IND vs AUS:કોહલીએ ઓસ્ટ્રેલીયા સામેનો ધોનીનો રેકોર્ડ તોડ્યો, પુજારા અને કોહલીએ છ વાર ભાગીદારી પણ નોંધાવી

|

Jan 16, 2021 | 2:50 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝનો પ્રારંભ થઇ ચુક્યો છે. સીરીઝની પ્રથમ મેચ દરમ્યાન જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક કમાલનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. એડિલેડમાં રમાઇ રહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચની પ્રથમ ઇનીંગ દરમ્યાન જ કોહલીએ ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો રેકોર્ડ તોડી દીધો છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં […]

IND vs AUS:કોહલીએ ઓસ્ટ્રેલીયા સામેનો ધોનીનો રેકોર્ડ તોડ્યો, પુજારા અને કોહલીએ છ વાર ભાગીદારી પણ નોંધાવી

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝનો પ્રારંભ થઇ ચુક્યો છે. સીરીઝની પ્રથમ મેચ દરમ્યાન જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક કમાલનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. એડિલેડમાં રમાઇ રહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચની પ્રથમ ઇનીંગ દરમ્યાન જ કોહલીએ ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો રેકોર્ડ તોડી દીધો છે.

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન તરીકે એમએસ ધોનીનુ નામ અંકિંત હતુ. ધોનીએ બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલીયા સામે કેપ્ટન તરીકે 813 રન બનાવ્યા હતા. હવે વિરાટ કોહલીએ એમએસ ધોનીને પાછળ છોડી આગળ આવી ચુક્યો છે. આ મામલામાં સૌરવ ગાંગુલી ત્રીજા સ્થાન પર છે, તેણે 449 રન બનાવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એડિલેડ ટેસ્ટના પ્રથમ દિવસની રમત દરમ્યાન વિરાટ કોહલીએ, ચેતેશ્વર પુજારા સાથે મળીને ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી નોંધાવી હતી. પુજારા 43 રન બનાવીને નાથન લિયોન ના બોલ પર આઉટ થઇ ગયો હતો. વિરાટ અને પુજારાએ ઓસ્ટ્રેલીયા સામે છઠ્ઠી વખત 50 કે તેથી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી. આ પહેલા રાહુલ દ્રવિડ અને સચિન તેંદુલકર તથા વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ, છ-છ વાર 50 રનની ભાગીદારી નોંધાવી ચુક્યા છે.

Published On - 5:50 pm, Thu, 17 December 20

Next Article