રોહિત શર્મા માટે હાલમાં મુશ્કેલ સમય વીતી રહ્યો છે. પહેલા આઇપીએલ 2020 દરમ્યાન ઇજા પહોંચી. જેના કારણે તે ઓસ્ટ્રેલીયા પ્રવાસ થી બહાર થઇ ગયો. હવે જ્યારે ઇજા થી બહાર આવ્યો છે, તો 14 ક્વોરન્ટાઇનમાં સમય પસાર કરી રહ્યો છે. હવે તે ઓસ્ટ્રેલીયા સામેની અંતિમ બે ટેસ્ટ મેચ રમશે.
પરંતુ આ પહેલા તેણે કોરોના વાયરસને લઇને પ્રોટોકોલને લઇ ક્વોરન્ટાઇન સમય પસાર કરવો પડશે. જ્યારે ટીમ ઇન્ડીયા મેલબર્ન ટેસ્ટની તૈયારીઓમાં લાગી ચુકી છે. રોહિત હાલમં બે બેડરુમના એપાર્ટમેન્ટમાં બંધ છે. જે સિડનીમાં છે. જ્યારે ટીમ મેલબર્નમાં છે. રોહિત શર્મા પોતાના રુમની બહાર પણ નિકળી શકતો નથી. ઇજાને લઇને તે ટીમ ઇન્ડિયાના બાયોબબલની બહાર થઇ ગયો હતો.
રોહિત શર્માએ 14 દિવસ આ જ રીતે પુરા કરવાના છે. તેના પછી જ તે રુમની બહાર નિકળી શકશે. અત્યારે તે રુમ ઇન્ડોર વર્ક આઉટ કરી રહ્યો છે. સાથે જ તે ટીવીના સહારે સમય વિતાવી રહ્યો છે. જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા પહોંચી હતી. ત્યારે બે દિવસ બાદ તેમને પ્રેકટીશ કરવા માટે મંજૂરી મળી હતી. કારણ કે ટીમના ખેલાડીઓ આઇપીએલના દરમ્યાન બાયોબબલમાં હતા. રોહિત માટે સમસ્યાની વાત એ છે કે, સિડનીમાં કોરોના કેસની સંખ્યા વધી છે. આવામાં ત્રીજી ટેસ્ટને લઇને પણ સંકટ તોળાઇ રહ્યુ છે. ઓસ્ટ્રેલીયા ના આરામમાં રહેલા બે ખેલાડીઓ ડેવિડ વોર્નર અને શોન એબટને પણ મેલબોર્ન બોલાવી લેવાયા છે.
રોહિત શર્મા પહેલા ટીમ ઇન્ડિયાની સાથે દુબઇ થી સીધો જ ઓસ્ટ્રેલીયા જનારો હતો. પંરતુ તેમના પિતાને કોરોના સંક્રમણ થવાને લઇને તે ભારત આવ્યા હતા. તેના ભારત આવવાને લઇને વિવાદ સર્જાયો હતો. કારણ કે કોહલીએ કહ્યુ હતુ કે, તેના ભારત જવાને લઇને પુરી જાણકારી નહોતી. તેણે તો ઓસ્ટ્રેલીયા આવવાનુ હતુ. બાદમાં સ્પષ્ટતા થઇ હતી કે રોહિત શર્માના પિતાને કોરોના થવાને લઇને તે ભારત આવ્યો હતો.