National Games 2022 માં ગુજરાતે ટ્રાયથલોનમાં જીત્યો સિલ્વર મેડલ

|

Oct 11, 2022 | 1:44 PM

નેશનલ ગેમ્સ 2022 માં ગુજરાતે ટ્રાયથલોન મિક્સડ ટીમ રિલે ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. આ સાથે ગુજરાતનો મેડલ આંક 44 પર પહોંચી ગયો છે. ગુજરાતે 13 ગોલ્ડ, 13 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

National Games 2022 માં ગુજરાતે ટ્રાયથલોનમાં જીત્યો સિલ્વર મેડલ
Gujarat won silver medal in Triathlon

Follow us on

નેશનલ ગેમ્સ 2022 માં (National Games 2022) ગુજરાતે ટ્રાયથલોન (Triathlon) મિક્સડ ટીમ રિલે ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે ગુજરાતનો મેડલ આંક 44 પર પહોંચી ગયો છે. ગુજરાતે 13 ગોલ્ડ, 13 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગુજરાતે 13 મો ગોલ્ડ યોગાસનમાં (Yogasana) જીત્યો હતો. મહિલાઓની રિથમીક યોગાસન ઇવેન્ટમાં ગુજરાતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નેશનલ ગેમ્સ 2022 નો અંત 12 ઓક્ટોબરે થશે. 36 મા નેશનલ ગેમ્સનનો સમાપન સમારોહ 12 ઓક્ટોબરે સુરત (Surat) ખાતે યોજાશે. આગામી નેશનલ ગેમ્સ ગોવા (Goa) ખાતે યોજાશે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

ગુજરાતે ટ્રાયથલોન મિક્સડ ટીમ રિલે ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો

નેશનલ ગેમ્સ 2022 માં ટ્રાયથલોનની ઇવેન્ટનું આઇઆઇટી ગાંધીનગર ખાતે આયોજન થઇ રહ્યું છે. ટ્રાયથલોન મિક્સડ ટીમ રિલે ઇવેન્ટમાં ગુજરાતે રજત પદક જીત્યો હતો. આ ઇવેન્ટમાં તમિલનાડુએ ગોલ્ડ મેડલ તો મણિપુરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમિલનાડુએ 1:59:00 કલાકના ટાઇમ સાથે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું તો ગુજરાતે 1:59:41 કલાકના સમય સાથે બીજું તો મણિપુરે 2:00:24 કલાકના સમય સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ મિક્સડ ટ્રાયથલોન રિલે ઇવેન્ટમાં 250 મીટર સ્વિમિંગ, 7.8 કિલોમીટર બાઇક રેસ અને 2.6 કિલોમીટર દોડ નો સમાવેશ થાય છે.

 

 

ગુજરાતને 13 મો ગોલ્ડ યોગાસનમાં મળ્યો હતો

ગુજરાતને 13 મો ગોલ્ડ મેડલ યોગાસનમાં મહિલાઓની રિથમીક ઇવેન્ટમાં મળ્યો હતો. યોગસનમાં ગુજરાતે ગોલ્ડ, મહારાષ્ટ્રએ સિલ્વર તો કર્ણાટકે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગુજરાત તરફથી પૂજા અને કોમલની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહારાષ્ટ્ર તરફથી કલ્યાણી અને છકુલીએ સિલ્વર તો કર્ણાટકની કુશી અને પ્રણામ્યની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગુજરાતનો સ્કોર 122.16, મહારાષ્ટ્રનો સ્કોર 120.36 તો કર્ણાટકનો સ્કોર 117.78 રહ્યો હતો.

 

 

Next Article