ઈન્ડિયાને ODI વર્લ્ડ કપ 2023માં (World Cup 2023 ) સતત ચોથી જીત હાંસલ કરવા માટે 257 રનનો લક્ષ્યાંક છે. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. જ્યારે તંજીદ હસને 51 રનની ઇનિંગ રમી હતી.
મહમુદુલ્લાહે 46 રનની ઇનિંગ રમી અને ટીમના સ્કોરને 250 રનની નજીક પહોંચાડ્યો. મુશ્ફિકુર રહીમે 38 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી.
Virat Kohli bowling highlights#INDvsBANpic.twitter.com/dUrKhJTydg
— ` (@KohliKlassic) October 19, 2023
આ મેચમાં વિરાટ કોહલીએ લાંબા સમય બાદ બોલિંગ કરી હતી. આ પહેલા તેણે 31 ઓગસ્ટ 2017ના રોજ શ્રીલંકા સામે વનડેમાં બોલિંગ કરી હતી. ODIમાં પણ તેના નામે ચાર વિકેટ છે.તેણે T20માં પણ ચાર વિકેટ લીધી છે.આ મેચમાં તેણે વધારે રન આપ્યા નથી.
કોહલીએ ત્રણ બોલમાં માત્ર બે રન આપ્યા હતા. પરંતુ કોહલી જે સ્થિતિમાં બોલિંગ કરવા આવ્યો તે ભારત માટે સારી નથી. જે ભારત માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.
ભારતની પ્લેઈંગ 11 :
શુભમન ગિલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશની પ્લેઈંગ 11 :
લિટ્ટન દાસ, તન્ઝીદ હસન, નજમુલ હુસેન શાંતો (કેપ્ટન), મેહિદી હસન મિરાઝ, તોહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, શૌરીફુલ ઇસ્લામ.
આ પણ વાંચો : IND vs BAN: રોહિત બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને આપશે તક, આ હશે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11!
Published On - 6:00 pm, Thu, 19 October 23