DC vs CSK IPL Match Result: ચેન્નાઈ સુપર કિંગ્સની દિલ્હી સામે જીત, ધોની સેનાએ પ્લેઓફમાં કરી એન્ટ્રી

|

May 20, 2023 | 7:36 PM

Delhi Capitals vs Chennai Super Kings IPL Match Result: ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. 3 વિકેટ ગુમાવીને ચેન્નાઈ સુપર કિંગ્સે 223 રન નોંધાવ્યા હતા.

DC vs CSK IPL Match Result: ચેન્નાઈ સુપર કિંગ્સની દિલ્હી સામે જીત, ધોની સેનાએ પ્લેઓફમાં કરી એન્ટ્રી
DC vs CSK IPL Match Result

Follow us on

IPL 2023 ની 67 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ધોનીએ ટોસ જીત્યો હતો. ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની જબરદસ્ત બેટિંગ વડે શરુઆત કરતા મોટો સ્કોર નોંધાવ્યો હતો. જેની સામે દિલ્હી કેપિટલ્સ ઘર આંગણે ખરાબ શરુઆત કરતા હારનો સામનો કરવો પડ્યો હતો.  દિલ્હીએ 146 રનનો સ્કોર નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે નોંધાવ્યા હતા. દિલ્હી સામે ચેન્નાઈએ 77 રનથી જીત મેળવી હતી. આ સાથે જ પ્લેઓફમાં એન્ટ્રી મેળવી લીધી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે જીત સાથે જ પ્લેઓફમાં સીધી એન્ટ્રી દિલ્હી કેપિટલ્સને તેના જ ઘરમાં હરાવીને કરી લીધી છે. આમ ચેન્નાઈ સુપર કિંગ્સ હવે ફરી એકવાર ચેપોક સ્ટેડિયમમાં રમતા જોવા મળશે. ધોનીના ચાહકો પણ તેને હોમગ્રાઉન્ડમાં આઈપીએલમાં ફરીવાર જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. હવે ધોનીની ટીમ પ્લેઓફમાં રમશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

દિલ્હીની ખરાબ શરુઆત

ટોસ હારીને હોમ ગ્રાઉન્ડ પર મેદાને ઉતરેલી દિલ્હી કેપિટલ્સની રમત ખરાબ રહી હતી. પાવર પ્લેમાં જ દિલ્હીએ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ઓપનર તરીકે આવેલા દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે ચેન્નાઈ સામે સંઘર્ષભરી ઈનીંગ રમી હતી. ઓપનિંગ જોડી માત્ર 5 રનના ટીમ સ્કોર પર જ તૂટી ગઈ હતી. પૃથ્વી શો કેચ આઉટ થઈને પરત ફર્યો હતો. ફિલ સોલ્ટ 3 રન નોંધાવીને પરત ફર્યો હતો. રાઈલી રુસો ગોલ્ડન ડક ગુમાવીને આઉટ થયો હતો. રુસો બોલ્ડ થયો હતો. સોલ્ટ અને રુસોની બે સળંગ વિકેટ દીપક ચહરે ઝડપી હતી.

યશ ઢૂલ 15 બોલનો સામનો કરીને 13 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેણે 1 ચોગ્ગો નોંધાવ્યો હતો. અક્ષર પટેલ 8 બોલનો સામનો કરીને 15 રન નોંધાવી પરત ફર્યો હતો. અક્ષરે એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. અમન હકીમખાન 7 રન નોંધાવી પથિરાણાનો શિકાર થયો હતો. લલિત યાદવ મોઈન અલીના હાથમાં કેચ ઝડપાયો હતો. તેણે 6 રન નોંધાવ્યા હતા. કુલદીપ યાદવ ગોલ્ડન ડક વિકેટ ગુમાવી પરત ફર્યો હતો.

 

આ પણ વાંચોઃ  IND vs PAK, WC: પાકિસ્તાન ટીમે આખરે ટેકવ્યા ઘૂંટણ, ટીમ પહેલા સિક્યોરિટી ટીમ ભારત મોકલી આબરુ બચાવવા પ્રયાસ કરશે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 7:17 pm, Sat, 20 May 23

Next Article