દક્ષિણ આફ્રિકા (South Africa) ના ઝડપી બોલર ડેલ સ્ટેને (Dale Steyn) ક્રિકેટ થી બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેણે કરેલી જાહેરાત મુજબ જે IPLની આગામી સિઝનમાં પણ નહી રમે. 37 વર્ષીય સ્ટેન એ બે ટ્વીટ કરીને એ પણ અટકળોને લઇને સ્પષ્ટતા કરી દીધી છે કે, તે ક્રિકેટમાંથી સંન્યાસ નથી લઇ રહ્યો. સ્ટેન IPL 2020 માં વિરાટ કોહલીની કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો હિસ્સો હતો. જેની પર RCBએ પણ એક ઇમોશનલ મેસેજ (emotional message) સાથે ટ્વીટ કર્યુ છે. તેણે લખ્યુ છે કે, તમે યાદ આવશો.
સ્ટેને પોતાની પ્રથમ ટ્વીટમાં કહ્યુ છ કે, ક્રિકેટ ટ્વીટ.. એક નાનકડો સંદેશ સૌને એ જાણકારી આપવા માટે કે, હું આ વર્ષે IPL માં RCB માટે રમી નહી શકુ. હું બીજી કોઇ ટીમ સાથે રમવાનુ નથી વિચારતો પરંતુ બસ કેટલાક દિવસો માટે રજાઓ લઇ રહ્યો છુ. મને સમજવા માટે RCBનો આભાર. ના હું સંન્યાસ પણ નથી લઇ રહ્યો.
https://twitter.com/RCBTweets/status/1345306387467780096?s=20
પોતાના બીજા ટ્વીટ મારફતે લખ્યુ કે, હું અન્ય લીગમાં રમીશ. મને જે કામ કરવામાં મજા આવે છે તેને માટે હું ખુદને કંઇક કરવાનો મોકો આપુ છુ. હું મારી રમતને જારી રાખીશ. ના હું સન્યાસ નથી લઇ રહ્યો. વર્ષ 2021 સારુ નિવડે.
IPLમાં 2020 ની સીઝન દરમ્યાન સ્ટેન માત્ર એક જ વિકેટ ઝડપી શક્યો હતો. તેમજ તે માત્ર ત્રણ જ મેચ રમ્યો હતો. તેણે ઓગષ્ટ 2019માં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણાં કરી હતી. જોકે હાલમાં સિમીત ઓવરોની ક્રિકેટમાં જ સક્રિય છે. તેણે દક્ષિણ આફ્રિકાની ટીમ ની સાથે વિશ્વ કપ રમવાની ઇચ્છા પણ જાહેર કરી હતી.
https://twitter.com/DaleSteyn62/status/1345288474056921088?s=20