IPL 2023 માં 9 એપ્રિલ રવિવારે ડબલ હેડર દિવસ છે. દિવસની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ વચ્ચે રમાઈ રહી છે. ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા બિમાર છે, તેના સ્થાને રાશીદ ખાને સુકાન સંભાળ્યુ છે. રાશીદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. સિઝનની 13મી મેચ અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અમદાવાદ ગુજરાત ટીમનુ હોમગ્રાઉન્ડ છે. ગુજરાત ટાઈટન્સે સિઝનની ઓપનિંગ મેચમાં અહીં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યુ હતુ.
ગુજરાતની ટીમ સિઝનમાં 2 મેચ રમીને બંનેમાં જીત મેળવી છે. પોઈન્ટ્સ ટેબલમાં હાલમા ગુજરાત ટીમ ત્રીજા ક્રમે છે, પરંતુ કોલકાતાને હરાવીને ફરીથી ટોચના સ્થાને પહોંચી શકે છે. તો વળી કોલકાતાએ પણ ગુરુવારે ઈડન ગાર્ડન્સમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને હાર આપી હતી. આમ કોલકાતા સિઝનમાં પોતાની 2 મેચમાંથી એકમાં જીત અને એકમાં હાર મેળવી છઠ્ઠા ક્રમે છે. કોલકાતા વધુ 2 પોઈન્ટ સાથે પ્રદર્શન સુધારા તરફ લઈ જવા પ્રયાસ કરવાનો ઈરાદો રાખી મેદાનમાં ગુજરાતને ટક્કર આપશે.
અમદાવાદમાં રમાઈ રહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સ ટીમના ચાહકો માટે નિરાશાનજક સમાચાર છે. ટીમના સુકાની હાર્દિક પંડ્યાની તબિયત ઠીક નથી અને તેને લઈ તે આજની મેચમાં મેદાને ઉતર્યો નથી. હાર્દિક પંડ્યાના સ્થાને ગુજરાતની ટીમનુ સુકાન રાશિદ ખાન સંભાળી રહ્યો છે. હાર્દિકની જગ્યાએ ટીમમાં વિજય શંકરને સ્થાન આપવામાં આવ્યુ છે.
કોલકાતાની ટીમમાં 2 ફેરફાર હોવાનુ ટીમના કેપ્ટન નિતીશ રાણાએ બતાવ્યુ હતુ કે, 2 ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં મનદીપ સિંહના સ્થાને એન જગદીશન અને ટીમ સાઉથીના સ્થાને લોકી ફરગ્યુશનને લેવામાં આવ્યો છે.
ગુજરાત ટાઈટન્સઃ શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, ડેવિડ મિલર, વિજય શંકર, સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન (કેપ્ટન), જોશ લિટલ, અલઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી
કોલકાતા નાઈટ રાઈડર્સઃ એન જગદીશન, રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), નીતીશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નરેન, વેંકટેશ ઐયર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 3:21 pm, Sun, 9 April 23