પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે ગુંજી ઉઠી કિલકારી, પત્ની હેઝલ કીચે આપ્યો પુત્રને જન્મ, ફેન્સને પ્રાઈવસીનું સન્માન કરવાની કરી અપીલ

|

Jan 26, 2022 | 6:51 AM

ODI વર્લ્ડ કપ 2011માં 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' રહેલા યુવરાજ સિંહે આ ખુશખબરી શેર કરતા લખ્યું હતું કે તે આ આશીર્વાદ માટે ભગવાનનો આભાર માને છે.

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે ગુંજી ઉઠી કિલકારી, પત્ની હેઝલ કીચે આપ્યો પુત્રને જન્મ, ફેન્સને પ્રાઈવસીનું સન્માન કરવાની કરી અપીલ
Yuvraj-Singh (File photo)

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહ (Yuvraj Singh) મંગળવારે પિતા બન્યા છે. તેની પત્ની હેઝલ કીચે પુત્રને જન્મ આપ્યો છે. યુવરાજે ટ્વીટર પર લખ્યું કે અમારા બધા ફેન્સ, પરિવારના સભ્યો અને મિત્રોને જણાવતા આનંદ થાય છે કે ભગવાને અમને પુત્રનાઆશીર્વાદ આપ્યા છે. તેમણે આ પ્રસંગે દરેકને પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ પણ કરી છે.

આ સારા સમાચાર શેર કરતા, ODI વર્લ્ડ કપ 2011માં ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ રહેલા યુવરાજ સિંહે લખ્યું કે તે આ આશીર્વાદ માટે ભગવાનનો આભાર માને છે. તેણે લખ્યું, “અમને એ જણાવતા આનંદ થાય છે કે આજે ભગવાને અમને પુત્રના આશીર્વાદ આપ્યા છે. અમે આ આશીર્વાદ માટે ભગવાનનો આભાર માનીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે તમે નાના બાળકને આ દુનિયામાં આવકારતી વખતે અમારી પ્રાઈવર્સીનું સન્માન કરો. પ્રેમ, હેઝલ અને યુવરાજ.”

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

T20 વર્લ્ડ કપ 2007 અને 2011માં ODI વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રહેલા યુવરાજે 2019માં ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ટી-20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ વિરુદ્ધ એક ઓવરના 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા તે ફેન્સને આજે પણ યાદ છે. ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ યુવરાજ સિંહે ફેબ્રુઆરી 2022થી ક્રિકેટના મેદાનમાં વાપસીનો સંકેત આપ્યો હતો. જોકે, તેણે એ નથી જણાવ્યું કે તે કઈ ટૂર્નામેન્ટ કે ટીમ માટે રમતા જોવા મળશે.

યુવરાજે ભારત માટે ઓક્ટોબર 2000માં કેન્યા સામેની વનડેમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું અને છેલ્લે જૂન 2017માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યું હતું. તેણે 304 વનડેમાં 36 રન બનાવ્યા હતા. તેણે 14 સદી અને 52 અડધી સદી સહિત 55ની સરેરાશથી 8701 રન બનાવ્યા. આ સાથે જ 40 ટેસ્ટમાં 1900 રન અને 58 T20માં 1177 રન તેના નામે છે.

આ પણ વાંચો : Budget 2022 : Online Education ને પ્રોત્સાહન આપવા વિશેષ જાહેરાતો થઇ શકે છે, સ્ટાર્ટઅપ્સને ટેક્સમાં છૂટ આપવા વિચારણા

આ પણ વાંચો : Budget 2022 : નાણાં મંત્રી PPF માં રોકાણ મર્યાદા બમણી કરવાની માંગ સ્વીકારે તો કર્મચારીઓને 80 લાખનું ફંડ મળશે

Next Article