Waka Waka સહિત ફિફા વર્લ્કપના આ થીમ સોન્ગ પર ઝૂમી ઉઠે છે દુનિયા, જાણો ફિફા વર્લ્કપના થીમ સોન્ગનો રસપ્રદ ઈતિહાસ

|

Nov 16, 2022 | 11:10 AM

આખી દુનિયામાં ફૂટબોલના કરોડો ચાહકો છે. ફિફા વર્લ્ડકપ જ્યારે પણ થાય છે ત્યારે તેના આધિકારિક સોન્ગ આખી દુનિયાને નાચવા માટે મજબૂર કરી દે છે. ચાલો જાણીએ ફિફા વર્લ્ડકપના ગીતોનો રસપ્રદ ઈતિહાસ.

Waka Waka સહિત ફિફા વર્લ્કપના આ થીમ સોન્ગ પર ઝૂમી ઉઠે છે દુનિયા, જાણો ફિફા વર્લ્કપના થીમ સોન્ગનો રસપ્રદ ઈતિહાસ
FIFA World Cup Official Songs
Image Credit source: file photo

Follow us on

દુનિયાના સૌથી લોકપ્રિય રમત એટલે ફૂટબોલ. 90 મિનિટની આ ફૂટબોલ રમતના આખી દુનિયામાં કરોડો ચાહકો છે. 20 નવેમ્બરથી કતારમાં ફિફા ફૂટબોલ વર્લ્ડકપ રમાવા જઈ રહ્યો છે. જેના માટે કતારમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દુનિયાભરના ફૂટબોલ ફેન્સમાં ફિફા વર્લ્કકપને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા ફૂટબોલ ફેન્સ લાખો રુપિયા ખર્ચીને કતારમાં લાઈવ મેચનો આનંદ માણવા માટે પહોંચી રહ્યા છે. દરેક વર્લ્ડકપમાં ફૂટબોલ ફેન્સનો ઉત્સાહ વધારવા માટે ફૂટબોલ સોન્ગ લોન્ચ કરવામાં આવે છે. જેના પર આખી દુનિયા ઝુમી ઉઠે છે. ચાલો જાણીએ ફિફા વર્લ્કપના થીમ સોન્ગનો રસપ્રદ ઈતિહાસ.

ફિફા વર્લ્ડકપના થીમ સોન્ગની શરુઆત વર્ષ 1962થી થઈ હતી. ફિફા વર્લ્ડકપ 1962થી લઈને આજદિન સુધી ફિફા થીમ સોન્ગ ફૂટબોલ ફેન્સ માટે આકર્ષણ બની રહ્યુ છે. ‘વાકા વાકા’ અને ‘લા કોપા ડે લા વિડા’ ફિફા વર્લ્કકપના સૌથી લોકપ્રિય સોન્ગ રહ્યા છે. ચાલો જાણી 2022ના થીમ સોન્ગ અને છેલ્લા 60 વર્ષના ફિફા વર્લ્ડકપ થીમ સોન્ગ વિશે.

1962 ચિલી વર્લ્ડકપ


થીમ સોન્ગ: અલ રોક ડેલ મુન્ડિયલ, કલાકાર: લોસ રેમ્બલર્સ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

1966 ઈંગ્લેન્ડ વર્લ્ડકપ


થીમ સોન્ગ : વર્લ્ડ કપ વિલી, કલાકાર: લોની ડોનેગન

1970 મેક્સિકો વર્લ્ડકપ

થીમ સોન્ગ : ફૂટબોલ મેક્સિકો 70, કલાકાર: લોસ હર્મનોસ ઝાવાલા

1974 જર્મની વર્લ્ડકપ


થીમ સોન્ગ : ફૂટબોલ, કલાકાર: મેરીલા રોડોવિઝ

1978 આર્જેન્ટિના વર્લ્ડકપ


થીમ સોન્ગ : અલ મુંડિયાલ, કલાકાર: બ્યુનોસ એરેસ મ્યુનિસિપલ સિમ્ફની

1982 સ્પેન વર્લ્ડકપ


થીમ સોન્ગ : મુંડિયલ ’82, કલાકાર: પ્લાસિડો ડોમિંગો

1986 મેક્સિકો વર્લ્ડકપ

થીમ સોન્ગ : El mundo unido por un balón, કલાકાર: જુઆન કાર્લોસ અબારા

1990 ઇટાલી વર્લ્ડકપ


થીમ સોન્ગ : અન’સ્ટેટ ઇટાલિયન, કલાકાર: એડોઆર્ડો બેનાટો અને ગિયાના નેનીની (ઇટાલિયન) ,જ્યોર્જિયો મોરોડર પ્રોજેક્ટ (અંગ્રેજી)

1994 યુએસએ વર્લ્ડકપ


થીમ સોન્ગ : ગ્લોરીલેન્ડ, કલાકાર: ડેરીલ હોલ એન્ડ સાઉન્ડ્સ ઓફ બ્લેકનેસ

1998 ફ્રાન્સ વર્લ્ડકપ

થીમ સોન્ગ : લા કોર ડેસ ગ્રાન્ડ્સ , કલાકાર: યુસોઉ એન’ડોર અને એક્સેલ રેડ

થીમ સોન્ગ : લા કોપા ડે લા વિડા (ધ કપ ઓફ લાઈફ) , કલાકાર: રિકી માર્ટિન

2002 જાપાન અને દક્ષિણ કોરિયા વર્લ્ડકપ


થીમ સોન્ગ : એન્થમ , કલાકાર: વેન્જેલીસ


થીમ સોન્ગ : બૂમ , કલાકાર: એનાસ્તાસિયા

2006 જર્મની વર્લ્ડકપ


થીમ સોન્ગ : Zeit dass sich was dreht , કલાકાર: હર્બર્ટ ગ્રૉનેમેયર અમાડો અને મરિયમ


થીમ સોન્ગ : ધ ટાઈમ ઓફ અવર લાઈવ્સ , કલાકાર: ઇલ ડિવો, ટોની બ્રેક્સટન

2010 દક્ષિણ આફ્રિકા વર્લ્ડકપ


થીમ સોન્ગ : સાઈન ઓફ વિક્ટરી , કલાકાર: આર. કેલી, સોવેટો


થીમ સોન્ગ : વેવિન ફ્લેગ , કલાકાર: K’Naan


થીમ સોન્ગ : વાકા વાકા , કલાકાર: શકીરા

2014 બ્રાઝિલ વર્લ્ડકપ

થીમ સોન્ગ : દાર અમ જીતો , કલાકાર: કાર્લોસ સાંતા, વાઈક્લેફ, એવિસી, એલેક્ઝાન્ડ્રે

થીમ સોન્ગ : ઓલે ઓલા , કલાકાર: પીટબુલ જેનિફર લોપેઝ, ક્લાઉડિયા લિટ્ટે

2018 રશિયા વર્લ્ડકપ


થીમ સોન્ગ : લાઈવ ઈટ અપ , કલાકાર: વિલ સ્મિથ, એરા ઇસ્ત્રેફી , નિકી જામ

2022 કતર વર્લ્ડકપ


થીમ સોન્ગ : હૈયા હૈયા (બેટર ટુગેધર) , કલાકાર: ત્રિનિદાદ કાર્ડોના, ડેવિડો અને આઈશા

Arhbo

Light The Sky


કલાકારો: નોરા ફતેહી, બાલ્કીસ, રહમા રિયાદ, મનલ અને રેડઓન

Next Article