Team India Jersey Online: ટીમ ઈન્ડિયાની જર્સી કેવી રીતે ખરીદશો, કિંમત અને અન્ય વિગતો માટે મેળવો ખાસ માહિતિ

|

Oct 14, 2021 | 12:25 PM

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ટીમો ફરી એક વખત આમને -સામને થવા જઈ રહી છે. T20 વર્લ્ડ કપ 2021 (T20 WC 2021) માં, ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર 24 ઓક્ટોબરે થશે.

Team India Jersey Online: ટીમ ઈન્ડિયાની જર્સી કેવી રીતે ખરીદશો, કિંમત અને અન્ય વિગતો માટે મેળવો ખાસ માહિતિ
Team India T20 WC Jersey

Follow us on

Team India Jersey Online: ટીમ ઇન્ડિયાની જર્સી ઓનલાઈન કેવી રીતે ખરીદવી તેની કિંમત અને અન્ય વસ્તુઓની વિગતો જાણો,ઓફિશિયલ જર્સી ટીમ માટે રજુ કરવામાં આવી છે.

એમપીએલ (Mobile Premier League)ટીમ ઇન્ડિયાની કીટ માટે સત્તાવાર પ્રાયોજક છે. વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જર્સીનું અનાવરણ થતાં જ ચાહકો ઉત્સાહિત છે અને શક્ય તેટલી વહેલી તકે કીટ ખરીદવા માંગે છે.

જ્યારે ચાહકો સ્ટેડિયમથી ઘર સુધી ટીમને ખુશ કરે છે, ત્યારે તેઓ ઇચ્છે છે કે, તે ખેલાડીઓ જેવા જ રંગમાં રંગવામાં આવે. તો ચાલો અમે તમને જણાવીએ કે, તમે ટીમ ઇન્ડિયાની સત્તાવાર જર્સી કેવી રીતે ખરીદી શકો છો, અને તેમની કિંમત શું છે (India Jersey 2021 World Cup Price) વિરાટ કોહલીના નામે લખેલા ટી-શર્ટ માટે તમારે થોડા વધારાના પૈસા ચૂકવવા પડશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જે ચાહકો વર્લ્ડ કપ (t20 world cup ) માટે ટીમ ઈન્ડિયાની જર્સી ખરીદવા માંગે છે, તેઓએ પહેલા સ્પોન્સર એમપીએલ (Mobile Premier League)ની સત્તાવાર સાઇટની મુલાકાત લેવી પડશે,સાઇટ પર એખ લિંક નીચે આપેલ છે. તેના પર જઈ તમે જે જર્સી ખરીદવા માંગો છો તેના પર ક્લિક કરો.

તમને જણાવી દઈએ કે કોલર સાથે ટી-શર્ટ છે, તો કોલર વગર ટી-શર્ટ છે. સત્તાવાર જર્સીની કિંમત 1799 રૂપિયા રાખવામાં આવી છે. વિરાટ કોહલીનું નામ અને નંબર લખેલા નામ સાથે ભારતીય ક્રિકેટ ટીમની ટી-શર્ટની કિંમત રૂ. મહિલાઓ માટે આપવામાં આવતી જર્સીની કિંમત 1799 રૂપિયા છે, અને કોલર વગરની ટી-શર્ટની કિંમત 1699 રૂપિયા છે.

ટી 20 કેપ્ટન તરીકે વિરાટ કોહલી (Virat Kohli)ની આ છેલ્લી ટુર્નામેન્ટ હશે. તે ટી 20 વર્લ્ડ કપ (t20 world cup )બાદ આ ફોર્મેટમાંથી કેપ્ટનશીપનું પદ છોડશે. વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સાથે થશે. આ પછી ટીમનું શેડ્યૂલ નીચે મુજબ રહેશે-

ટી 20 વર્લ્ડ કપ માટે ભારતનું શેડ્યૂલ

  • 24 ઓક્ટોબર – ભારત v/s પાકિસ્તાન, સાંજે 7:30 થી શરૂ થશે
  • 31 ઓક્ટોબર – ભારત v/sન્યૂઝીલેન્ડ, સાંજે 7:30 થી શરૂ થશે
  • 3 નવેમ્બર – ભારત v/s અફઘાનિસ્તાન, સાંજે 7:30 થી શરૂ થશે

આ પણ વાંચો : Aryan Khan Drug Case: પુણે પોલીસે આર્યન ડ્રગ કેસમાં એનસીબીના સાક્ષી કિરણ ગોસાઈ સામે લુકઆઉટ નોટિસ જારી કરી, આજે ફરી જામીન પર સુનાવણી

Next Article