કહે છે ને કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી જ પ્રતિભા બહાર આવતી હોય છે. ભારતીય ટીમે (Team India) પણ આ વાતને ઓસ્ટ્રેલીયા (Australia)માં વિજય ઇતિહાસ રચીને યોગ્ય સાબિત કરી છે. મેદાનની અંદર જ નહી મેદાનની બહાર પણ પડકારોનો સામનો કરનારા, યુવા ખેલાડીઓને પડકારોનો સામનો કરવો કરવાની હિંમત વારસામાં મળી છે. બ્રિસબેન (Brisbane Test)માં ભારતીય જીતના શિલ્પીઓમાં હિંમતની કોઇ જ કમી દેખાઇ નહોતી. મુશ્કેલ સ્થિતીમાં પણ ટીમે જે સંઘર્ષ કરી દેખાડ્યો છે, તે કાબિલે તારીફ છે. ટીમમાં કોઇ ખેલાડી મોટા શહેરનો છે, તો કોઇ નાનકડા ગામનો. તેમણે પોતાની સફળતાની કહાની લખવાની શરુઆત કરી હતી.
ભારતે લગાતાર બીજી વખત ઓસ્ટ્રેલીયાને તેના જ આંગણામાં ટેસ્ટ સિરીઝમાં હરાવી દીધુ હતુંં. બ્રિસબેન ટેસ્ટમાં ભારતે ત્રણ વિકેટે જીત મેળવી હતી, એ સાથે જ 2-1 થી સિરીઝ પણ જીતી લીધી હતી. એડિલેડ ટેસ્ટમાં નિરાશાજનક હાર જરુર મળી હતી. તેમાં ભારતી ટીમ માત્ર 36 રન જ પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. જોકે આ હારથી જાણે કે ખેલાડીઓ પ્રેરણા લીધી હતી અને જીતની કેડી કંડારી લીધી હતી. આવો જાણીએ ટીમ ઇન્ડીયાના સંઘર્ષશીલ ખિલાડીઓની કહાની.
ઋષભ પંતઃ રુડ઼કીને આમ તો શ્રેષ્ઠ IIT સહિત શ્રેષ્ઠ એન્જીન્યરીંગ કોલેજના રુપે ઓળખવામાં આવે છે. પરંતુ રુડ઼કી પંતનુ શહેર છે. પંત બાળપણના દિવસોમાં પોતાની મા સાથે દિલ્હી જઇને સોનેટ ક્લબમાં અભ્યાસ કરવા બાદ ગુરુદ્વારામાં આરામ કરતો હતો. તેના પિતા રાજેન્દ્ર પંતના નિધન બાદ પણ તેણે આઇપીએલમાં મેચ રમવાની જારી રાખી હતી.
મંહમદ સિરાજઃ સિરાજ હૈદરાબાદમાં ઓટો ચાલક મહંમદ ગૌસનો પુત્ર છે. ટીમની સાથે ઓસ્ટ્રેલીયા પહોંચ્યા બાદ તેના પિતાનુ નિધન થયુ હતુ, પરંતુ તેણે ટીમની સાથે બન્યા રહેવાનુ પસંદ કર્યુ હતુંં. તે પોતાની પ્રથમ સિરીઝમાં પાંચ વિકેટ ઝડપવાનુ કારનામુ દેખાડી શક્યો હતો. જેને તેણે પોતાના પિતાને સમર્પિત કરતા ભાવુક થઇ ગયો હતો. આ યુવા ખેલાડીએ પ્રવાસ દરમ્યાન વંશિય ટીપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં પણ તેણે પોતાને સંભાળી પ્રદર્શન પર સહેજે આંચ આવવા નહોતી દીધી.
નવદિપ સૈનીઃ કરનાલના બસ ચાલકનો પુત્ર નવદિપ માત્ર એક હજાર રુપિયામાં દિલ્હીમાં ટેનિસ બોલ ક્રિકેટ રમતો હતો. દિલ્હીનો પ્રથમ શ્રેણી ખેલાડી સુમિત નરવાલે તેને રણજી ટ્રોફીમાં નેટ અભ્યાસ માટે લઇ ગયો હતો, જ્યાં તત્કાલિન કેપ્ટન ગૌતમ ગંભીરે તેને ટુર્નામેન્ટ માટે પસંદ કરી લીધો હતો. ગંભીરે તેના માટે વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો, કારણ કે તે દિલ્હીની બહારનો ખેલાડી હતો. ગંભીર તેના નિર્ણય પર અડ્યો રહ્યો હતો. સૈનીને ટીમની બહાર કરવા પર રાજીનામુ આપી દેવા સુધીની ધમકી આપી હતી.
