ચેન્નાઈ સુપર કિંગ્સને પ્લેઓફમાં પહોંચવા માટે ખતરો, પંજાબ પણ ટોપ-5માં પહોંચી ચુક્યુ

|

Oct 21, 2020 | 8:03 AM

મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ટી-20 લીગના 37માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરી ચુકી છે. સિઝનમાં ટીમની આ 7મી હાર છે. તે હવે પોઈન્ટ ટેબલમાં પણ હવે સૌથી નીચે એટલે કે આઠમાં સ્થાન પર પહોંચી ગઇ છે. બીજી તરફ મેચને જીતીને સ્ટિવન સ્મિથની રાજસ્થાન રોયલ્સ હવે ટોપ ફાઈવમાં સામેલ થઈ […]

ચેન્નાઈ સુપર કિંગ્સને પ્લેઓફમાં પહોંચવા માટે ખતરો, પંજાબ પણ ટોપ-5માં પહોંચી ચુક્યુ

Follow us on

મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ટી-20 લીગના 37માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરી ચુકી છે. સિઝનમાં ટીમની આ 7મી હાર છે. તે હવે પોઈન્ટ ટેબલમાં પણ હવે સૌથી નીચે એટલે કે આઠમાં સ્થાન પર પહોંચી ગઇ છે. બીજી તરફ મેચને જીતીને સ્ટિવન સ્મિથની રાજસ્થાન રોયલ્સ હવે ટોપ ફાઈવમાં સામેલ થઈ ગઈ હતી. તેણે તે મેચ જીતી લેતા જ ત્રણ સ્થાનની છલાંગ લગાવી લીધી હતી. ચેન્નાઇની સાથે સાથે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઈઝર્સ હૈદરાબાદને પણ તેણે પાછળ છોડી દીધા હતા. જોકે મંગળવારે પંજાબે પણ દિલ્હીને હરાવી લેતા ટોપ ફાઈવમાં પંજાબે સ્થાન જમાવી લીધુ હતુ અને રાજસ્થાને એક ક્રમ નીચે એટલે કે છઠ્ઠા ક્રમે ઉતરવુ પડ્યુ હતુ.

 

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટુર્નામેન્ટમાં હારને લઈને હવે ચેન્નાઈ માટે મુશ્કેલીઓ સર્જાઈ ચુકી છે, ટુર્નામેન્ટમાં સાત મેચ હારી ચુકવાને લઇને હવે તેના માટે પ્લે ઓફનો માર્ગ પણ મુશ્કેલ બની ગયો છે. તે ટી-20 લીગમાં 13 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર પ્લે ઓફની બહાર જઇ શકે તેવી સ્થિતી પર પહોંચ્યુ છે. ચેન્નાઈ ટુર્નામેન્ટને ત્રણ વાર જીતી ચુક્યુ છે.  પાંચ વખત ફાઈનલમાં હાર સહન કરવી પડી છે, બે વખત તે ફાઇનલ નથી રમી શક્યુ, વર્ષ 2015 અને 2016માં ચેન્નાઇ પર પ્રતિબંધ લાગવાને લઇને ટુર્નામેન્ટમાં હિસ્સો લઇ શક્યુ નહોતુ. આ વખતે પ્લેઓફમાં પહોંચવાને લઇને તેણે હવેની તમામ મેચોમાં ખુબ મોટા અંતરથી જીત મેળવવી પડશે, સાથે જ બીજી ટીમોના પરીણામો પર પણ નજર રાખવી પડશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જોકે ચેન્નાઈની આવી કંગાળ સ્થિતી ટુર્નામેન્ટમાં પ્રથમવાર સર્જાઈ છે. ઈતિહાસને જોતા તેની રમત પણ ક્રિકેટના ચાહકોને માટે હાલની સ્થિતી અસ્વીકાર્ય જેવી લાગી રહી છે. ચેન્નાઈ એ જો કે કેટલાક પ્રકારના સુધારાઓ નહીં કરવાને લઇને સ્થિતી બગડતી જ ચાલી હતી. ક્રિકેટ વિશ્ર્લેષકોએ પણ આ બાબતે અવારનવાર ટીમ ધોનીના પર પણ સવાલો ઉઠાવ્યા છે અને નિષ્ફળ ખેલાડીઓને પણ સંગ્રહ કરવાને લઇને પણ આંગળી ઉઠી છે, સ્વાભાવિક જ કંગાળ રમત ટીમની હોય તેવા સમયે પણ નિષ્ફળ ખેલાડીઓ સામે વિકલ્પ હોવા છતાં પણ સુધાર નહીં કરવો ટીમ માટે મુશ્કેલીઓ વધારી રહી છે. ટીમ આસાન સ્કોરને ચેઝ પણ કરી શકવામાં અસમર્થ રહી છે તો સામે મજબુત સ્કોર કરવા પણ નિષ્ફળ નિવડી રહી છે. આમ ટીમની બદકિસ્મત નહી પરંતુ નબળાઇ જ વધુ જવાબદાર મનાઇ રહી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article