રોંમાચક ક્રિકેટ વર્લ્ડકપ બાદ હવે ફિફા વર્લ્ડકપ શરુ થવા જઈ રહ્યો છે. કતારમાં યોજાઈ રહેલા આ ફિફા વર્લ્ડકપની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ફિફા વર્લ્ડકપમાં ભાગ લેનારા દેશોની ફૂટબોલ ટીમોના પ્લેન કતારની ધરતી પર લેન્ડ થઈ ચૂક્યા છે. ફિફા વર્લ્ડકપ 2022 કતારના 8 સ્ટેડિયમમાં 20 નવેમ્બરથી રમાશે. તે પહેલા વર્લ્ડકપની વોર્મ અપ મેચો શરુ થઈ ગઈ છે. વર્લ્ડકપમાં ભાગ લેનાર ટીમો વચ્ચે કુલ 16 વોર્મ અપ મેચ રમાશે. 16 નવેમ્બરે 5 વોર્મ અપ મેચ, 17 નવેમ્બરે 6 વોર્મ અપ મેચ અને 18 નવેમ્બરે 4 વોર્મ અપ રમાશે. વર્લ્ડકપમાં ભાગ લેનાર ટીમો પોતાના સ્કવોડની જાહેરાત આ પહેલા જ કરી ચૂક્યા છે. તેવામાં આ વોર્મ અપ મેચથી દરેક ટીમને પોતાની શ્રેષ્ઠ અંતિમ ટીમ નક્કી કરવામાં મદદ મળશે.
ફિફા વર્લ્ડકપ 2022માં કુલ 32 ટીમ રમશે. આ તમામ ટીમોને 4-4ના ભાગમાં 8 ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પ્રત્યેક ટીમમાં 26 ખેલાડી છે. આ પ્લેયર્સના નામ તમામ ટીમો જાહેર કરી ચૂકી છે. ફિફા વર્લ્ડકપ 2022માં 32 દેશની ફૂટબોલ ટીમના 831 ખેલાડીઓ મેદાન પર ઉતરશે. ચાલો જાણીએ 8 ગ્રુપના 32 ટીમના 831 ખેલાડીઓ વિશે.
ફિફા વર્લ્ડકપ 2022માં કુલ 8 ગ્રુપ (Aથી H)છે. પ્રત્યેક ગ્રુપમાં 4 ટીમો છે. ગ્રુપ Aમાં કતાર, એક્વાડોર, સેનેગલ અને નેધરલેન્ડની ટીમ છે. ગ્રુપ Bમાં ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ Cમાં આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડની ટીમ છે. ગ્રુપ Dમાં ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયાની ફૂટબોલ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ Eમાં સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાનની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ Fમાં બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયાનો સમાવેશ કરવમાં આવ્યો છે. ગ્રુપ Gમાં બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂનની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંતે ગ્રુપ Hમાં પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયાની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ફિફા વર્લ્ડકપ માટે કતારની ટીમ
કતારમાં યોજાઈ રહેલા આ વર્લ્ડકપમાં કતારની ફૂટબોલ ટીમ લગભગ પહેલીવાર ભાગ લેવા જઈ રહી છે. કતારની ફૂટબોલ ટીમે વર્ષ 1970માં પોતાની પહેલી ફૂટબોલ મેચ રમી છે. કતાર ફૂટબોલ ટીમનો હાલ વર્લ્ડ રેન્કીંગમાં 50માં સ્થાને છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન આ ટીમને હોલ ગ્રાઉન્ડનો લાભ મળશે. કતારની ટીમ એશિયન કપ, અરબ કપ અને અરબીયન ગલ્ફ કપ જેવી ટુર્નામેન્ટમાં રમી ચૂકી છે. આ રહી ફૂટબોલ વર્લ્ડકપ 2022 માટે કતારની ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે એક્વાડોરની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 44માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1938માં રમી હતી. આ ટીમ 4 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે એક્વાડોરની ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે સેનેગલની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 18માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1959માં રમી હતી. આ ટીમ 3 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ 2002ના વર્લ્ડકપમાં કવાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી.આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે સેનેગલની ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે નેધરલેન્ડની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 8માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1905માં રમી હતી. આ ટીમ 11 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1974, વર્ષ 1978 અને વર્ષ 2010ના વર્લ્ડકપમાં રનર અપ રહી છે.આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે નેધરલેન્ડની ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે ઈંગ્લેન્ડની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 5માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1872માં રમી હતી. આ ટીમ 16 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1966 ફિફા વર્લ્ડકપમાં વિજેતા બની હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે ઈંગ્લેન્ડની ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે ઈરાનની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 20માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1941માં રમી હતી. આ ટીમ 6 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે ઈરાન ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે યુએસએની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 16માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1916માં રમી હતી. આ ટીમ 11 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1930ના વર્લ્ડકપમાં ત્રીજા સ્થાને રહી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે યુએસએ ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે વેલ્સની ટીમ
ફિફા વર્લ્ડકપ માટે આર્જેન્ટિનાની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ ત્રીજા સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1902માં રમી હતી. આ ટીમ 18વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1978 અને 1986ના વર્લ્ડકપમાં વિજેતા રહી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે આર્જેન્ટિના ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે સાઉદી અરેબિયાની ટીમ
Green Falcons final list for FIFA World Cup Qatar 2022™ pic.twitter.com/kcjNmnxZsH
— Saudi National Team (@SaudiNT_EN) November 11, 2022
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 51માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1957માં રમી હતી. આ ટીમ 6 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1994ના વર્લ્ડકપમાં કવાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે સાઉદી અરેબિયા ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે મેક્સિકોની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 13માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1923માં રમી હતી. આ ટીમ 17 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1970 અને 1986ના વર્લ્ડકપમાં કવાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે મેક્સિકો ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે પોલેન્ડની ટીમ
Poland’s squad ready to do work in Qatar. #WorldCup2022 pic.twitter.com/2ccsCwtEpb
— PSN Futbol (@PSN_Futbol) November 15, 2022
