Scott Kuggeleijn: બળાત્કારનો આરોપ ખોટો સાબિત થયો, છતાં આ ખેલાડીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો

ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર સ્કોટ કુગેલેઇજનને હેમ્પશાયર ક્રિકેટે કાઉન્ટી ટીમમાંથી બહાર કરી દીધો છે. 2015ના બળાત્કાર કેસમાં તે નિર્દોષ જાહેર થયો હતો, છતાં ટીમમાં તેની એન્ટ્રીનો ભારે વિરોધ થયો. ચાહકો અને સમર્થકોના વિરોધ બાદ ક્લબે મોટો નિર્ણય લેતા તેને રિલીઝ કરી દીધો.

Scott Kuggeleijn: બળાત્કારનો આરોપ ખોટો સાબિત થયો, છતાં આ ખેલાડીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો
Scott Kuggeleijn
Image Credit source: X
| Updated on: Sep 02, 2026 | 5:30 PM

કાઉન્ટી ચેમ્પિયનશિપ માટે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર સ્કોટ કુગેલેઇજન સાથે કરાર કરનાર હેમ્પશાયરએ હવે આ ખેલાડીને ટીમમાંથી બહાર કરી દીધો છે. કુગેલેઇજનની ટીમમાં એન્ટ્રીનો વિરોધ થયો હતો. ચાહકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે બળાત્કારના આરોપી ક્રિકેટરને ટીમમાં કેવી રીતે સામેલ કરી શકાય. લોકો સોશિયલ મીડિયા પર હેમ્પશાયર ક્લબની પણ ટીકા કરી રહ્યા હતા. વિરોધ બાદ હેમ્પશાયરએ સ્કોટ કુગેલેઇજનને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો.

હેમ્પશાયરે કુગેલેઇજનને રિલીઝ કર્યો

સ્કોટ કુગેલેઇજનને બહાર કર્યા પછી હેમ્પશાયરએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમના સત્તાવાર નિવેદનમાં, હેમ્પશાયર ક્લબે લખ્યું, “અમારા સ્ટાફ અને સમર્થકોના પ્રતિસાદ સાંભળ્યા અને તેના પર વિચાર કર્યા પછી, હેમ્પશાયર ક્રિકેટ પુષ્ટિ કરે છે કે સ્કોટ કુગેલેઇજન હવે ક્લબ માટે રમશે નહીં. અમે અમારા ચાહકોના જુસ્સાને મહત્વ આપીએ છીએ અને તેમના વિચારો શેર કરવા માટે સમય કાઢનારા દરેકનો આભાર માનીએ છીએ. અમારું ધ્યાન હવે સિઝનની અંતિમ ચાર કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચોમાં ટીમને ટેકો આપવા પર છે. અમે દરેકને આ મહત્વપૂર્ણ સમયે ટીમ સાથે ઉભા રહેવા વિનંતી કરીએ છીએ.”

 

કુગેલેઇજન પર બળાત્કારનો આરોપ હતો

ન્યૂઝીલેન્ડના આ ખેલાડી પર 2015 માં બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, તેને ન્યૂઝીલેન્ડ ટીમ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જોકે, જ્યારે પણ સ્કોટ કુગેલેઇજનને ટીમ માટે પસંદ કરવામાં આવ્યો ત્યારે તેને વિરોધનો સામનો કરવો પડ્યો. કુગેલેઇજન IPLનો પણ ભાગ રહી ચૂક્યો છે. તે RCB અને CSK માટે રમી ચૂક્યો છે. તે મુંબઈ ઇન્ડિયન્સ સાથે નેટ બોલર તરીકે જોડાયેલો હતો.

 

સ્કોટ કુગેલેઇજનની કારકિર્દી

સ્કોટ કુગેલેઇજને પોતાની કારકિર્દીમાં 3 ટેસ્ટ, 2 ODI અને 18 T20I રમી છે. તેની પાસે કુલ 27 આંતરરાષ્ટ્રીય વિકેટ છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કુગેલેઇજને 114 મેચોમાં 379 વિકેટ લીધી છે. કુગેલેઇજને એક સારો બેટ્સમેન પણ છે, તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં લગભગ 4,000 રન બનાવ્યા છે, જેમાં 4 સદીનો સમાવેશ થાય છે.

Breaking News: શુભમન ગિલ-શ્રેયસ અય્યરને BCCIનું તેડું, ઈંગ્લેન્ડ-આયર્લેન્ડમાં હારનો થશે હિસાબ

Follow Us
Loading...
Unable to load recommendations.