શુભમન ગીલઃ વિરાટ કોહલીના ઉત્તરાધીકારી એટેલે કે ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવે છે. આ ખેલાડીનો જન્મ પંજાબના ફાજિલ્કાના એક ગામમાં સંપન્ન ખેડુત પરિવારમાં થયો હતો. તેના દાદાએ પોતાના સૌથી પ્યારા પૌત્ર માટે ખેતરમાં જ પિચ તૈયાર કરી દીધી હતી. તેના પિતા પણ પુત્રની ક્રિકેટની મહત્વકાંક્ષા પુરી કરવા માટે ચંદિગઢમાં રહેવાનો નિર્ણય કર્યો હતો. તે ભારત તરફ થી અંડર-19 વિશ્વ કપ ટીમ સદસ્ય રહ્યો હતો. તાજેતરમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા કિસાન આંદોલનને સમર્થન આપ્યુ હતુંં.
ચેતેશ્વર પુજારાઃ રાજકોટનો આ ખેલાડી વધારે ભાવનાઓને વ્યક્ત નથી કરતો. મુશ્કિલ પરિસ્થિતીઓનો સામનો કરીને તે માનસિક રીતે મજબૂત ખેલાડી બન્યો હતો. જેમાં તેના પિતા અને કોચ અરવિંદ પુજારાએ ખૂબ યોગદાન આપ્યુ છે. જૂનિયર ક્રિકેટ રમવા દરમ્યાન તેની માતાનુ નિધન થયુ હતુંં, પરંતુ તે લક્ષ્યથી ભટક્યો નહોતો.
શાર્દુલ ઠાકુરઃ પાલઘરના આ ખેલાડીએ 13 વર્ષની ઉંમરમાં જ સ્કૂલ ક્રિકેટ (હેરિશ શિલ્ડ) માં એક જ ઓવરમાં છ છગ્ગા લગાવી દીધા હતા. તે વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય સ્કૂલનો વિદ્યાર્થી છે, જ્યાં રોહિત શર્મા પણ અભ્યાસ કરતો હતો. આ બંને ખેલાડીઓને દિનેશ લાડે કોચિંગ કર્યુ હતુંં.
વોશિંગ્ટન સુંદરઃ તેના પિતાએ તેમના મેન્ટોર પીડી વોશિંગ્ટનના સન્માન માટે સુંદર નામ સાથે વોશિંગ્ટનને જોડ્યુ હતુંં. તે 2016માં અંડર-19 ટીમમાં ઓપનર હતો. તેની ઓફ સ્પિન જોઇને રાહુલ દ્રાવિડ અને પારસ મહામ્બ્રેએ તેને બોલીંગ પર ધ્યાન આપવા માટેની સલાહ આપી હતી.
ટી નટરાજનઃ તામિલનાડુના સુદૂર ગામ છિન્નપ્પમપટ્ટીના આ ખેલાડી શ્રમીકનો પુત્ર છે. તેની પાસે બોલીંગ માટે જરુરી એવા સ્પાઇક્સ વાળા શૂઝ ખરીદવાના પણ પૈસા નહોતા. તે પોતાની વાસ્તવિકતાને નથી ભૂલ્યો, તેણે પોતાના જ ગામમાં ક્રિકેટ એકેડમી શરુ કરી છે.
અજીંક્ય રહાણે, કેપ્ટનઃ બાળપણના દિવસોમાં ક્રિકેટ રમવા માટે લોકલ ટ્રેનમાં મુંલુંડથી આઝાદ અને ક્રોસ મેદાનની યાત્રા કરતો. રહાણે કરાટે ચેમ્પિયન એટલે કે બ્લેક બેલ્ટ છે. તેનુ કૌશલ્ય પૂર્વ ભારતીય બેટ્સમેન પ્રવિણ આમરેની દેખરેખ હેઠળ નિખર્યુ હતુંં. રહાણેએ પ્રથમ ટેસ્ટ શ્રેણી પદાર્પણ પાકિસ્તાનમાં કર્યુ હતુંં. રણજી ચેમ્પીયન મુંબઇ અને કાયદે આઝમ ટ્રોફી ચેમ્પિયન કરાંચી અર્બન્સ વચ્ચે મેચ રમાઇ હતી.
આ પણ વાંચો: GOLD: ઘરે બેઠા જ એક રૂપિયામાં સોનું ખરીદવું છે? જાણો કેવી રીતે!