FIFA World Cup : FIFA વર્લ્ડ કપ માટે આ પરિવારે ખર્ચ્યા આશરે 10 હજાર ડૉલર, છતાં ટિકિટ નથી મળી રહી !

ઇંગ્લેન્ડનો એક પરિવાર FIFA વર્લ્ડ કપનો ઉત્સાહ અનુભવવા માટે અત્યાર સુધીમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. જોકે તેમને હજુ સુધી મેચો માટે ટિકિટ મળી નથી.

FIFA World Cup : FIFA વર્લ્ડ કપ માટે આ પરિવારે ખર્ચ્યા આશરે 10 હજાર ડૉલર, છતાં ટિકિટ નથી મળી રહી !
Nathan Richardson
Image Credit source: X
| Updated on: Jun 11, 2026 | 12:56 PM

વિશ્વભરના ફૂટબોલ ચાહકો 2026 FIFA વર્લ્ડ કપ માટે ઉત્સાહી છે. આ જુસ્સાથી પ્રેરિત, ઇંગ્લેન્ડના પીટરબરોના રહેવાસી 60 વર્ષીય નાથન રિચાર્ડસન તેમના પરિવાર સાથે ટોરોન્ટો જવા માટે પહેલેથી જ તૈયારી કરી ચૂક્યા છે. પરિવારે આ પ્રવાસ પર લગભગ આશરે 10 હજાર ડૉલર ખર્ચ કર્યા છે. પરંતુ તેમની પાસે હજુ પણ કોઈ પણ મેચ માટે ટિકિટ નથી.

ફ્લાઇટ્સ અને રહેવાની વ્યવસ્થામાં ખર્ચાઓ આશરે 10 હજાર ડૉલર

નાથન રિચાર્ડસન 21 જૂનથી 27 જૂન સુધી તેમના પત્ની અને ત્રણ પુત્રો સાથે ટોરોન્ટોમાં છે જેથી તેઓ તેમના 60મા જન્મદિવસની ઉજવણી કરી શકે. તેમણે જણાવ્યું કે ફ્લાઇટ્સ, રહેવાની વ્યવસ્થા અને અન્ય ખર્ચાઓ પાછળ લગભગ 10 હજાર ડૉલર ખર્ચ થઈ ચૂક્યા છે. આમ છતાં, તેઓ હજુ સુધી ટોરોન્ટોમાં રમાનારી કોઈપણ વર્લ્ડ કપ મેચ માટે ટિકિટ ખરીદી શક્યા નથી. રિચાર્ડસન કહે છે કે તેમને છેલ્લી ઘડીએ ટિકિટ મળવાની આશા છે પરંતુ જો તેમને નહીં મળે તો તેઓ ખૂબ નિરાશ નહીં થાય. તેમણે જાણાવ્યું કે જર્મનીમાં 2006 ના ફિફા વર્લ્ડ કપ દરમિયાન પણ તેમની પાસે મેચો માટે ટિકિટ નહોતી છતાં ફેન ફેસ્ટનો અનુભવ અદ્ભુત હતો.

ટિકિટના ભાવ સૌથી મોટી અડચણ

ટોરોન્ટોમાં ક્રોએશિયા vs પનામા અને સેનેગલ vs ઇરાક મેચો માટે ટિકિટો હાલમાં FIFA ના સત્તાવાર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. પરંતુ ફક્ત પ્રીમિયમ સીટો જ ઉપલબ્ધ છે. આની કિંમત પ્રતિ સીટ આશરે ડૉલર 600 અથવા તેથી વધુ છે. રિચાર્ડસનએ FIFA ની ટિકિટિંગ સિસ્ટમ અને ગતિશીલ કિંમતોની ટીકા કરતા કહ્યું કે તેનાથી સામાન્ય ફૂટબોલ ચાહકો માટે મેચોમાં હાજરી આપવી ખૂબ જ મોંઘી થઈ ગઈ છે.

અમેરિકા છોડીને કેનેડાને આપી પ્રાથમિકતા

રિચાર્ડસન પરિવારે વર્લ્ડ કપ માટે કેનેડાને પસંદ કર્યું. તેઓ કહે છે કે તેઓએ અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિઓ અને ત્યાંના વાતાવરણને કારણે ટોરોન્ટો પસંદ કર્યું. તેમના મતે, ટોરોન્ટો એક અદ્ભુત શહેર છે અને કેનેડામાં ફૂટબોલની મેચ જોવી એક ખાસ અનુભવ રહશે.

ફેન ફેસ્ટ પણ બન્યુ આકર્ષણ

મેચો માટે ટિકિટ ન મળી શકવા છતાં, પરિવાર FIFA ફેન ફેસ્ટિવલમાં હાજરી આપવાની યોજના ધરાવે છે. જોકે ફેન ફેસ્ટની ટિકિટ મેળવવી પણ સરળ નહોતી. શરૂઆતમાં તેમના પસંદગીના તમામ મેચો માટે ફેન ફેસ્ટની ટિકિટો વેચાઈ ગઈ હતી. બાદમાં શહેર પ્રશાસન દ્વારા તબક્કાવાર ટિકિટો જાહેર કરવામાં આવતા તેમને પ્રવેશ મળી ગયો. ફોર્ટ યોર્ક અને બેન્ટવેમાં યોજાનાર ફેન ફેસ્ટમાં લાઈવ મેચ સ્ક્રીનીંગ, ફૂડ સ્ટોલ, કોન્સર્ટ અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ દર્શાવવામાં આવશે.

ટોરોન્ટોનું વાતાવરણ પૂરતું હશે: રિચાર્ડસન

રિચાર્ડસન માને છે કે વર્લ્ડ કપ ફક્ત સ્ટેડિયમના અનુભવ વિશે નથી. તે ટોરોન્ટોના પબ, રેસ્ટોરાં, ફેન ઝોન અને શહેરના ઉત્સવપૂર્ણ વાતાવરણનો આનંદ માણવા માંગે છે. તેમને આશા છે કે ઇંગ્લેન્ડ અને કેનેડા બંને સારું પ્રદર્શન કરશે અને આખું શહેર ફૂટબોલથી છવાઈ જશે.

આ પણ વાંચો, ફક્ત 11 સેકન્ડમાં ગોલ… મેસ્સી-રોનાલ્ડો નહીં, FIFA વર્લ્ડ કપનો સૌથી ઝડપી ગોલ આ ખેલાડીના નામે

Follow Us