Breaking News: ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વનડે વિશ્વ ચેમ્પિયન, ટ્રેવિસ હેડની સદી વડે ભારત સામે 6 વિકેટે મેળવી જીત

|

Nov 19, 2023 | 9:27 PM

India vs Australia ICC world cup 2023 Final full match Highlights: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ 2023 ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતીય ટીમ વિશ્વકપની શરુઆતથી સતત વિજયી રહી હતી, પરંતુ ટૂર્નામેન્ટમાં એક હારે ક્રિકેટ ચાહકોને નિરાશ કરી દીધા હતા. ટીમ ઈન્ડિયાએ વર્તમાન વિશ્વકપમાં એક માત્ર હાર ફાઈનલ મેચમાં મેળવી હતી.

Breaking News: ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વનડે વિશ્વ ચેમ્પિયન, ટ્રેવિસ હેડની સદી વડે ભારત સામે 6 વિકેટે મેળવી જીત

Follow us on

ટીમ ઈન્ડિયાએ વિશ્વકપ 2023માં શરુઆતથી જ સતત દરેક મેચમાં જીત મેળવી હતી. જોકે ટીમે પ્રથમ હાર ટૂર્નામેન્ટની ફાઈનલમાં મેળવી હતી. આ સાથે જ કરોડો ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. રમતમાં હાર અને જીતનો મળતી રહેતી હોય છે. ભારતીય ટીમે ટોસ હારીને બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરના અંતે 240 રન નોંધાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વનડે વિશ્વકપ જીત્યુ છે. ભારતને ફાઈનલ મેચમાં 7 વિકેટથી હાર આપીને વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ ક્રિકેટમાં કરિયર બનાવવા શું કરવું પડે, નેશનલ ટીમમાં કેવી રીતે થાય સિલેક્શન? જાણો

ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મેચમાં બોલિંગ, ફિલ્ડીંગ અને બેટિંગ એમ ત્રણેય વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શનનો પ્રયાસ કરીને ભારત સામે જીત મેળવી છે. ટીમ ઈન્ડિયા કાંગારુ ટીમની બોલિંગ સામે ધીમી રમત રમવા માટે મજબૂર રહ્યુ હતુ. જોકે વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર રમત દર્શાવતા અડધી સદી નોંધાવી હતી. રોહિત શર્મા ત્રણ રન માટે અડધી સદી ચૂક્યો હતો, જોકે તેણે આક્રમક રમત દર્શાવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઓસ્ટ્રેલિયા વિશ્વ ચેમ્પિયન

ભારતે 241 રનનુ લક્ષ્ય વિશ્વકપ ફાઈનલ મેચમાં રાખ્યુ હતુ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વિશ્વકપ ફાઈનલ મેચમાં ટોસ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ ભારતે પ્રથમ બેટિંગ કરતા 240 રન નોંધાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ આક્રમક બેટિંગ વડે સારી શરુઆત અપાવી હતી. પરંતુ તેની વિકેટ બાદ ભારતીય બેટર્સ મોટુ લક્ષ્ય ખડકી શક્યા નહોતા.

ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રવિસ હેડે શતીય ઈનીંગ રમીને કરોડો ભારતીયોના દિલ તોડી દીધા હતા. હેડે શાનદાર બેટિંગ વડે ભારત સામે સદી નોંધાવી હતી. હેડે 120 બોલનો સામનો કરીને 137 રન નોંધાવ્યા હતા, તેણે 4 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના વિકેટ પર રહેવાને લઈ ભારતની શરુઆતમાં બંધાયેલી આશાઓ સફળ રહી શકી નહોતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ શમીએ 16 રનના સ્કોરમાં જ ઝડપી હતી. જ્યારે 47 રનના સ્કોર પર 3 વિકેટ ઝડપી હતી.

જોકે બાદમાં ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને રમતને આગળ ધપાવતા ઓસ્ટ્રેલિયાને વધુ એકવાર વનડે વિશ્વ ચેમ્પિયન બનાવવો માર્ગ બનાવી દીધો હતો. માર્નસ લાબુશેને પણ અડધી સદી નોંધાવી હતી. લાબુ શેને 110 બોલનો સામનો કરીને 58 રન નોંધાવ્યા હતા. બંને વચ્ચે રચાયેલી વિશાળ ભાગીદારીએ ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવવાની આશા મજબૂત બનાવી દીધી હતી. શમી, સિરાજ, બુહરાહ અને કુલદીપે આ જોડીને તોડવા માટે પુરો દમ લગાવી દીધો હતો. જોકે જોડી પીચ પર ટકી રહેતા ભારતની હાર નિશ્ચિત બની હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:22 pm, Sun, 19 November 23

Next Article