આઈસીસી વર્લ્ડ કપ ફાઈનલ: ભારત સામે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ભારત પહેલા કરશે બેટિંગ

આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહા મુકાબલો, મેચ પહેલા ભારતના કપ્તાન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કપ્તાન પેટ કમિન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ યોજાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ફાઈનલમાં પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

આઈસીસી વર્લ્ડ કપ ફાઈનલ: ભારત સામે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ભારત પહેલા કરશે બેટિંગ
| Updated on: Nov 19, 2023 | 1:58 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023 ફાઈનલના મહા મુકાબલા પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાના કપ્તાન પેટ કમિનસે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

ફાઈનલમાં રોહિત શર્મા ટોસ હાર્યો

રાહ પૂરી થઈ. વર્લ્ડ કપ 2023ની ટાઈટલ સ્પર્ધા શરૂ થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન વચ્ચે ટોસ થયો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ હારી ગયો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.ટોસ બાદ રોહિત શર્મા અને પેટ કમિન્સે પણ કન્ફર્મ કર્યું છે કે કઈ પ્લેઈંગ ઈલેવન ફાઈનલમાં રમશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023માં બીજીવાર ટક્કર

વાસ્તવમાં, વર્લ્ડ કપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ બીજી ટક્કર છે. પરંતુ આ મેચ અગાઉના મુકાબલો કરતા અલગ છે કારણ કે તે ફાઈનલ છે. મતલબ કે અહીં બધું થોડું વધારે હશે. ભારતે વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ 6 વિકેટથી જીતી હતી. હવે જો તે બીજી એટલે કે અંતિમ સ્પર્ધા જીતશે તો તે ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બની જશે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન:

ભારતની પ્લેઈંગ ઈલેવન:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન:

ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (વિકેટ કીપર), મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), હેઝલવુડ, એડમ ઝમ્પા.

આ પણ વાંચો : વર્લ્ડ કપ જીતનાર ટીમને અસલી ટ્રોફી નથી મળતી! 2011ના વિવાદ બાદ મોટું સત્ય સામે આવ્યું હતું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:33 pm, Sun, 19 November 23