
ક્રિકેટ વિશ્વ કપમાં, ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં રમાયેલ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની રોમાંચક મેચમાં ગ્લેન મેક્સવેલે 201 રન ફટકારીને ઓસ્ટ્રેલિયાને સેમિ ફાઈનલમાં પ્રવેશ અપાવી દીધો. 292 રનના લક્ષ્યાંક સાથે ઓસ્ટ્રેલિયાનો દાવ શરૂ થયો ત્યારે મેચ એક તરફી બનેલી જોવા મળી હતી. એક તબક્કે ઓસ્ટ્રેલિયાની સાત વિકેટ માત્ર 91 રનના સ્કોર પર પડી ગઈ હતી. પરંતુ આઠમી વિકેટ માટે ગ્લેન મેક્સવેલ અને પેટ કમિન્સ વચ્ચે 202 રનની ભાગીદારી નોંધાઈ હતી.
ભારે રસાકસી ભરેલ આ મેચમાં ગ્લેન મેક્સવેલે 201 રન ફટકારીને વર્તમાન ક્રિકેટ વિશ્વ કપમાં વ્યક્તિગત સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો. પરંતુ શુ તમે જાણો છો ગ્લેન મેક્સવેલ પહેલા પણ અન્ય ખેલાડી પણ છે, જેઓ વિશ્વકપની મેચ દરમિયાન બેવડી સદી ફટકારી ચૂક્યા છે.
ક્રિકેટ મેચમાં અત્યાર સુધીમાં બેવડી સદી, ટીમનો 400 રનનો સ્કોર, 300થી વધુ રનની ભગીદારી થઈ હોવાનું આપણે સૌએ જોયું છે. પરંતુ ક્રિકેટ વિશ્વ કપમાં વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોરનો પણ એક વિક્રમ છે. દર વિશ્વકપ વખતે આ વિક્રમ તુટતો આવ્યો છે. ગઈકાલ મંગળવાર 07 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડીયમાં રમાયેલ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની લીગ મેચમાં ગ્લેન મેક્સવેલે ફટકારેલા 201 રન વિશ્વકપના ત્રીજા વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર છે. ગ્લેન મેક્સવેલ પહેલા પણ બે ખેલાડીઓએ ક્રિકેટ વિશ્વકપની મેચમાં 200 પ્લસ રન કર્યાં છે.
એક સમય હતો કે મર્યાદીત ઓવરની મેચમાં 50 કે 100 રન કરવા એ એક મહત્વની સિદ્ધી ગણાતી હતી. પરંતુ ટેકનોલોજીના વિકાસ અને અવનવા ફોર્મેટમાં સતત રમાતા ક્રિકેટને કારણે 50 રન અને 100 રન હવે સામાન્ય બની રહ્યાં છે. પરંતુ ક્રિકેટ વિશ્વકપ જેવી મહત્વની ટુર્નામેન્ટમાં, અનેક માનસિક દબાણ વચ્ચે સર્વોચ્ચ રન બનાવવાનું ખૂબ અઘરુ હોય છે. આમ છતા વિશ્વના કેટલાય ખેલાડીઓ એવા છે જેમણે ક્રિકેટ વિશ્વકપની મેચમાં વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર સર્જ્યો છે. જાણો એ ખેલાડીઓ જેમણે ક્રિકેટ વિશ્વકપ દરમિયાન સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે.
| ક્રમ | ખેલાડી | રન | કેટલા બોલ | વિરુદ્ધ | મેચની તારીખ |
| 1 | માર્ટીન ગુપ્ટીલ | 237 * | 163 | વેસ્ટ ઈન્ડિઝ | 21-02-2015 |
| 2 | ક્રિસ ગેઈલ | 215 | 147 | ઝિમ્બાબ્વે | 24-02-2015 |
| 3 | ગ્લેન મેક્સવેલ | 201* | 128 | અફઘાનિસ્તાન | 07-11-2023 |
| 4 | ગેરી કર્સ્ટન | 188* | 159 | યુ એ ઈ | 16-02-1996 |
| 5 | સૌરવ ગાંગુલી | 183 | 158 | શ્રીલંકા | 26-05-1999 |
| 6 | વિવ રિચાર્ડસ | 181 | 125 | શ્રીલંકા | 13-10-1987 |
| 7 | ડેવિડ વોર્નર | 178 | 133 | અફઘાનિસ્તાન | 04-03-2015 |
| 8 | કપિલ દેવ | 175* | 138 | ઝિમ્બાબ્વે | 18-06-1983 |
| 9 | વિરેન્દ્ર સેહવાગ | 175 | 140 | બાંગ્લાદેશ | 19-02-2011 |
| 10 | ક્વિન્ટન ડી કોક | 174 | 140 | બાંગ્લાદેશ | 24-10-2023 |