England Cricketer : ખેલાડીના નિધનથી ઈંગ્લેન્ડ ક્રિકેટમાં મૌન, 25 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું

|

Nov 02, 2021 | 12:57 PM

તે ખેલાડીએ 25 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેનું વનડે ડેબ્યુ વેસ્ટ ઈન્ડિઝ સામે થયું હતું.

England Cricketer : ખેલાડીના નિધનથી ઈંગ્લેન્ડ ક્રિકેટમાં મૌન, 25 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય  ડેબ્યૂ કર્યું હતું
ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલરનું 57 વર્ષની વયે નિધન

Follow us on

England Cricketer : ટી-20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup)માં ઈંગ્લેન્ડની ગાડી જીતના પાટા પર દોડી રહી છે. પરંતુ, ટીમના આ જીત રથની વચ્ચે ઈંગ્લેન્ડ ક્રિકેટ સાથે જોડાયેલા એક ખેલાડીના મોતના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર એલન ઇગલ્સડન (Alan Igglesden) નું બ્રેઇન ટ્યુમરના કારણે નિધન થયું છે. તેઓ 57 વર્ષના હતા. એલનને બ્રેઇન ટ્યુમર 1999 થી હતું. ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા ઉપરાંત, એલન સ્થાનિક ક્રિકેટમાં કેન્ટની ટીમનો ભાગ હતો.

એલનનું ટેસ્ટ ડેબ્યૂ 1989માં ઓસ્ટ્રેલિયા સામે ઓવલ મેદાન પર થયું હતું. ત્યારે તે માત્ર 25 વર્ષનો હતો. તે મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર બેટ્સમેન માર્ક ટેલર તેનો પ્રથમ શિકાર બન્યો હતો. આ પછી તેણે 1994માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ઈંગ્લેન્ડ માટે વધુ 2 ટેસ્ટ રમી. તેણે તેની ટેસ્ટ કારકિર્દીનો અંત 6 ટેસ્ટ વિકેટ સાથે કર્યો. જો કે તેની પસંદગી 1993ની એશિઝ સીરિઝ માટે પણ કરવામાં આવી હતી, ઈંગ્લેન્ડ માટે 3 ટેસ્ટ રમવા ઉપરાંત, એલને 4 ODI પણ રમી જેમાં તે માત્ર 2 વિકેટ જ લઈ શક્યો. વનડેમાં તેનો શ્રેષ્ઠ આંકડો 12 રનમાં 2 વિકેટ લેવાનો હતો, જે તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રમાયેલી તેની ડેબ્યૂ મેચમાં લીધી હતી.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 503 વિકેટ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે વર્ષ 1986માં ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે કેન્ટ માટે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ઘણી વિકેટ લીધી છે. એલનની સર્વશ્રેષ્ઠ સિઝન વર્ષ 1993ની હતી, જેમાં તેણે 19.77ની સરેરાશથી 54 વિકેટો નોંધાવી હતી. એલને તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ વર્ષ 1998માં રમી હતી. તેણે 503 વિકેટ સાથે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીનો અંત કર્યો. પરંતુ બીજા જ વર્ષે એટલે કે 1999માં તેમને બ્રેઈન ટ્યુમર હોવાનું જાણવા મળ્યું હતું.

ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્લબ કેન્ટે શોક વ્યક્ત કર્યો હતો

કેન્ટ ક્રિકેટે એલનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “અમે તેમના મૃત્યુથી દુખી છીએ. આ મુશ્કેલ સમયમાં તેમની પત્ની લિઝ, મિત્રો અને પરિવાર સાથે અમારી ઊંડી સંવેદના છે. એલને 7 આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 8 વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે લિસ્ટ Aમાં 190 વિકેટ લીધી હતી. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 23 વખત જ્યારે લિસ્ટ A ક્રિકેટમાં 2 વખત 5 વિકેટ લેવાનો અજાયબી કર્યો છે.

આ પણ વાંચો : Mumbai Drugs Case: નવાબ મલિકે ફડણવીસ પર સાધ્યું નિશાન, કહ્યું કે સાબિત કરો કે મારા અંડરવર્લ્ડ સાથે સંબંધો છે તો વાનખેડેને લઈને કહી દીધી આ વાત

Next Article