
ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ એ પણ સચિન તેંડુલકરને વિશ કરવામાં પાછળ રહી નથી. તેણે લખ્યુ કે, આ માસ્ચર બ્લાસ્ટરના ઇતિહાસમાં રમાયેલી વિસ્ફોટક ઇનીંગસનુ જ પરિણામ છે કે, આપણે આજે ક્રિકેટને એક ઉત્સવના રુપે મનાવીએ છીએ.

આઇપીએલ 2021 માં દિલ્હી કેપિટલ્સ માટે રમનારા અજીંક્ય રહાણેએ બર્થડે વિશ કરતા લખ્યુ કે, ખૂબ ઓછા લોકો હોય છે કે જેઓ લોકોના ઇમોશન સાથે જોડાયેલા હોય છે. સચિન પાજી એવા જ છે.

CSK ના બેટ્સમેન સુરેશ રૈના પણ સચિન તેંડુલકરનો બર્થડે વિશ કરતા લખ્યુ હતુ કે, આ ક્રિકેટના પ્રતિ આપનો ઝનુન હતો. જેણે મને આ રમત સાથે પ્રેમ કરવાનુ શિખવ્યુ.

સચિન તેંડુંલકર ને તેના 48માં જન્મદિવસ પર વિશ કરવાને લઇને અન્ય ખેલાડીઓ પણ પાછળ રહ્યા નથી. મહિલા રેસલર સાક્ષી મલિક એ ટ્વીટ કર્યુ, હેપ્પી બર્થડે સચિન સર. દેશના એક એથલીટને પોતાના લક્ષ્યને પ્રતિ ફોકસ કરવા માટે નો શ્રેય આપને જાય છે.

સ્પ્રિન્ટર હિમા દાસ એ પણ સચિન તેંડુંલકરને વિશ કર્યુ હતુ. હિમાએ ટ્વીટ કર્યુ હતુ કે તમે આજે પણ યુવાઓને પ્રભાવિત કરી રહ્યા છો અને લોકો પણ કરતા રહેશે.