IND vs AUS: ઓસ્ટ્રેલીયાની આસાન જીતનું કારણ બનશે વિરાટ કોહલી, જાણો શું કહ્યું ઇંગ્લેન્ડનાં દિગ્ગજ ક્રિકેટરે

|

Nov 12, 2020 | 4:02 PM

ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે રવાના થઇ ચુકી છે. આ મહિનાના અંતમાં વન ડે સિરીઝ સાથે બંને ટીમો વચ્ચે બે મહિના માટેની જબરદસ્ત ટક્કરની શરુઆત થશે. આ દરમ્યાન સૌથી વધુ નજર ટેસ્ટ સીરીઝ પર રહેશે. જોકે ટીમ ઇન્ડિયાને જોકે અત્યાર થી આ સિરીઝમાં નબળી બતાવવામાં આવી રહી છે.  ઇંગ્લેન્ડ પુર્વ કેપ્ટન માઇકલ વોનનુ માનવુ છે […]

IND vs AUS: ઓસ્ટ્રેલીયાની આસાન જીતનું કારણ બનશે વિરાટ કોહલી, જાણો શું કહ્યું ઇંગ્લેન્ડનાં દિગ્ગજ ક્રિકેટરે

Follow us on

ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે રવાના થઇ ચુકી છે. આ મહિનાના અંતમાં વન ડે સિરીઝ સાથે બંને ટીમો વચ્ચે બે મહિના માટેની જબરદસ્ત ટક્કરની શરુઆત થશે. આ દરમ્યાન સૌથી વધુ નજર ટેસ્ટ સીરીઝ પર રહેશે. જોકે ટીમ ઇન્ડિયાને જોકે અત્યાર થી આ સિરીઝમાં નબળી બતાવવામાં આવી રહી છે.  ઇંગ્લેન્ડ પુર્વ કેપ્ટન માઇકલ વોનનુ માનવુ છે કે ઓસ્ટ્રેલીયા આસાની થી સિરીઝ જીતી જશે. આ માટે નુ કારણ પણ તેમણે કેપ્ટન વિરાટ કોહલીને ગણાવવામાં આવે છે. 

IPL 2024 માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

કોહલીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સિરીઝની અંતિમ ત્રણ મેચોમાંથી પોતાનુ નામ પરત લેવાની ઇચ્છા દર્શાવી છે. કારણ કે તેની પત્નિ બોલીવુડ સ્ટાર અનુષ્કા શર્મા જાન્યુઆરી માસ દરમ્યાન પોતાના પ્રથમ સંતાનને જન્મ આપનાર છે. કોહલીની પિતૃત્વ રજા ની અરજી પણ બીસીસીઆઇએ સ્વિકારી લીધી છે. આમ કોહલી ફક્ત પ્રથમ ટેસ્ટ મેચ રમશે.

ઇંગ્લેન્ડના પુર્વ કેપ્ટન માઇકલ વોને કોહલીના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યુ છે. તો સાથે જ કહ્યુ છે કે, ઓસ્ટ્રેલીયા માટે જીત આસાન થઇ જશે. વોને ટ્વીટ કરીને કહ્યુ છે કે, ઓસ્ટ્રેલીયામાં ત્રણ ટેસ્ટ માટે કોહલી નથી. પોતાના બાળકના જન્મ ને લઇને તેમનો નિર્ણય યોગ્ય છે. જોકે મારા વિચારવાનો મતલબ એ છે કે, ઓસ્ટ્રેલીયા આસાની થી સિરીઝ જીતી લેશે.

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પાછળના પ્રવાસ દરમ્યાન ભારતીય ટીમે ઐતિહાસિક સિરીઝ નોંધાવી હતી. 72 વર્ષમાં ઓસ્ટ્રેલીયાની ધરતી પર તે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી હતી.  ઓસ્ટ્રેલીયાની ટીમ તેનો બદલો લેવા માટે આ વખતે મેદાનમાં ઉતરશે. કોહલીની ગેરહાજરીને લઇને ઓસ્ટ્રેલીયાનો રસ્તો ઘણો જ આસાન થઇ શકે છે. જોકે ટીમ ઇન્ડિયાની પાસે અનેક સારા ખેલાડી છે, જે ઓસ્ટ્રેલીયા માટે મુશ્કેલી પેદા કરી શકે છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ 17 ડીસેમ્બરે એડિલેડમાં શરુ થનારી છે. આ ડે-નાઇટ ટેસ્ટ રમાશે, જેમાં વિરાટ કોહલી રમશે અને પછી તે ભારત પરત ફરશે. 26 ડિસેમ્બરે બીજી ટેસ્ટ મેલબોર્નમાં, 7 જાન્યુઆરી 2021એ ત્રીજી ટેસ્ટ સિડનીમાં અને આખરી ટેસ્ટ 15 જાન્યુઆરીએ બ્રિસબેનમાં રમાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article