ફીફા વર્લ્ડ કપ 2026નો રોમાંચ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ગ્રુપ સ્ટેજની તમામ મેચો પૂર્ણ થતાંની સાથે જ નૉકઆઉટ રાઉન્ડ એટલે કે ‘રાઉન્ડ ઓફ 32’ (Round of 32) ની તસવીર સંપૂર્ણપણે સાફ થઈ ગઈ છે. હવે 29 જૂનથી અસલી જંગ શરૂ થશે, જ્યાં એક પણ ભૂલ કોઈપણ દેશનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તોડી શકે છે. આ રાઉન્ડમાં કુલ 16 મુકાબલા રમાશે અને હારનારી 16 ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
રાઉન્ડ ઓફ 32માં ક્વોલિફાય કરનારી તમામ 31 ટીમો
- ગ્રુપ A: મેક્સિકો, સાઉથ આફ્રિકા
- ગ્રુપ B: સ્વિટ્ઝરલેન્ડ, કેનેડા, બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના
- ગ્રુપ C: બ્રાઝિલ, મોરોક્કો
- ગ્રુપ D: યુએસએ, ઓસ્ટ્રેલિયા, પરાગ્વે
- ગ્રુપ E: જર્મની, આઇવરી કોસ્ટ, ઇક્વાડોર
- ગ્રુપ F: નેધરલેન્ડ, જાપાન, સ્વીડન
- ગ્રુપ G: બેલ્જિયમ, ઇજિપ્ત (મિસ્ર)
- ગ્રુપ H: સ્પેન, કેપ વર્ડે
- ગ્રુપ I: ફ્રાન્સ, નોર્વે, સેનેગલ
- ગ્રુપ J: આર્જેન્ટિના, ઓસ્ટ્રિયા, અલ્જીરિયા
- ગ્રુપ K: કોલંબિયા, પોર્ટુગલ, ડીઆર કોંગો
- ગ્રુપ L: ઇંગ્લેન્ડ, ઘાના, ક્રોએશિયા
રાઉન્ડ ઓફ 32નું સંપૂર્ણ શિડ્યુલ (ભારતીય સમયાનુસાર)
29 જૂન (સોમવાર)
- સાઉથ આફ્રિકા VS કેનેડા (રાત્રે 12:30 વાગ્યે)
- બ્રાઝિલ VS જાપાન (રાત્રે 10:30 વાગ્યે)
30 જૂન (મંગળવાર)
- જર્મની VS પરાગ્વે (રાત્રે 2:00 વાગ્યે)
- નેધરલેન્ડ્સ VS મોરોક્કો (સવારે 6:30 વાગ્યે)
- આઇવરી કોસ્ટ VS નોર્વે (રાત્રે 10:30 વાગ્યે)
01 જુલાઈ (બુધવાર)
- ફ્રાન્સ VS સ્વીડન (રાત્રે 2:30 વાગ્યે)
- મેક્સિકો VS ઇક્વાડોર (સવારે 6:30 વાગ્યે)
- ઇંગ્લેન્ડ VS ડીઆર કોંગો (રાત્રે 9:30 વાગ્યે)
02 જુલાઈ (ગુરુવાર)
- બેલ્જિયમ VS સેનેગલ (રાત્રે 1:30 વાગ્યે)
- યુએસએ VS બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના (સવારે 5:30 વાગ્યે)
03 જુલાઈ (શુક્રવાર)
- સ્પેન VS ઓસ્ટ્રિયા (રાત્રે 12:30 વાગ્યે)
- પોર્ટુગલ VS ક્રોએશિયા (રાત્રે 4:30 વાગ્યે)
- સ્વિટ્ઝરલેન્ડ VS અલ્જીરિયા (સવારે 8:30 વાગ્યે)
- ઓસ્ટ્રિયા VS ઇજિપ્ત (રાત્રે 11:30 વાગ્યે)
04 જુલાઈ (શનિવાર)
- આર્જેન્ટિના VS કેપ વર્ડે (રાત્રે 3:30 વાગ્યે)
- કોલંબિયા VS ઘાના (સવારે 7:00 વાગ્યે)
ગ્રુપ સ્ટેજમાં કોનો રહ્યો દબદબો અને કયો મોટો ઉલટફેર થયો?
આ વખતના ગ્રુપ સ્ટેજમાં ફ્રાન્સ, વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના અને યજમાન મેક્સિકો જ એવી ટીમો રહી જેમણે પોતાની તમામ મેચો જીતીને પરફેક્ટ રેકોર્ડ સાથે નૉકઆઉટમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ, આ ટૂર્નામેન્ટનો સૌથી મોટો ઉલટફેર ગ્રુપ-H માં જોવા મળ્યો છે. પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ઉરુગ્વેની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગઈ છે. આ ગ્રુપમાંથી સ્પેનની સાથે વર્લ્ડ કપમાં પહેલીવાર રમી રહેલા નાનકડા દેશ ‘કેપ વર્ડે’ એ ઇતિહાસ રચીને નૉકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું છે.