IND vs AUS: બેટીંગમાં નિષ્ફળ અને ઉપરથી કેચ છોડ્યો, પૃથ્વી શો પર ભડકી ઉઠ્યો કોહલી

|

Jan 16, 2021 | 2:50 PM

  એડિલેડ ડે-નાઇટ પિંક બોલ ટેસ્ટ મેચ મહત્વની ગણાઇ રહી છે. આ મેચમાં ભારત કોઇ પણ પ્રકારે ચુક કરવા માંગતુ નથી. ભારત ગત પ્રવાસની માફક જ હાલની સીરીઝમાં પણ દબદબો ઓસ્ટ્રેલીયા સામે કરવા માટે તત્પર છે. પૃથ્વી શોને ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જે પહેલા તેના નામને લઇને ખૂબ ચર્ચા હતી. આમ છતાં તેને […]

IND vs AUS: બેટીંગમાં નિષ્ફળ અને ઉપરથી કેચ છોડ્યો, પૃથ્વી શો પર ભડકી ઉઠ્યો કોહલી

Follow us on

 

એડિલેડ ડે-નાઇટ પિંક બોલ ટેસ્ટ મેચ મહત્વની ગણાઇ રહી છે. આ મેચમાં ભારત કોઇ પણ પ્રકારે ચુક કરવા માંગતુ નથી. ભારત ગત પ્રવાસની માફક જ હાલની સીરીઝમાં પણ દબદબો ઓસ્ટ્રેલીયા સામે કરવા માટે તત્પર છે. પૃથ્વી શોને ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જે પહેલા તેના નામને લઇને ખૂબ ચર્ચા હતી. આમ છતાં તેને અંતિમ ઇલેવનમાં સમાવેશ કરાયો હતો. પૃથ્વી પ્રથમ ઇનીંગમાં શૂન્ય રન પર આઉટ થયો હતો, બીજી ઇનીંગમાં માત્ર ચાર રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. વધારામાં તેણે લાબુશેનનો આસાન કેચ ડ્રોપ કરી દીધો હતો. કેચ છુટતા જ કોહલી પણ તેની સામે નારાજ થઇ ગયો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઓસ્ટ્રેલીયાની બેટીંગ દરમ્યાન પૃથ્વી શો દ્રારા આસાન કહી શકાય તેને છોડ્યો હતો. તે કેચ લાબુશેનનો હતો અને તેણે ભારત સામે 47 રન નોધાવ્યા હતા. ઓસ્ટ્રેલીયાની બેટીંગ દરમ્યાન 23મી ઓવરમાં જસપ્રિત બુમરાહ બોલીંગ કરી રહ્યો હતો. સ્ટ્રાઇક પર માર્નસ લાબુશેન હતો. બુમરાહની શોટ બોલ પર લાબુશેન રમેલો બોલ સીધો જ પૃથ્વી શો પાસે કેચ રુપે પહોંચ્યો હતો. જે તેણે આસાનીથી છોડી દીધો હતો. તે સમયે લાબુશેન 21 રન પર બેટીંગ કરી રહ્યો હતો. પૃથ્વીની આ ભૂલને લઇને વિરાટ કોહલી તેની સામે સખત નારાજ હોવાનુ જણાઇ આવ્યુ હતુ. ખૂબ ગુસ્સે દેખાતા કોહલીએ પૃથ્વીને નારાજગી સાથે કંઇક કહ્યુ પણ ખરુ. આ પહેલા જસપ્રિત બુમરાહે પણ મહંમદ શામીના બોલ પર લાબુશેનનો કેચ છોડ્યો હતો. તે સમયે 12 પર રમી રહ્યો હતો, આમ બીજુ જીવતદાન મળ્યુ હતુ.

 

 

Published On - 7:02 pm, Fri, 18 December 20

Next Article