Diego Maradona : આસામ પોલીસ (Assam Police) અને દુબઈ પોલીસ (Dubai Police) સાથે મળીને ચોરાયેલી લક્ઝરી ઘડિયાળ (Luxury watch) પરત મેળવી છે. આ ઘડિયાળને હેરિટેજ કહેવામાં આવી રહી છે જે દિવંગત ફૂટબોલર ડિએગો મેરાડોના વોચની છે. ડિએગો મારાડોના (Diego Maradona) એ મહાન આર્જેન્ટિનાના ફૂટબોલર હતા જેનું ગયા વર્ષે અવસાન થયું હતું. તેઓ 60 વર્ષના હતા.
આસામ પોલીસે જેની પાસેથી આ ઘડિયાળ મેળવી છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. આસામ પોલીસના ડીજીપી જ્યોતિ મહંતાએ દુબઈ પોલીસ સાથેના સંયુક્ત મિશનમાં માહિતી આપી હતી કે ડિએગો મારાડોનાની ઘડિયાળ આસામના ચરાઈડિયો જિલ્લામાંથી મળી આવી છે અને તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ શનિવારે ટ્વિટર દ્વારા માહિતી આપી હતી કે વાજિદ હુસૈન નામના વ્યક્તિની ઘડિયાળની રિકવરી માટે આસામમાં ધરપકડ કરવામાં આવી છે અને આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
In an act of international cooperation @assampolice has coordinated with @dubaipoliceHQ through Indian federal LEA to recover a heritage @Hublot watch belonging to legendary footballer Late Diego Maradona and arrested one Wazid Hussein. Follow up lawful action is being taken. pic.twitter.com/9NWLw6XAKz
— Himanta Biswa Sarma (@himantabiswa) December 11, 2021
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આસામ પોલીસે ભારતીય ફેડરલ લો એન્ફોર્સમેન્ટ એજન્સી (Federal Law Enforcement Agency)ઓ દ્વારા દુબઈ પોલીસ સાથે સંકલન કરીને આર્જેન્ટિનાના ફૂટબોલ ખેલાડી (Argentine footballer) ડિએગો મારાડોનાની ઘડિયાળ રિકવર કરી છે.
દિવંગત ફૂટબોલર ડિએગો મેરાડોનાની ઘડિયાળ મળી આવી
હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટર પર લખ્યું, “આંતરરાષ્ટ્રીય સહયોગના એક કાર્યમાં, ભારતીય ફેડરલ LEA દ્વારા આસામ પોલીસે દિગ્ગજ ફૂટબોલર દિવંગત ડિએગો મારાડોનાની ઘડિયાળને પુનઃપ્રાપ્ત કરવા અને વાજિદ હુસૈનની ધરપકડ કરવા માટે દુબઈ પોલીસ સાથે સંકલન કર્યું છે. કેન્દ્રીય એજન્સી દ્વારા દુબઈ પોલીસ તરફથી ઇનપુટ મળ્યા બાદ, આસામ પોલીસે શનિવારે સવારે 4 વાગ્યે શિવસાગરમાં તેના નિવાસસ્થાનથી આરોપીની ધરપકડ કરી હતી.
દુબઈમાં દિવંગત ફૂટબોલ ખેલાડીનો સામાન સંગ્રહ કરતી કંપનીમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતી વખતે આરોપીઓએ કથિત રીતે ડિએગો મારાડોનાના દ્વારા હસ્તાક્ષર કરેલ લિમિટેડ એડિશન હુબ્લોટ ઘડિયાળની ચોરી કરી હતી. ત્યારબાદ તે આ વર્ષે ઓગસ્ટમાં આસામ ભાગી ગયો હતો. આ મામલે આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Maharashtra: નવાબ મલિકને વાગ્યા સરકારી મહેમાનોનાં ભણકારા, કહ્યું કે ગાંધીજી ગોરા લોકો સામે લડ્યા, હું ચોરો સામે લડીશ