Harbhajan Singh : હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, 23 વર્ષની કારકિર્દીને અલવિદા કહી

Harbhajan Singh Announces Retirement ભારતના દિગ્ગજ સ્પિન બોલર હરભજન સિંહે વર્ષ 1998માં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

Harbhajan Singh : હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, 23 વર્ષની કારકિર્દીને અલવિદા કહી
Harbhajan Singh Announces Retirement
| Edited By: | Updated on: Dec 24, 2021 | 2:58 PM

Harbhajan Singh : ભારતના દિગ્ગજ સ્પિન બોલર હરભજન સિંહે (Spin bowler Harbhajan Singh)શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હરભજન સિંહે વર્ષ 1998માં ડેબ્યૂ કર્યું હતું અને હવે 23 વર્ષે તેણે ક્રિકેટ (Cricket)ને હંમેશ માટે અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. હરભજન સિંહે  (Harbhajan Singh)માત્ર 17 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી અને આજે તેની ઉંમર 41 વર્ષની છે.

 

હરભજન સિંહે  (Harbhajan Singh)વર્ષ 1998માં ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)માં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે તે જ વર્ષે ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 2006માં સાઉથ આફ્રિકા  (South Africa)સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું.

હરભજન સિંહની કારકિર્દી શાનદાર રહી છે

વર્ષ 2015 સુધી, તેણે 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ લીધી જ્યારે બે સદીની મદદથી 2235 રન બનાવ્યા. તે જ સમયે, 236 મેચોમાં, તેણે 269 વિકેટ લીધી અને 1237 રન બનાવ્યા. T20ની વાત કરીએ તો અહીં તેના નામે 28 મેચમાં 25 વિકેટ છે. હરભજન સિંહ ભારત માટે અનિલ કુંબલે અને આર અશ્વિન પછી ત્રીજા નંબરના સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર છે. હરભજન સિંહ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી પણ રમી ચૂક્યો છે જેમાં તેણે કુલ 150 વિકેટ લીધી છે.

રાજકારણમાં જવાની ચર્ચા 

તાજેતરમાં પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ હરભજન સિંહને મળ્યા હતા. ત્યારથી ચર્ચા છે કે હરભજન સિંહ ટૂંક સમયમાં રાજકારણમાં જોડાઈ શકે છે. જો કે, તે સમયે અનુભવી ખેલાડીએ તેને માત્ર અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે તે નવજોત સિંહ સિદ્ધુને ક્રિકેટર તરીકે મળ્યો હતો. તે જ સમયે, થોડા સમય પહેલા એવા અહેવાલ પણ આવ્યા હતા કે પંજાબનો આ સ્ટાર નિવૃત્તિ પછી IPL ટીમના સપોર્ટ સ્ટાફ તરીકે જોડાઈ શકે છે. જો કે તેની પણ પુષ્ટિ થઈ નથી.

આ પણ  વાંચો : Omicron Alert: યુપીમાં રાતના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુની જાહેરાત, લગ્નમાં 200 લોકોને મંજૂરી, સીએમ યોગીએ નવા નિર્દેશ જારી કર્યા

Published On - 2:39 pm, Fri, 24 December 21