ગાવાસ્કરે કહ્યુ, ઓસ્ટ્રેલીયા માટે 250 થી વધારે સ્કોર મુશ્કેલ થશે, પૃથ્વી શોની ટેકનીક નબળી

|

Dec 19, 2020 | 7:16 AM

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કર નુ માનવુ છે કે એડિલેડની વિકેટ મુશ્કેલ છે. ભારતે ટેસ્ટ મેચ જીતવી હશે તો બીજી ઇનીંગમાં 250 થી વધુ રન બનાવવા પડશે. ગાવાસ્કરે કહ્યુ હતુ કે, ચોથી ઇનીંગ દરમ્યાન કાંગારુ ટીમને 250 કે તેથી વધુનુ ટાર્ગેટ ચેઝ કરવુ મુશ્કેલ હશે. પૃથ્વી શોની ટેકનીક નબળી હોવાનુ માનવુ છે. મેલબોર્ન ટેસ્ટમાં […]

ગાવાસ્કરે કહ્યુ, ઓસ્ટ્રેલીયા માટે 250 થી વધારે સ્કોર મુશ્કેલ થશે, પૃથ્વી શોની ટેકનીક નબળી

Follow us on

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કર નુ માનવુ છે કે એડિલેડની વિકેટ મુશ્કેલ છે. ભારતે ટેસ્ટ મેચ જીતવી હશે તો બીજી ઇનીંગમાં 250 થી વધુ રન બનાવવા પડશે. ગાવાસ્કરે કહ્યુ હતુ કે, ચોથી ઇનીંગ દરમ્યાન કાંગારુ ટીમને 250 કે તેથી વધુનુ ટાર્ગેટ ચેઝ કરવુ મુશ્કેલ હશે. પૃથ્વી શોની ટેકનીક નબળી હોવાનુ માનવુ છે. મેલબોર્ન ટેસ્ટમાં શુભમન ગીલને સ્થાન મળવાની આશા પણ દર્શાવી હતી.

સુનિલ ગાવાસ્કરે કહ્યુ હતુ કે, આ વિકેટ પર ભારતીય બેટ્સમેનોએ ખૂબ સંયમ સાથે રમવુ જોઇશે. તેમણે કહ્યુ હતુ કે, રન પણ બનાવવા પડશે અને વિકેટ પણ પોતાના હાથ પર રાખવી પડશે. એડિલેડની વિકેટ પર કંઇક ના કંઇક તો થઇ રહ્યુ છે, બેટીંગ કરવી ખૂબ મુશ્કેલ સાબિત થઇ રહ્યુ છે. પ્રથમ દિવસે જેટલો ઉછાળ મળતો હતો તેના થી પણ વધારે બોલ બાઉન્સ થઇ રહ્યો હતો. બીજા ત્રીજા અને ચોથા દિવસે બેટીંગ વધુ મુશ્કેલજનક બનશે. ગાવાસ્કરના મુજબ ટીમ ઇન્ડિયા જો બીજી ઇનીંગ રમતા 250 રન બનાવમાં સફળ નિવડે છે તો, તે રન ચેઝ કરવા મુશ્કેલ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગાવાસ્કરનુ માનવુ છે કે, ચોથા દિવસે જ મેચનુ પરિણામ આવી શકે છે. ગાવાસ્કરે ભારતીય ટીમની ફિલ્ડીંગની પણ આલોચના કરી છે. તેમણે કહ્યુ હતુ કે, આ મેચમાં ભારતીય ખેલાડીઓ કેચ પકડયા હોત તો વધારે સારુ હોત. કેચ ઝડપાતા તો ઓસ્ટ્રેલીયા કદાચ હાલ ના સ્કોર થી પણ ઓછા રન કરી શકત.

પૃથ્વી શોને લઇને કહ્યુ હતુ કે, જ્યારે પૃથ્વી શોને સ્થાન મળ્યુ તો મને એમ લાગ્યુ હતુ કે માસ્ટર સ્ટ્રોક સાબિત થશે. કારણ કે તે ઝડપી રન બનાવી ટીમને સારી શરુઆત કરાવવા માટે જાણીતો છે. જોકે તેની ટેકનીક સ્વિંગ બોલીંગ સામે કમજોર છે. ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમ્યાન ટેસ્ટ સીરીઝમાં પણ પૃથ્વી શો ફ્લોપ રહ્યો હતો. ઓસ્ટ્રેલીયા સામે તેની નબળી ટેકનીક ઉજાગર થઇ ગઇ છે. કદાચ મેલબોર્ન ટેસ્ટ માટે હવે પૃથ્વીના સ્થાને શુભમન ગીલને સ્થાન મળી શકે છે. જોકે તે ગીલ ઓપનર બેટ્સમેન છે ખરો અને ઓસ્ટ્રેલીયાના મજબૂત બોલીંગ આક્રમણને સહી શકશે કે કેમ તે સવાલ છે.

 

 

 

 

Next Article