ICC Rankings: ભારતીય સ્ટારને મોટું નુકસાન, 3 મેચમાં માત્ર 22 રન બનાવીને પ્રથમ સ્થાન ગુમાવ્યું

|

Oct 12, 2021 | 8:38 PM

ઓસ્ટ્રેલિયાનો સમગ્ર પ્રવાસ ભારતીય બેટ્સમેન માટે દુ:ખદસ્વપ્નથી ઓછો ન હતો. અહીં રમાયેલી 8 ઈનિંગ્સમાં તેના બેટથી માત્ર 2 અડધી સદીઓ જ બહાર આવી.

ICC Rankings: ભારતીય સ્ટારને મોટું નુકસાન, 3 મેચમાં માત્ર 22 રન બનાવીને પ્રથમ સ્થાન ગુમાવ્યું
Indian women's team

Follow us on

ICC Rankings: તાજેતરનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) માટે સારો સાબિત થયો નથી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ‘મલ્ટી ફોર્મેટ સિરીઝ’માં 11-5 (પોઈન્ટ)થી હારી ગઈ હતી.

 

ઓસ્ટ્રેલિયાએ ટી-20 સીરિઝમાં પણ વનડેમાં શરૂ થયેલી જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો, જ્યારે એકમાત્ર ડે-નાઈટ ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ભારતીય ટીમ (Indian Team) આ સીરિઝમાં કેટલીક મેચોમાં જીતની નજીક આવી હતી, પરંતુ પછી ચૂકી ગઈ હતી.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

 

ટીમ માટે આ પ્રવાસમાં ઓપનર સ્મૃતિ મંધાના સૌથી સફળ બેટ્સમેન (Batsman) હતી, જ્યારે યુવા ઓપનર શૈફાલી વર્મા (Shafali Verma) માટે આ પ્રવાસ બહુ સફળ રહ્યો ન હતો. નિષ્ફળતા, ખાસ કરીને ટી 20 સીરિઝમાં  તેની ટી 20 રેન્કિંગ પર પણ અસર પડી, જ્યાં તેણે ઘણા મહિનાઓ પછી નંબર વનનું સ્થાન ગુમાવ્યું.

 

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય મહિલા ટીમ (Indian Women’s Team)ને વનડે સીરિઝમાં 1-2થી હરાવી હતી, જ્યારે ટી-20 સીરિઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટી-20 સિરીઝ (T20 series)ની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ત્યાં ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ સીરિઝમાં શેફાલીએ ત્રણેય ફોર્મેટમાં ઓપનર તરીકે કુલ 8 ઈનિંગ્સ રમી હતી, જેમાં તે માત્ર બે અડધી સદી (એક વનડે અને એક ટેસ્ટ) બનાવી શકી હતી. ટી 20 સિરીઝમાં તે 3 ઈનિંગ્સમાં માત્ર 22 રન જ બનાવી શકી હતી, જેમાં સૌથી વધુ સ્કોર 18 રનનો હતો.

 

બેથ મૂની નંબર વન પર

ટી 20 સીરિઝ (T20 series)ના આ પ્રદર્શનની રેન્કિંગ પર અસર પડી હતી અને તેણે ઓસ્ટ્રેલિયાના ઓપનર બેથ મૂની સામે પ્રથમ સ્થાન ગુમાવ્યું હતું. શૈફાલીના 726 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે બેથ મૂની 754 પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગઈ છે. મુનીએ T20I સીરિઝમાં ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બેટ્સમેને બીજી અને ત્રીજી મેચમાં અનુક્રમે 34 અને 61 રન બનાવ્યા હતા, જે ઓસ્ટ્રેલિયાની ટીમ જીતી હતી.

 

મંધાનાનું રેન્કિંગ યથાવત છે

બીજી બાજુ સ્ટાર ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) 709 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ સમગ્ર પ્રવાસ મંધાના માટે સારો હતો, જેમાં તેણે વન-ડે સીરિઝમાં સારી ઈનિંગ્સ રમ્યા બાદ ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. જોકે, ટી-20 સીરિઝ પણ તેના માટે બહુ સારી નહોતી. માત્ર ત્રીજી મેચમાં તેણે 52 રનની ઈનિંગ રમી હતી, જ્યારે તે પહેલા તેણે 17 અને 1 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેગ લેનિંગ સાથે ચોથા સ્થાને અને ઓપનર એલિસા હીલી છઠ્ઠા સ્થાને બેટિંગ રેન્કિંગમાં ટોપ 10માં કોઈ ફેરફાર થયો નથી. ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈન અને સુઝી બેટ્સ અનુક્રમે પાંચમા અને સાતમા ક્રમે છે.

 

રાજેશ્વરી ગાયકવાડને લાભ થયો

જ્યાં સુધી બોલરોની વાત છે, ડાબા હાથના ભારતીય સ્પિનર ​​રાજેશ્વરી ગાયકવાડ, જે બે ઈનિંગમાં પાંચ વિકેટ સાથે સીરિઝનો સૌથી સફળ બોલર હતી, તે 12માં સ્થાને પહોંચી ગયો છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​સોફી મૌલિનાએ પણ રેન્કિંગમાં ઘણો ફાયદો મેળવ્યો છે.

 

તે નવમા ક્રમે આવવા માટે 12 સ્થાનની છલાંગ લગાવીને બોલરોની યાદીમાં ટોપ 10માં પ્રવેશવામાં સફળ રહી છે. સોફીએ 5.60ની ઈકોનોમી રેટથી સીરિઝમાં ત્રણ વિકેટ લીધી હતી, જેણે ભારતીય ટીમને છેલ્લી બે મેચમાં મોટો સ્કોર કરતા અટકાવી હતી.

 

આ પણ વાંચો : NHRC Foundation Day: પીએમ મોદીએ કહ્યું,ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને મહિલાઓને નવા અધિકારો આપ્યા

Next Article