સાથી ઓપનર પૃથ્વી સાથેનો શિખર ધવને શેર કર્યો ડાન્સના અલગ અંદાજનો વિડીયો, ઇન્સ્ટાગ્રામ પર ધુમ મચાવવા લાગ્યો તેમનો વિડીયો.

|

Sep 06, 2020 | 6:17 AM

દિલ્હી કેપીટલ સહિત દરેક ટીમો આઈપીએલની 13 મી સીઝનની પુરજોશથી તૈયારી કરી રહી છે. આ તૈયારીઓ વચ્ચે ક્રિકેટરો પણ થોડી મજા અને મસ્તી લુંટતા જોવા મળી રહ્યા છે. તો વળી તેમની આ મસ્તીનો તેઓ તેમના ચાહકો માટે વીડિયો પણ શેર કરી રહ્યા છે. દિલ્હી કેપીટલ ટીમના બે ઓપનર બેટ્સમેન શિખર ધવન અને પૃથ્વી શો નો […]

સાથી ઓપનર પૃથ્વી સાથેનો શિખર ધવને શેર કર્યો ડાન્સના અલગ અંદાજનો વિડીયો, ઇન્સ્ટાગ્રામ પર ધુમ મચાવવા લાગ્યો તેમનો વિડીયો.

Follow us on

દિલ્હી કેપીટલ સહિત દરેક ટીમો આઈપીએલની 13 મી સીઝનની પુરજોશથી તૈયારી કરી રહી છે. આ તૈયારીઓ વચ્ચે ક્રિકેટરો પણ થોડી મજા અને મસ્તી લુંટતા જોવા મળી રહ્યા છે. તો વળી તેમની આ મસ્તીનો તેઓ તેમના ચાહકો માટે વીડિયો પણ શેર કરી રહ્યા છે. દિલ્હી કેપીટલ ટીમના બે ઓપનર બેટ્સમેન શિખર ધવન અને પૃથ્વી શો નો એક જબદસ્ત ફની વીડિયો સામે આવ્યો છે, જેને તેમના ચાહકો દ્રારા પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો શિખર ધવન દ્વારા સોશિયલ મિડીયાના  તેના ઇન્સ્ટા પર શેર કરવામાં આવ્યો છે જ્યાં તેને ખુબ સારી હીટસ તેના ચાહકો દ્રારા મળી રહી છે.

ઇન્સ્ટા પ્લેટફોર્મ પર શિખર ધવને શેર કરેલા વીડિયોમાં તે તેના સાથી ઓપનર બેટ્સમેન પૃથ્વી શો સાથે જોવા મળી રહ્યો છે. જે વિડીયોમાં તે બંને હિંદી ફિલ્મના જાણીતા ગીત ‘અપૂન બોલા તુ મેરી લૈલા’ પર મસ્તી અને ડાંંસ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં બંને જણાંએ એવી જબરદસ્ત એક્ટિંગ કરી છે જેનાથી તે પોતે પણ મુક્તમને હસી પડે છે. વિડીયો મુજબ ખાસ કરીને ઓપનર પૃથ્વી શોનો અભિનય આશ્ચર્યજનક છે. આ વીડિયોને ઇન્સટા પર શેર કરતી વખતે શિખર ધવને કેપ્શન આપ્યું હતું કે, My laila in covid time.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વાત શિખર ધવનની જ છે તો આપને જણાવી દઈએ કે શિખર ધવન ગયા વર્ષે જ દિલ્હી કેપીટલ સાથે જોડાયા હતા અને તે પહેલા તે હૈદરાબાદની ટીમ તરફથી રમતા હતા. જો કે તેણે ગયા વર્ષે દિલ્હી કેપીટલ માટે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને ટીમ પ્લેઓફ સુધી પહોંચી હતી. ફરી એકવાર દિલ્હીની ટીમ યુવા શ્રેયસ ઐયરની કપ્તાની હેઠળ આઈપીએલની ટ્રોફી જીતી લેવા માટે પ્રયત્ન કરશે. અત્યાર સુધી આ ટીમે એક પણ વખત પણ આઈપીએલની ટ્રોફિ જીતી નથી. આ વર્ષે આઈપીએલ યુએઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને અંતિમ મેચ 10 નવેમ્બરના રોજ રમાશે. આ વખતે સાંજની મેચ 7..30 થી જ્યારે બપોરની મેચ 3..30 થી રમાાનારી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article