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 26માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1921માં રમી હતી. આ ટીમ 9 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1974 અને 1982ના વર્લ્ડકપમાં ત્રીજા સ્થાને રહી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે પોલેન્ડ ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે ફ્રાન્સની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ ચોથા સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1904માં રમી હતી. આ ટીમ 16 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1998 અને 2018ના વર્લ્ડકપમાં વિજેતા રહી છે. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે ફાન્સ ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 38માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1922માં રમી હતી. આ ટીમ 6 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 2006ના વર્લ્ડકપમાં કવાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે ઓસ્ટ્રેલિયા ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે ડેનમાર્કની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 10માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1908માં રમી હતી. આ ટીમ 6 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1998ના વર્લ્ડકપમાં કવાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે ડેનમાર્ક ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે ટ્યુનિશિયાની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 30માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1957માં રમી હતી. આ ટીમ 6 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે ટ્યુનિશિયા ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે સ્પેનની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 7માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1913માં રમી હતી. આ ટીમ 16 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 2010ના વર્લ્ડકપમાં વિજેતા રહી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે સ્પેન ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે કોસ્ટા રિકાની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 31માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1921માં રમી હતી. આ ટીમ 6 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 2014ના વર્લ્ડકપમાં કવાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે કોસ્ટા રિકા ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે જર્મનીની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 11માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1908માં રમી હતી. આ ટીમ 20 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1954, 1974,1990 અને 2014ના વર્લ્ડકપમાં વિજેતા હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે જર્મની ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે જાપાનની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 24માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1917માં રમી હતી. આ ટીમ 7 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે જાપાન ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે બેલ્જિયમની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ બીજા સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1904માં રમી હતી. આ ટીમ 14 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 2018ના વર્લ્ડકપમાં ત્રીજા સ્થાને હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે બેલ્જિયમ ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે કેનેડાની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 41માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1924માં રમી હતી. આ ટીમ 2 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે કેનેડા ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે મોરોક્કોની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 22માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1957માં રમી હતી. આ ટીમ 6 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1986ના વર્લ્ડકપમાં કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી.. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે મોરોક્કો ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે ક્રોએશિયાની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 12માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1940માં રમી હતી. આ ટીમ 6 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 2018માં વર્લ્ડકપમાં રનર અપ રહી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે ક્રોએશિયા ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે બ્રાઝિલની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ પ્રથમ સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1914માં રમી હતી. આ ટીમ 22 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1958, 1962, 1970, 1994 અને 2002માં વર્લ્ડકપમાં વિજેતા રહી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે બ્રાઝિલ ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે સર્બિયાની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 21માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1920માં રમી હતી. આ ટીમ 12 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1930 અને 1962ના વર્લ્ડકપમાં ચોથા સ્થાને રહી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે સર્બિયા ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે સ્વિટ્ઝર્લેન્ડની ટીમ
🇨🇭 Switzerland National Football Team World Cup Squad 2022 pic.twitter.com/EwKSSRlbJh
— FOOTBALL for EVERYONE (@Football4Evry1) November 9, 2022
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 15માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1905માં રમી હતી. આ ટીમ 12 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1934, 1938, 1954ના વર્લ્ડકપમાં કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે સ્વિટ્ઝર્લેન્ડ ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે કેમરૂનની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 43માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1956માં રમી હતી. આ ટીમ 8 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1990ના વર્લ્ડકપમાં કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે કેમરૂન ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે પોર્ટુગલની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 9માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1921માં રમી હતી. આ ટીમ 8 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1966ના વર્લ્ડકપમાં ત્રીજા સ્થાને રહી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે પોર્ટુગલ ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે ઘાનાની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 61માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1950માં રમી હતી. આ ટીમ 4 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 2010ના વર્લ્ડકપમાં કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે ઘાના ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે ઉરુગ્વેની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 14માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1902માં રમી હતી. આ ટીમ 14 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 1930 અને 1950ના વર્લ્ડકપમાં વિજેતા રહી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે ઉરુગ્વે ટીમ.
ફિફા વર્લ્ડકપ માટે દક્ષિણ કોરિયાની ટીમ
ફૂટબોલ વર્લ્ડ રેન્કિગમાં આ ટીમ 28માં સ્થાને છે. આ ટીમે પહેલી ફૂટબોલ મેચ વર્ષ 1948માં રમી હતી. આ ટીમ 10 વાર ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકી છે. આ ટીમ વર્ષ 2002ના વર્લ્ડકપમાં ચોથા સ્થાને રહી હતી. આ રહી ફિફા વર્લ્ડકપ 2022 માટે દક્ષિણ કોરિયા ટીમ.
Published On - 7:00 pm, Wed, 16 November 22