Cristiano Ronaldo ના સમર્થનમાં સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું, Liverpool-Manchester United વચ્ચેની મેચમાં ચાહકોએ રોનાલ્ડોને સમર્થન આપ્યું

|

Apr 20, 2022 | 12:46 PM

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)એ 18 એપ્રિલે પોતાના નવજાત બાળકના મૃત્યુની જાણકારી આપી હતી. આ પછી તેને દુનિયાભરમાંથી દિલાસો મળી રહ્યો છે. લિવરપૂલ-માન્ચેસ્ટર યુનાઈટેડ મેચે પણ રોનાલ્ડો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરાઈ હતી.

Cristiano Ronaldo ના સમર્થનમાં સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું,  Liverpool-Manchester United વચ્ચેની મેચમાં ચાહકોએ રોનાલ્ડોને સમર્થન આપ્યું
Liverpool-Manchester United વચ્ચેની મેચમાં ચાહકોએ રોનાલ્ડોને સમર્થન આપ્યું
Image Credit source: AFP

Follow us on

Cristiano Ronaldo : પ્રીમિયર લીગમાં, 19 એપ્રિલે, લિવરપૂલ અને માન્ચેસ્ટર યુનાઇટેડ (Liverpool vs Manchester United)ની મેચમાં, ચાહકોએ એક થઈને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સમર્થન આપ્યું હતું. રોનાલ્ડોએ 18 એપ્રિલે જણાવ્યું હતું કે, તેના બે નવજાત જોડિયા બાળકોમાંથી એકનું મૃત્યુ થયું છે. મેચ દરમિયાન અચાનક સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. લિવરપૂલ અને માન્ચેસ્ટર યુનાઈટેડના ચાહકોએ તાળીઓ પાડી, પરસ્પર સ્પર્ધા ભૂલીને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પોર્ટુગીઝ ફૂટબોલરો સાત નંબરની જર્સી પહેરતા હોવાથી, દર્શકોએ તેમને સમર્થન આપવા માટે સાતમી મિનિટ પસંદ કરી. આ મેચમાં લિવરપૂલે માન્ચેસ્ટર યુનાઈટેડને 4-0થી હરાવ્યું હતું.

આ દરમિયાન લિવરપૂલના ચાહકોએ રોનાલ્ડો માટે તેમનું પ્રખ્યાત ગીત “You’ll never walk alone” પણ ગાયું હતું. માન્ચેસ્ટર યુનાઈટેડએ મેચ પહેલા નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ચાહકો રોનાલ્ડોને સમર્થન કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “રોનાલ્ડોને સમગ્ર ફૂટબોલ વિશ્વમાંથી સોશિયલ મીડિયા પર સતત સમર્થન મળી રહ્યું છે અને દરેક વ્યક્તિ રોનાલ્ડો અને તેના પરિવાર સાથે છે. માન્ચેસ્ટર યુનાઈટેડ અને લિવરપૂલ વચ્ચે ઘણી હરીફાઈ છે પરંતુ બંને ક્લબ પણ એકબીજાનું સન્માન કરે છે અને તેની ઝલક આ મિનિટમાં જોવા મળશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

 રોનાલ્ડો લિવરપૂલ સામે મેચ રમશે નહીં

રોનાલ્ડો લિવરપૂલ સામેની મેચમાં રમ્યો નહોતો. તેની ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડએ એક નિવેદન જાહેર કર્યું હતું કે, ‘સૌથી મહત્વની બાબત પરિવાર છે અને રોનાલ્ડો આ મુશ્કેલ સમયમાં તેના પ્રિયજનો સાથે છે. તેથી અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે તે 19 એપ્રિલે એનફિલ્ડ ખાતે લિવરપૂલ સામે નહીં રમે. અમે તેના પરિવારની ગોપનીયતાનું સન્માન કરીએ છીએ.

ઓક્ટોબર 2021માં જોડિયા બાળકો વિશે માહિતી આપવામાં આવી હતી

રોનાલ્ડો અને તેના પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝે ઓક્ટોબર 2021માં જણાવ્યું હતું કે તેઓ જોડિયા બાળકોના માતા-પિતા બનવાના છે. રોનાલ્ડોએ 18 એપ્રિલના રોજ માહિતી આપી હતી કે તેના જીવનસાથીએ એક છોકરીને જન્મ આપ્યો હતો પરંતુ પુત્રનું ડિલિવરી દરમિયાન મૃત્યુ થયું હતું. રોનાલ્ડો અને જ્યોર્જીના લાંબા સમયથી સાથે છે.

આ પણ વાંચો :

Gautam Adani બની શકે છે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ, 3 મહિનામાં સંપત્તિમાં 21 અબજ ડોલરનો વધારો થયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Article