તેમનું નામ વોશિંગ્ટન કેવી રીતે પડ્યું તેની પાછળ એક સુંદર સ્ટોરી છે. સુંદરના પિતા પણ તમિલનાડુ માટે રણજી ક્રિકેટ રમી ચૂક્યા છે. ચાલો હવે જણાવીએ કે સુંદરનું નામ વોશિંગ્ટન કેવી રીતે પડ્યું અને તે ટીમમાં બેટ્સમેનને બદલે બોલર કેવી રીતે બન્યો. તમને કદાચ એવું લાગતું હશે કે વોશિંગ્ટન સુંદર (Washington Sundar) નામ અમેરિકન શહેર વોશિંગ્ટન અથવા જ્યોર્જ વોશિંગ્ટનથી પ્રેરિત છે.તો એવું કશું જ નથી.
તેણે કહ્યું, ‘હું હિંદુ છું. અમારા ઘરથી બે શેરીઓ દૂર ex-army રહેતા હતા. તેને ક્રિકેટનો ઘણો શોખ હતો. તે અમારી મેચ જોવા માટે ગ્રાઉન્ડ પર આવતા હતા. તેણે મારી રમતમાં રસ લેવાનું શરૂ કર્યું. અહીંથી અમારી વચ્ચે સારો સંબંધ બંધાયો. સુંદરના પિતાના જણાવ્યા અનુસાર જ્યારે અમારી પરિસ્થિતિ ગરીબ હતી. વોશિંગ્ટન મારી માટે યૂનિફોર્મ ખરીદતો હતો. મારી સ્કુલ ફી પણ ભરતો હતો. તેમજ પુસ્તકો પણ ખરીદી આપતો હતો. પોતાની સાઈકલ પર મને ગ્રાઉન્ડ પર લઈ જતા હતા. તેમણે હંમેશા મારો ઉત્સાહ વધાર્યો છે.
મારા માટે તે ખુબ ખાસ હતા. જ્યારે રણજી ટ્રોફી માટે મારું સિલેક્શન થયું તો તે સૌથી વધુ ખુશ હતા. અને 1999માં વોશિંગ્ટનનું મૃત્યું થઈ ગયું. તેના થોડા દિવસો બાદ મારા પુત્રનું જન્મ થયો.તેણે કહ્યું મારી પત્નીની ડિલીવરી ખુબ જ ક્રિટિકલ હતી પરંતુ બધું સારી રીતે થઈ ગયું. હિન્દુ રિવાજ અનુસાર મે મારા પુત્રના કાનમાં ભગવાનનું નામ લીધું. પરંતુ મે પહેલા જ નક્કી કરી લીધું હતુ કે, મારા પુત્રનું નામ એ વ્યક્તિ પર રાખીશ જેને મારા માટે ખુબ મહેનત કરી છે.સુંદર શરૂઆતમાં માત્ર બેટ્સમેન બનવા માંગતો હતો, પરંતુ તે ઓફ સ્પિનર બન્યો. સુંદરના કહેવા પ્રમાણે, શરૂઆતના દિવસોમાં જ્યારે તે ક્રિકેટ રમતો હતો, ત્યારે તે બેટિંગ કે બોલિંગ કરતો હતો.
પોતાના નામના કારણે ચર્ચાનો વિષય બનેલા ક્રિકેટર વોશિંગ્ટન સુંદર હંમેશા 555 નંબરની જર્સી પહેરીને રમે છે. નામની જેમ સુંદરના જર્સી નંબરનો પણ ખાસ અર્થ છે. આરસીબી તરફથી રમતા સુંદરે પોતે આ રહસ્ય ખોલ્યું છે.એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં સુંદરે જણાવ્યું કે આ જર્સી નંબર પાછળ તેની જન્મતારીખ અને જન્મ સમય સૌથી મોટું કારણ છે. સુંદરનો જન્મ 5 ઓક્ટોબરે સવારે 5.05 વાગ્યે થયો હતો. તેથી જ તે 555 નંબરની જર્સી પહેરીને મેદાનમાં ઉતરે છે.