diet plan : ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડાલીસ્ટ પી.વી સિંધુના ફિટનેસનું શું છે રહસ્ય, તમે પણ જાણો

|

Aug 04, 2021 | 12:37 PM

ટોક્યો ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ સિંધુ ભારતની પ્રથમ મહિલા બની છે, જે સતત બે ઓલમ્પિક રમતોમાં દેશ માટે મેડલ જીત્યા છે. જાણો પીવી સિંધુના વર્કઆઉટ અને ડાયટ વિશે.

 diet plan : ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડાલીસ્ટ પી.વી સિંધુના ફિટનેસનું શું છે રહસ્ય, તમે પણ જાણો
ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડાલીસ્ટ પી.વી સિંધુના ફિટનેસનું શું છે રહસ્ય

Follow us on

diet plan : ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics)બેડમિન્ટન સિંગલ્સમાં બ્રોન્ઝમેડલ (Bronze medal)જીતનારી પીવી સિંધુએ નવો ઇતિહાસ રચ્યો છે. સિંધુ ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની છે જેમણે સતત બે ઓલમ્પિક રમતોમાં દેશ માટે મેડલ જીત્યા છે. ગત્ત વખત રિયો ઓલમ્પિકમાં સિંધુ ને સીલ્વર મેડલ (Silver medalજીતી દેશનું ગૌરવ વધાર્યું હતું.

ફરી એક વખત ઓલમ્પિક રમતોમાં બ્રોન્ઝ મેડલ (Bronze medal)જીત્યા બાદ સિંધુ નામની ચર્ચા થઈ રહી છે. પરંતુ તમને શું ખબર છે કે તે પોતાના સ્વાસ્થયને સ્ફુતિ અને ફિટ બનાવવા માટે પીવી સિંધુ તેમના શરીરનો ખયાલ કઈ રીતે રાખે છે? ચાલો તમને જણાવીઓ પી.વી સિંધુ (P.V. Sindhu)ના ફિટનેસનું રાઝ શું છે.

1. પીવી સિંધુ (P.V. Sindhu)પોતાની ફિટનેસને લઈને ખૂબ સચેત છે. તે જેટલી અઘરી ફિટનેસ ફોલો કરે છે, તે તેના આહારનું પણ ધ્યાન રાખે છે. સિંધુ મહિનાની શરૂઆતમાં તેના વર્કઆઉટ પ્લાનિંગ કરી લે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તેમના સેશનની ખાસિયત એ છે કે ઘૂંટણ અને ખભા સુધીની કસરતોનો સમાવેશ મહિનાની શરુઆતમાં કરી લે છે. તેનું વર્કઆઉટ સેશન રનિંગ અને સ્ટ્રેચિંગ વગર પૂર્ણ થતું નથી. તે એકાગ્રતા વધારવા માટે મેડિટેશન કરે છે.

2. જો આપણે સિંધુના ડાયટ (Diet)ની વાત કરીએ તો તે નાસ્તામાં દૂધ, ઇંડા અને ફળો લે છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે દિવસભર પુષ્કળ પાણી અને અન્ય પ્રવાહી લેતી રહે છે.તેમજ તળેલા વસ્તુઓ લેવાનું ટાળે છે.

3. તે લંચ અને ડિનરમાં શાકભાજી (Vegetables)અને ભાત ખાવાનું પસંદ કરે છે. ટુર્નામેન્ટ દરમિયાન તે ઘણીવાર ચિકન સાથે ચોખા ખાય છે. તેને હૈદરાબાદી બિરયાની પણ ખુબ પસંદ છે.

4. શરીરને ઉર્જાસભર રાખવા માટે, તે સેશનની વચ્ચે ડ્રાય ફ્રૂટ્સ અને ફળોનું સેવન કરતી રહે છે. આ ઉપરાંત, તે સમય સમય પર તેના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવા માટે લોહીનું ચેકઅપ કરાવે છે અને જરૂરિયાત મુજબ તેના આહારમાં ફેરફાર કરતી રહે છે.

5. કેક, પેસ્ટ્રી, આઈસ્ક્રીમ (Ice cream)અને ચોકલેટ તેની પ્રિય વસ્તુઓ છે. તે પોતાની જીત પછી આનંદ લેવા માટે આ વસ્તુઓ ખાય છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020: ભારતીય બેટ્સમેનની આંખ પર માર્યો બાઉન્સર, હવે તે બોલરના પુત્રએ ટોક્યો ઓલિમ્પિકમાં 400 મીટરમાં સિલ્વર મેડલ જીત્યો

Published On - 7:26 pm, Tue, 3 August 21

Next Article