IND vs SA, WWC 2022: ભારતની સેમીફાઈનલની આશા પર પાણી ફરી વળ્યું,નો-બોલે રમત બગાડી

|

Mar 27, 2022 | 3:02 PM

દક્ષિણ આફ્રિકાએ છેલ્લા બોલે મેચ જીતી લીધી,દક્ષિણ આફ્રિકાએ ભારતને 3 વિકેટે હરાવ્યું, જેનો પૂરો ફાયદો વેસ્ટ ઈન્ડિઝને મળ્યો.

IND vs SA, WWC 2022: ભારતની સેમીફાઈનલની આશા પર પાણી ફરી વળ્યું,નો-બોલે રમત બગાડી
ICC Women's World Cup South Africa win by 3 wickets against India at Christchurch
Image Credit source: ICC

Follow us on

IND vs SA, WWC 2022: ICC મહિલા વિશ્વ કપ 2022ની ખૂબ જ મહત્વપૂર્ણ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવ્યું. આ હાર સાથે ભારતની સેમિફાઈનલ (Semifinals)માં પહોંચવાની આશાઓ પણ ઠગારી નીવડી હતી. દક્ષિણ આફ્રિકા (South Africa)એ ભારતને 3 વિકેટે હરાવ્યું. ભારતની હાર બાદ તે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.

ભારત સામે આ તેનો સૌથી મોટો રન ચેઝ

ભારતે દક્ષિણ આફ્રિકા સામે 275 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જે તેણે ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી રોમાંચક મેચના છેલ્લા બોલ પર હાંસલ કરી લીધો હતો.275 રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ ભારત સામે નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારત સામે આ તેનો સૌથી મોટો રન ચેઝ છે. આ પહેલા તેણે ભારત સામે 267 રનના સૌથી સફળ રન ચેઝ કર્યા હતા.

મેચનો રોમાંચ છેલ્લા બોલ સુધી રહ્યો

ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચનો રોમાંચ છેલ્લા બોલ સુધી રહ્યો હતો. મેચમાં 2 બોલ બાકી હતા ત્યારે દીપ્તિએ ડુ પ્રીઝની વિકેટ પડી હતી. એવું લાગી રહ્યું હતું કે, મેચ ભારતના હાથમાં છે. પરંતુ, પછી અમ્પાયરે તે બોલને નો બોલ જાહેર કર્યો. હવે દક્ષિણ આફ્રિકાને ફ્રી બોલ મળ્યો અને આ મેચનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી

આ પહેલા મેચમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન મિતાલી રાજના આ નિર્ણયે પણ રંગ લગાવ્યો. ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત શેફાલીના બેટથી રન બન્યા અને પાવરપ્લે એટલે કે પ્રથમ 10 ઓવરમાં ભારતનો સ્કોર 68 રન થયો. પરંતુ 12મી ઓવરમાં શેફાલીની વિકેટ પડતાની સાથે જ સ્કોર બોર્ડ પર પણ થોડો બ્રેક આવ્યો હતો.

શરૂઆતની વિકેટ માટે શેફાલી અને સ્મૃતિ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. જે બાદ મિતાલી અને સ્મૃતિએ ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પણ કરી હતી. જ્યારે આ જોડી તૂટી ત્યારે હરમનપ્રીતે મિતાલી સાથે મળીને સ્કોર બોર્ડમાં 50થી વધુ રન ઉમેર્યા હતા. પરિણામ એ આવ્યું કે, ભારતનો સ્કોર 40 ઓવરમાં 223 રન થઈ ગયો. પરંતુ, છેલ્લી 10 ઓવરમાં માત્ર 51 રન બનાવવાને કારણે ભારતનો સ્કોર બોર્ડ 300 રન સુધી પહોંચી શક્યો નહોતો.

આ પણ વાંચો : ICC Women World Cup: દક્ષિણ આફ્રિકા સામે ભારતે 274 રનનો સ્કોર ખડક્યો, મિતાલી, મંધાના અને શેફાલીની અડધી સદી

Published On - 2:19 pm, Sun, 27 March 22

Next Article