માથે સિંદૂર, કપાળ પર બિંદી.. શું માહિકા સાથે હાર્દિક પડ્યાં એ ચોરીછુપે કરી લીધા લગ્ન? વાયરલ તસવીરે જગાવી ચર્ચા

Hardik Pandya and Mahieka Sharma: મહિકા શર્મા વાળમાં સિંદૂર અને કપાળ પર લાલ બિંદી પહેરેલી જોવા મળે છે, જ્યારે હાર્દિકના કપાળ પર તિલક પણ છે. બંને માહિકાની માતા સાથે પોઝ આપતા જોવા મળે છે. આ તસવીર બાદ, અફવાઓ ફેલાઈ રહી છે કે આ દંપતીએ એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા છે.

માથે સિંદૂર, કપાળ પર બિંદી.. શું માહિકા સાથે હાર્દિક પડ્યાં એ ચોરીછુપે કરી લીધા લગ્ન? વાયરલ તસવીરે જગાવી ચર્ચા
Hardik marry Mahika
| Updated on: Jun 27, 2026 | 11:40 AM

મોડેલ અને અભિનેત્રી માહિકા શર્મા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઘણા સમયથી ડેટ કરી રહી છે. આ જોડીના તાજેતરના ફોટાએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે, જેના કારણે એવી અટકળો શરૂ થઈ છે કે મહિકા અને હાર્દિકે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. જેનો ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શું માહિકા અને હાર્દિક પંડ્યાએ કરી લીધા લગ્ન?

વાયરલ ફોટામાં, મહિકા શર્મા વાળમાં સિંદૂર અને કપાળ પર લાલ બિંદી પહેરેલી જોવા મળે છે, જ્યારે હાર્દિકના કપાળ પર તિલક પણ છે. બંને માહિકાની માતા સાથે પોઝ આપતા જોવા મળે છે. આ તસવીર બાદ, અફવાઓ ફેલાઈ રહી છે કે આ દંપતીએ એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા છે. જો કે, હાર્દિક કે મહિકા શર્મા બંનેમાંથી કોઈએ લગ્નના સમાચારની પુષ્ટિ કરી નથી. તેમજ ફોટામાં હાર્દિક અને માહિકા સાથે દેખાતી મહિલા ખરેખર અભિનેત્રીની માતા છે કે નહીં તે અંગે પણ કોઈ પુષ્ટિ થઈ નથી.

નોંધનીય છે કે હાર્દિક પંડ્યાના પહેલા લગ્ન નતાશા સ્ટેનકોવિક સાથે થયા હતા. આ દંપતીને અગસ્ત્ય નામનો એક પુત્ર છે, પરંતુ તેમણે 2024 માં છૂટાછેડા લીધા. ત્યારબાદ, હાર્દિકનું નામ જાસ્મીન વાલિયા સાથે હતું, પરંતુ તે સબંધોનો પણ અંત આવ્યો, ત્યારબાદ અભિનેત્રી અને ફિટનેસ મોડેલ માહિકા શર્મા ક્રિકેટરના જીવનમાં આવી જે બાદથી બંને વારંવાર સાથે જોવા મળે છે. માહિકા ઘણી વખત ક્રિકેટ મેચોમાં હાર્દિકનો ઉત્સાહ વધારતી જોવા મળી છે.

ફોટો વાયરલ થતા યુઝર્સની પ્રતિક્રિયા

વાયરલ થયેલા ફોટાએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે, હાર્દિકના ફેન્સ આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. આ સાથે ટ્રોલર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

મહિકા શર્મા કોણ છે?

24 વર્ષીય માહિકા શર્મા એક અભિનેત્રી અને મોડેલ છે. તેણીએ ભારતીય ફેશન અને મનોરંજન ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. કોલેજમાં અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સમાં અભ્યાસ કરવાની સાથે, તેણીએ મોડેલિંગ અને અભિનયમાં કારકિર્દી બનાવી. તેણી શૈક્ષણિક રીતે તેજસ્વી હતી, તેણીએ 10મા ધોરણની બોર્ડ પરીક્ષામાં સંપૂર્ણ 10 CGPA મેળવ્યા હતા. બાદમાં, તેણીએ મોડેલિંગ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યાં તેણીએ ટૂંક સમયમાં નોંધપાત્ર ખ્યાતિ મેળવી.

ફેશન જગતમાં, તેણી પહેલાથી જ ઘણા મોટા નામો સાથે કામ કરી ચૂકી છે. તેણીએ મનીષ મલ્હોત્રા, અનિતા ડોંગરે, તરુણ તાહિલિયાની અને અમિત અગ્રવાલ જેવા પ્રખ્યાત ડિઝાઇનરો માટે રેમ્પ વોક કર્યું છે. તેણીની વધતી સફળતાને 2024 માં ઓળખવામાં આવી જ્યારે તેણીએ ઇન્ડિયન ફેશન એવોર્ડ્સમાં ‘મોડેલ ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો. તેણીએ મ્યુઝિક વીડિયો, શોર્ટ ફિલ્મો અને ફોટોગ્રાફી પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે.

ફીફા વર્લ્ડ કપમાં પણ છવાયો ‘કિંગ કોહલી’ ! ફુટબોલ ગ્રાઉન્ડમાં ગૂંજવા લાગ્યું નામ, જાણો એવું શું થયુ?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 11:36 am, Sat, 27 June 26

Follow Us