Dutee chand : વેબ ચેનલના તંત્રી સામે ફરિયાદ અને ગંભીર આક્ષેપ બાદ પોલીસે તંત્રીને કસ્ટડીમાં લીધો

|

Sep 04, 2021 | 11:32 AM

દુતી ચંદે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, સંપાદક દ્વારા તેની છબીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

Dutee chand : વેબ ચેનલના તંત્રી સામે ફરિયાદ અને ગંભીર આક્ષેપ બાદ પોલીસે તંત્રીને કસ્ટડીમાં લીધો
dutee chand filed and fir against the editor of channel rti activist or senior journalist

Follow us on

Dutee chand :ભારતના દોડવીર દુતી ચંદે એક ન્યૂઝના તંત્રી પર તેના ખોટા ફોટા પડાવવાનો અને છાપવાનો આરોપ લગાવ્યો છે. આ પછી આ તંત્રીને ભુવનેશ્વરમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તંત્રીને ઝારપાડા વિસ્તારમાં તેમની ઓફિસમાંથી લઈ આવવામાં આવ્યો હતો. નાયબ પોલીસ કમિશનર (Deputy Commissioner of Police) યુ.એસ.દાસે પત્રકારોને આ અંગે માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, સંપાદક પર દુતી (Dutee chand) સામે અપમાનજનક અને અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવાનો આરોપ છે. તેમણે કહ્યું, “પોલીસે વેબ ચેનલના સંપાદકને કસ્ટડીમાં લીધો છે. અમે તેમની પાસેથી કોમ્પ્યુટર અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે. અમે ફરિયાદની તપાસ કરી રહ્યા છીએ. આરોપી સંપાદકની પૂછપરછ કરવામાં આવશે. ”

આ કલમો હેઠળ નોંધાયો કેસ

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

અધિકારીએ જણાવ્યું કે, IPC ની કલમ 292-2 (અશ્લીલ સામગ્રી છાપવી), 354-A (એક મહિલાને હેરાન કરવી), 506 (ધમકી), સંપાદક સામે. 385 (ખંડણીના પ્રયાસમાં વ્યક્તિને ઇજા પહોંચાડવી) અને 120-બી (ફોજદારી ષડયંત્ર) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મારી છબીને નુકસાન પહોંચાડ્યું

દુતી ચંદે આ અંગે કહ્યું, “મારા વિશે સોશિયલ મીડિયા (Social media)પર ખોટી અને અશ્લીલ સામગ્રી બહાર પાડવામાં આવી હતી અને વેબ પોર્ટલે મારી છબીને નુકસાન પહોંચાડ્યું હતું. જેના કારણે ઓલિમ્પિક (Olympic)માં મારું પ્રદર્શન પ્રભાવિત થયું હતું. મને ખબર નથી કે મેં આ લોકો સાથે શું ખરાબ કર્યું છે. દુતી ચંદે ટોક્યો ઓલિમ્પિક -2020 (Tokyo Olympics 2020)માં ભાગ લીધો હતો.

RTI કાર્યકર્તા સામે આરોપો

સંપાદક ઉપરાંત, દુતી ચંદે  (Dutee chand RTI કાર્યકર પ્રદીપ પ્રધાન પર માનસિક ત્રાસ અને ગુનાહિત ધમકીનો આરોપ લગાવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, પ્રધાનની પણ પૂછપરછ કરવામાં આવશે કારણ કે, તેનું નામ પણ એફઆઈઆરમાં છે.

રાઉત અને પ્રધાન સિવાય અન્ય એક પત્રકારનું નામ પણ એફઆઈઆરમાં છે. દુતીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, ચેનલના વરિષ્ઠ પત્રકારે તેમની પાસેથી તે ઇન્ટરવ્યૂ પ્રકાશિત ન કરવા માટે પૈસાની માંગણી કરી હતી જેમાં તેના પરિવારે કથિત રીતે તેના અંગત મુદ્દાઓ વિશે વાત કરી હતી. દુતી ચંદે આ અંગે કોર્ટનો પણ સંપર્ક કર્યો છે અને માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે.

તેમણે આઠ લોકો અને એક સંસ્થાને પક્ષ બનાવ્યા છે, જેમાં વેબ પોર્ટલ, ફેસબુક અને ગૂગલના સંપાદકોનો સમાવેશ થાય છે. ભુવનેશ્વરની સિવિલ જજની કોર્ટે પોર્ટલ અને એડિટરને દુતી (Dutee chand )સામે ખોટા સમાચાર ચલાવવા પર રોક લગાવી છે. કેસની આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરે છે.

આ પણ વાંચો : Tokyo Paralympics : મનીષ નરવાલ અને સિંહરાજનો ધમાકો, ભારતને ગોલ્ડ અને સિલ્વર મેડલ અપાવ્યો

આ પણ વાંચો : Suhas L Yathiraj : બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4માં, સુહાસ એલ. યથીરાજે સેટિયાવાન ફ્રેડીને હરાવ્યો. હવે તેઓ ગોલ્ડ મેડલ માટે રમશે

Next Article