T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન, આ 15 ખેલાડીઓનો થયો સમાવેશ

ICC T20 World Cup : T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 23 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. તેના માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યુ છે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન, આ 15 ખેલાડીઓનો થયો સમાવેશ
ICC T20 World Cup 2022 India Squad
Image Credit source: TV9 gfx
| Updated on: Sep 12, 2022 | 6:06 PM

India Cricket Team Selection For World Cup: એશિયા કપ પૂરુ થતા જ હવે ઓક્ટોબરમાં શરુ થનાર આઈસીસી ટી-20 વર્લ્ડ કપની તૈયારી શરુ થઈ ગઈ છે. ટી-20 વર્લ્ડ કપ માટે આજે ટીમ ઈન્ડિયાનું એલાન થઈ ગયુ છે. ભારતીય ટીમના સિલેક્ટર્સે કલાકોની ચર્ચા બાદ 15 ખેલાડીઓની પસંદગી કરી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-20 વર્લ્ડ કપ જીતવા ભારત સહિત દુનિયાની શ્રેષ્ઠ ટીમો મેદાનમાં ઉતરશે. છેલ્લા ઘણા સમયથી ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ  (Indian team) માટે કયા ખેલાડીની પસંદગી થશે, તેની ચર્ચા ચાલી રહી હતી. અંતે આજે જે ખેલાડી પર 130 કરોડથી વધારે ભારતીયોની આશા અને સપના પૂરા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તેનું એલાન થઈ ગયુ છે. BCCI દ્વારા ટ્વિટ કરીને પણ આ ખેલાડીની યાદી જાહેર કરવામાં આવી છે.

આ વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કપ્તાન રોહિત શર્માને બનાવવામાં આવ્યો છે. જ્યારે ઉપ-કપ્તાનની જવાબદારી કે.એલ રાહુલને સોંપવામાં આવી છે. આ ટીમમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ફરી ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ વખતે રિષભ પંતના ખરાબ ફોર્મ છતા, ભારે ચર્ચા બાદ તેને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પસંદગી કર્તાઓએ તેની પાસેથી સારા પ્રદર્શનની આશા રાખી રહ્યા છે.

 

ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (C), કેએલ રાહુલ (VC), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત (WK),દિનેશ કાર્તિક (WK),હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ

ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના સ્ટેન્ડબાય ખેલાડીઓ

મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર

ભારતની પહેલી મેચ આ તારીખે

ટી-20 વર્લ્ડ કપ 22 ઓક્ટોબરથી 13 નવેમ્બર વચ્ચે યોજાશે. જેમાં ભારતીય ટીમની પહેલી જ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. એટલે આ વર્ષે ટી-20 વર્લ્ડ કપનો આંરભ પ્રંચડ અને રોમાંચથી ભરપૂર હશે.

Published On - 5:32 pm, Mon, 12 September 22