ગુજરાતનો હરમીત દેસાઈ નેશનલ ગેમ્સ 2022માં ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યો

|

Sep 24, 2022 | 2:58 PM

નેશનલ ગેમ્સ 2022 માં સુરત ખાતે રમાઇ રહેલ ટેબલ ટેનિસ પ્રતિયોગિતામાં ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઇએ સેમિફાઇનલ મુકાબલામાં તમિલનાડુના સાથિયાન જ્ઞાનસેકરનને 4-2 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ગુજરાતનો હરમીત દેસાઈ નેશનલ ગેમ્સ 2022માં ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યો
Gujarat's Harmeet Desai reaches finals of Men's singles event in table tennis in National Games 2022

Follow us on

નેશનલ ગેમ્સ 2022 (National Games 2022) માં સુરત ખાતે રમાઇ રહેલ ટેબલ ટેનિસ (Table Tennis) પ્રતિયોગિતામાં ગુજરાતના સ્ટાર પેડલર હરમિત દેસાઇએ (Harmeet Desai) સેમિફાઇનલ મુકાબલામાં તમિલનાડુના સાથિયાન જ્ઞાનસેકરનને 4-2 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હરમીતે અગાઉ પ્રતિયોગિતામાં પુરૂષોની ટીમ ઇવેન્ટમાં ગુજરાતને સુવર્ણ ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નેશનલ ગેમ્સ 2022 માં ટેબલ ટેનિસ પ્રતિયોગિતાનો ગુજરાતના સુરત ખાતે 20-24 સપટેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે કારણ કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચીન ખાતે વિશ્વ ટેબલ ટેનિસ પ્રતિયોગિતાનું આયોજન થવાનું છે.

અચંતા શરથ કમલ, જી સાથિયાન અને મનિકા બત્રા સહિતના વિશ્વ ચેમ્પિયનશિપમાં જનારા સ્ટાર્સની હાજરી સુનિશ્ચિત કરવા માટે નેશનલ ગેમ્સની ટેબલ ટેનિસ સ્પર્ધા 29 સપ્ટેમ્બરના રોજ ઉદ્ઘાટન સમારોહ પહેલાં યોજવામાં આવી છે. 30 સપ્ટેમ્બરે ચીનના ચેંગડુમાં વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ શરૂ થઈ રહી હોવાથી ટેબલ ટેનિસના શેડ્યૂલને આગળ વધારવું પડ્યું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સેમિફાઇનલમાં હરમિત દેસાઇની શાનદાર જીત

નેશનલ ગેમ્સ 2022 માં સુરત ખાતે રમાઇ રહેલ ટેબલ ટેનિસ પ્રતિયોગિતામાં ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઇએ સેમિફાઇનલ મુકાબલામાં તમિલનાડુના સાથિયાન જ્ઞાનસેકરનને 4-2 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હરમીતે 6 સેટના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં સાથિયાનને 11-7 , 11-8 , 9-11 , 8-11 , 11-7 , 11-9 થી માત આપી હતી.

પુરૂષ સિંગલ્સના સેમિફાઇનલમાં ગુજરાતના હરમીતે ટોપ સીડ ખેલાડી જી સાથિયાનને હરાવીને અપસેટ સર્જ્યો હતો. ટુર્નામેન્ટ અગાઉ જી સાથિયાનને ટોપ સીડ આપવામાં આવ્યો હતો અને ગુજરાતના હરમીતને ચોથો સીડ આપવામાં આવ્યો હતો. તેથી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ માટે જી સાથિયાન ફેવરીટ મનાતો હતો.

 

 

ફાઇનલમાં હરમીત અને સૌમ્યજીતની ટક્કર

પુરૂષ સિંગલ્સના ફાઇનલ મુકાબલામાં હરમીતની મેચ હરિયાણાના સૌમ્યજીત ઘોષ સામે રમાશે. બીજી સેમિફાઇનલ મેચમાં હરિયાણાના સૌમ્યજીત ઘોષે ગુજરાતના માનુષ શાહને માત આપી હતી. સેમિફાઇનલ મેચમાં હરિયાણાના સૌમ્યજીત ઘોષે ગુજરાતના માનુષ શાહને 4-1 થી માત આપી હતી. 5 સેટની મેચમાં સૌમ્યજીત ઘોષે માનુષને 8-11, 11-9, 12-10, 11-5, 11-9 થી માત આપી હતી.

માનુષે પ્રથમ સેટ જીત્યો હતો પણ પછી મેચ પરથી પકડ ગુમાવી હતી અને ચાર સેટ ગુમાવ્યા હતા. માનુષની હાર સાથે ઓલ ગુજરાત ફાઇનલની તક ગુજરાતના ટેબલ ટેનિસ ચાહકોએ ગુમાવી હતી. સેમિફાઇનલમાં હારના કારણે માનુષ શાહે બ્રોન્ઝ મેડલ સાથે સંતોષ કરવો પડશે. દિવસના કાર્યક્રમ પ્રમાણે પુરૂષ સિંગલ્સનો ફાઇનલ મુકાબલો 24 સપ્ટેમ્બરે સાંજે 5:15 વાગ્યે શરૂ થશે.

Next Article