AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs KKR Playing XI IPL 2023: ગુજરાત ટાઈટન્સને ઝટકો, હાર્દિક પંડ્યા બિમારીને લઈ નહીં રમે, રાશિદ ખાને સંભાળ્યો મોરચો, ગુજરાતે ટોસ જીત્યો, જુઓ પ્લઈંગ 11

GT vs KKR Toss and Playing XI News: ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. હાર્દિક પંડ્યાની ટીમ સિઝનમાં પોતાની બંને મેચ જીત્યુ છે.

GT vs KKR Playing XI IPL 2023: ગુજરાત ટાઈટન્સને ઝટકો, હાર્દિક પંડ્યા બિમારીને લઈ નહીં રમે, રાશિદ ખાને સંભાળ્યો મોરચો, ગુજરાતે ટોસ જીત્યો, જુઓ પ્લઈંગ 11
GT vs KKR Toss and Playing XI News
| Updated on: Apr 09, 2023 | 3:56 PM
Share

IPL 2023 માં 9 એપ્રિલ રવિવારે ડબલ હેડર દિવસ છે. દિવસની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ વચ્ચે રમાઈ રહી છે. ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા બિમાર છે, તેના સ્થાને રાશીદ ખાને સુકાન સંભાળ્યુ છે. રાશીદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. સિઝનની 13મી મેચ અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અમદાવાદ ગુજરાત ટીમનુ હોમગ્રાઉન્ડ છે. ગુજરાત ટાઈટન્સે સિઝનની ઓપનિંગ મેચમાં અહીં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યુ હતુ.

ગુજરાતની ટીમ સિઝનમાં 2 મેચ રમીને બંનેમાં જીત મેળવી છે. પોઈન્ટ્સ ટેબલમાં હાલમા ગુજરાત ટીમ ત્રીજા ક્રમે છે, પરંતુ કોલકાતાને હરાવીને ફરીથી ટોચના સ્થાને પહોંચી શકે છે. તો વળી કોલકાતાએ પણ ગુરુવારે ઈડન ગાર્ડન્સમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને હાર આપી હતી. આમ કોલકાતા સિઝનમાં પોતાની 2 મેચમાંથી એકમાં જીત અને એકમાં હાર મેળવી છઠ્ઠા ક્રમે છે. કોલકાતા વધુ 2 પોઈન્ટ સાથે પ્રદર્શન સુધારા તરફ લઈ જવા પ્રયાસ કરવાનો ઈરાદો રાખી મેદાનમાં ગુજરાતને ટક્કર આપશે.

હાર્દિકના સ્થાને વિજય શંકર

અમદાવાદમાં રમાઈ રહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સ ટીમના ચાહકો માટે નિરાશાનજક સમાચાર છે. ટીમના સુકાની હાર્દિક પંડ્યાની તબિયત ઠીક નથી અને તેને લઈ તે આજની મેચમાં મેદાને ઉતર્યો નથી. હાર્દિક પંડ્યાના સ્થાને ગુજરાતની ટીમનુ સુકાન રાશિદ ખાન સંભાળી રહ્યો છે. હાર્દિકની જગ્યાએ ટીમમાં વિજય શંકરને સ્થાન આપવામાં આવ્યુ છે.

કોલકાતાની ટીમમાં 2 ફેરફાર હોવાનુ ટીમના કેપ્ટન નિતીશ રાણાએ બતાવ્યુ હતુ કે, 2 ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં મનદીપ સિંહના સ્થાને એન જગદીશન અને ટીમ સાઉથીના સ્થાને લોકી ફરગ્યુશનને લેવામાં આવ્યો છે.

ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ 11

ગુજરાત ટાઈટન્સઃ શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, ડેવિડ મિલર, વિજય શંકર, સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન (કેપ્ટન), જોશ લિટલ, અલઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી

કોલકાતા નાઈટ રાઈડર્સઃ એન જગદીશન, રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), નીતીશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નરેન, વેંકટેશ ઐયર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી

આ પણ વાંચોઃ IPL 2023, MS Dhoni: ફ્લાઈટમાં ઉડતા પહેલા ધોની માટે પાયલટનો ખાસ સંદેશ. જાણો નહીં કરવા બતાવ્યુ? Video

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">