ટોકિયો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં ગુરૂપ્રિતસિંહ (Gurpreet Singh) 50 કિમિની રેસમાં ક્રેંપને કારણે ફાઈનલમાં ન પહોચી શકતા નિરાશા. પુરુષોની 50 કિલો મીટર પૈદલ ચાલ સ્પર્ધામાં ઓલિમ્પિક થી નિરાશાજનક સમાચાર છે. ભારતીય રેસ વોલ્કર (Indian race walker) ગુરપ્રિત સિંહ પોતાની રેસને પુરી કરી શક્યા નહોતા. ગુરપ્રિત સિંહે 14 મા સ્થાન થી રેસની શરુઆત કરી હતી. પરંતુ તેઓ રેસમાં સતત પાછળ રહી રહ્યા હતા. અને આમ ભારતીય એથલેટ રેસ પુર્ણ કરવાથી દૂર થતા જઇ રહ્યા હતા.
એથલેટ ગુરપ્રિત સિંહ 50 કિલો મીટરની રેસને અધવચ્ચે થી જ છોડી દઇ બહાર નિકળી ગયા હતા. 35 કિલોમિટરની રેસ બાદ ભારતીય રેસ વોલ્કરને ભેજવાળી સ્થિતીમાં તકલીફ જણાતા તેઓ હટી ગયા હતા. ગુરુપ્રિત સિંહ સહિત રેસ દરમ્યાન કુલ નવ ખેલાડીઓ રેસમાંથી હટી ગયા હતા અથવા અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.
હવે ભારતીય મહિલા હોકી ટીમ પાસેથી અપેક્ષા આજે રાખવામાં આવી રહી છે. મહિલા હોકી ટીમ ગ્રેટ બ્રિટન સામે ટક્કર લેનારી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.
Published On - 6:25 am, Fri, 6 August 21