ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને કહ્યુ, કેપ્ટન પદે હવે રોહિત શર્માને જવાબદારી સોંપવાનો આવી ચુક્યો છે સમય

રોહિત શર્મા ઈન્ડિયન પ્રિમીયર લીગમાં સૌથી સફળ કેપ્ટન આઈપીએલ 2020ની સિઝન પહેલા જ હતો. પરંતુ એકવાર ફરીથી આઈપીએલમાં વિજેતા બનીને તેને પોતાના રેકોર્ડને વધુ સારો બનાવ્યો છે. રોહિત શર્માએ દુબઈમાં આઈપીએલની 13મી સિઝનમાં દિલ્હી કેપીટલ્સને ફાઈનલ મેચમાં હરાવીને પાંચમી વાર ટ્રોફી જીતી લીધી હતી. રોહિતે સાત વર્ષમાં જ પાંચવાર ટ્રોફી જીતીને પોતાના નામે કરી લીધી […]

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને કહ્યુ, કેપ્ટન પદે હવે રોહિત શર્માને જવાબદારી સોંપવાનો આવી ચુક્યો છે સમય
| Edited By: | Updated on: Nov 15, 2020 | 11:14 PM

રોહિત શર્મા ઈન્ડિયન પ્રિમીયર લીગમાં સૌથી સફળ કેપ્ટન આઈપીએલ 2020ની સિઝન પહેલા જ હતો. પરંતુ એકવાર ફરીથી આઈપીએલમાં વિજેતા બનીને તેને પોતાના રેકોર્ડને વધુ સારો બનાવ્યો છે. રોહિત શર્માએ દુબઈમાં આઈપીએલની 13મી સિઝનમાં દિલ્હી કેપીટલ્સને ફાઈનલ મેચમાં હરાવીને પાંચમી વાર ટ્રોફી જીતી લીધી હતી. રોહિતે સાત વર્ષમાં જ પાંચવાર ટ્રોફી જીતીને પોતાના નામે કરી લીધી છે, જે મુંબઈ માટે જ નહીં પરંતુ રોહિતના પોતાના માટે શ્રેષ્ઠતમ છે. આમ રોહિતે આઈપીએલમાં પોતાનુ વર્ચસ્વ સ્થાપી લીધુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોહિત શર્માની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના પછી સતત બે વાર વિજેતા બની છે, સાથે જ તે 5 વાર ખિતાબ જીતી શકી છે. તેની આ શાનદાર ઉપલબ્ધીને લઈને અનેક પૂર્વ ક્રિકેટર અને એક્સપર્ટ પણ તેને ખુબ જ વખાણી રહ્યા છે. હવે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસીર હુસૈને રોહિત શર્માની કેપ્ટનશીપને વખાણી છે. સાથે કહ્યુ હતુ કે જે રીતે મુંબઈ ઈન્ડિયન્સને માટે આટલી બધી સફળતાઓ હાંસલ કરી છે, તે રીતે હવે તે ભારતીય ટીમના ટી-20 ટીમ માટે કેપ્ટનનો મોટો દાવેદાર બની ગયો છે. નાસિર હુસૈને કહ્યુ હતુ કે રોહિત શર્માએ કેપ્ટનની રીતે જે રેકોર્ડ બનાવ્યા છે, તે તેની સફળતાની કહાની જાતે જ કહી રહી છે. તેમજ તેણે પૂર્વ ક્રિકેટર તેમજ એક્સપર્ટના હોંશ ઉડાવી દીધા છે. હવે યોગ્ય સમય આવી ગયો છે કે, તેને વિરાટ કોહલીની જગ્યાએ ભારતીય ટી-20 ક્રિકેટ ટીમની જવાબદારી આપી દેવી જોઈએ. કારણ કે ટી-20 વર્લ્ડકપ પણ આગળના વર્ષે સામે જ આવી રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આગળ વાત કરતા કહ્યુ હતુ કે, રોહિત શર્મા શાંત-કૂલ પ્રકૃતિનો છે, જેના કારણ કે તે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય આસાનીથી કરી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સની સાથે તેમનો ખુબ સારો સમય વિત્યો છે. દુનિયા જ નહીં પરંતુ ભારતના પણ અનેક ક્રિકેટરોનું એવુ માનવુ છે કે, કદાચ આ વાતનો હવે યોગ્ય સમય આવી ચુક્યો છે કે કોહલીએ હવે ટી-20ની કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ. આમ આ જવાબદારી હવે રોહિત શર્માના ખભા પર આપી દેવી જોઈએ. તેનો રેકોર્ડ જ બધુ બોલે છે આ માટે. રોહિત શર્માની બેટીંગ સ્કીલને લઈને પણ કહ્યુ હતુ, કરંટ જનરેશનમાં સફેદ બોલની ક્રિકેટમાં સૌથી મહાન ખેલાડીઓમાંથી એક છે. પાછળના કેટલાક વર્ષ દરમ્યાન ભારતીય ઓપનર તરીકે તે ખુબ જ સફળ રહ્યો છે, તેની પાસે બેટીંગના અનેક રેકોર્ડ પણ છે. તે વન ડે અને ટી-20 ક્રિકેટમાં લગાતાર રન બનાવી રહ્યો છે. વન ડે ક્રિકેટમાં ત્રણ બેવડા શતક પણ તેના નામે નોંધાયેલા છે. તે ખરેખર જ એક શાનદાર ખેલાડી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો