Farmer Protest: કિસાન આંદોલન મુદ્દે, રિહાના અને ગ્રેટાના ટ્વીટ બાદ સચિન તેંદુલકરે આપ્યો સણણતો જવાબ

|

Feb 04, 2021 | 10:17 AM

કિસાન આંદોલન (Farmer Movement) ને લઇને કેટલાક દિગ્ગજ વિદેશી હસ્તિઓની ટ્વીટ્સ બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર (Sachin Tendulkar) એ ટ્વીટર મારફતે તેમને જવાબ આપ્યો છે. મશહુર પોપ સ્ટાર રિહાના (Rihanna) અને ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) એ કિસાન આંદોલન ને લઇને સોશિયલ મિડિયા દ્રારા નિશાન સાધ્યુ છે.

Farmer Protest: કિસાન આંદોલન મુદ્દે, રિહાના અને ગ્રેટાના ટ્વીટ બાદ સચિન તેંદુલકરે આપ્યો સણણતો જવાબ
સચિન તેંદુલકર એ ટ્વીટર પર લખ્યુ, એક દેશના સ્વરુપે અમે એક જ રહીએ છીએ.

Follow us on

કિસાન આંદોલન (Farmer Movement) ને લઇને કેટલાક દિગ્ગજ વિદેશી હસ્તિઓની ટ્વીટ્સ બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર (Sachin Tendulkar) એ ટ્વીટર મારફતે તેમને જવાબ આપ્યો છે. મશહુર પોપ સ્ટાર રિહાના (Rihanna) અને ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) એ કિસાન આંદોલન ને લઇને સોશિયલ મિડિયા દ્રારા નિશાન સાધ્યુ છે. જેના બાદ તમામ ભારતીય દિગ્ગજ હસ્તિઓએ સોશિયલ મિડીયા દ્રારા તેમને જવાબ વાળ્યો છે. ટીમ ઇન્ડીયાના પુર્વ ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝા (Pragyan Ojha) બાદ હવે સચિન તેંદુલકર એ પણ નામ લિધા વિના જ જવાબ આપ્યો છે. રિહાના અને ગ્રેટાના ટ્વીટ બાદ ટ્વીટર પર #IndiaAgainstPropaganda #IndiaTogether ટ્રેન્ડ શરુ થવા લાગ્યુ છે.

સચિન તેંદુલકર એ ટ્વીટર પર લખ્યુ હતુ કે, ભારતની સંપ્રભુતા થી કોઇ પણ પ્રકારનુ સમાધાન કરી ના શકાય. બહારની તાકાત જોઇ શકે છે, પરંતુ તેમાં હિસ્સો લઇ નથી શકતી. ભારતીય ભારતને જાણે છે અને ભારતને લઇને નિર્ણય પણ લઇ શકે છે. એક દેશના સ્વરુપે અમે એક જ રહીએ છીએ. આ પહેલા પ્રજ્ઞાન ઓઝા એ રિહાનાને જવાબ આપતા ટ્વીટ કર્યુ હતુ, મારો દેશ અમારા ખેડૂતો પર ગર્વ કરે છે અને જાણે છે કે તે કેટલા મહત્વપૂર્ણ છે. મને વિશ્વાસ છે કે આને જલ્દી થી ઉકેલવામાં આશે. અમને અમારા અંદરોની મામલામાં કોઇ બહારના વ્યક્તિએ નાક ઘસેડવાની જરુરીયાત નથી. ક્રિકેટ જગત ઉપરાંત પણ બોલીવુડની દિગ્ગજ હસ્તિઓએ પણ આ મામલામાં ટ્વીટ કર્યુ હતુ. લોકોને અપિલ પણ કરી હતી કે, તેઓ દેશના માટે એક સાથે ઉભા રહે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

Next Article