CWG 2022 cricket : ભારત અને પાકિસ્તાન(India vs Pakistan)ની ક્રિકેટ ટીમો ફરી એકવાર મોટા મંચ પર ટકરાવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા (Team India) આવતા વર્ષે પાકિસ્તાન સામે મેદાનમાં પોતાની તાકાત બતાવશે. આ વખતે જવાબદારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team)પર હશે, બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ (Birmingham Commonwealth Games) ઓર્ગેનાઈઝિંગ કમિટીએ શુક્રવાર, 12 નવેમ્બરે ક્રિકેટ મેચોના શેડ્યૂલની જાહેરાત કરી હતી.
1998 પછી પ્રથમ વખત ક્રિકેટ સાથે સંકળાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે મહિલા T20 ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવશે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા (South Africa) સહિત 8 ટીમો ભાગ લઈ રહી છે અને ભારત તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સાથે રમશે.
Some of #CricketT20’s fiercest rivalries will be rekindled at #B2022, with our full match schedule now available!
Which tickets are on your wishlist?
Find out more: https://t.co/wKfyqtOAX3 pic.twitter.com/lBIYL4jNDM
— Birmingham 2022 (@birminghamcg22) November 12, 2021
કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ મેચો 29 જુલાઈથી શરૂ થશે. આ 8 ટીમોને 4-4ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાર્બાડોસ ગ્રુપ Aમાં છે. બીજી તરફ, ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ક્વોલિફાયર ટીમ હશે, જેનો નિર્ણય ફેબ્રુઆરી 2022 સુધીમાં થશે. બંને ગ્રૂપમાંથી બે-બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે, જે 6 ઓગસ્ટ, શનિવારે રમાશે. ગેમ્સની ગોલ્ડ મેડલ મેચ 7 ઓગસ્ટ, રવિવારે ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 કલાકે યોજાશે. તે પહેલા બપોરે 3.30 વાગ્યાથી બ્રોન્ઝ મેડલ મેચ રમાશે.
ભારતીય ટીમનું સમયપત્રક
ભારતે તેની પહેલી જ મેચમાં T20 વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાવું પડશે, જેની સાથે ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં T20 સિરીઝ રમી છે. તે જ સમયે, ભારતની બીજી મેચ 31 જુલાઈએ પાકિસ્તાન સામે થશે. ભારતની છેલ્લી ગ્રુપ મેચ 3 ઓગસ્ટે બાર્બાડોસ સામે થશે. બીજી તરફ, યજમાન ઈંગ્લેન્ડ તેની પ્રથમ મેચ 30 જુલાઈએ ક્વોલિફાયર ટીમ સામે રમશે. કોમનવેલ્થ ગેમ્સની તમામ ક્રિકેટ મેચો બર્મિંગહામના પ્રખ્યાત એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. 8 દિવસમાં કુલ 16 મેચો રમાશે.
કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની સફળતાની અસર રમતને ઓલિમ્પિકમાં લઈ જવાના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અમેરિકામાં 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં T20 ક્રિકેટને સામેલ કરવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં, જો ક્રિકેટ મેચોને બર્મિંગહામ 2022માં લોકપ્રિયતા અને સફળતા મળે છે, તો આનાથી ઓલિમ્પિકમાં સમાવેશ કરવાનો તેમનો દાવો મજબૂત થશે.
આ પણ વાંચો : આર્યન ખાન સાપ્તાહિક હાજરી નોંધાવવા માટે પહોંચ્યો NCB ઓફિસ, શું આર્યન નોંધાવશે તેનું નિવેદન ?