
ક્રકેટમાં યો-યો ટેસ્ટ જેવા પેરામીટરે ખેલાડિયોને લર્નર અને ફિટર બનાવી દીધા છે. આધુનિક ક્રિકેટમાં ફિલ્ડર બોલને બાઉન્ડ્રી સુધી પહોંચતા પહેલા જ રોકી લે છે. અને જાણે અજાણે જીતની સફળતાનું કારણ બની જાય છે. આગામી વર્લ્ડકપ 30 મેથી ઈંગ્લેન્ડના એન્ડ વેલ્સમાં શરૂ થવાનો છે. ત્યારે તમામ મેચમાં બેસ્ટમેન-બોલરની સાથે ફિલ્ડરોની ભૂમિકા પણ સમાંતર રહેવાની છે. તો વર્લ્ડકપમાં 5 એવા ફિલ્ડરો છે જેના પર સૌ કોઈની નજર રહેશે. અને સૌની નજરનું આકર્ષણ પર રહેશે.
રવિન્દ્ર જાડેજાઃ ભારતીય ટીમનો આ ખેલાડી એક બોલર, બેસ્ટમેન અને ફિલ્ડર તો જોરદાર છે જ, ચહલ અને કુલદીપ યાદવની સાથે કેપ્ટન કોહલીને એ વાતની ચોક્કસ આશા હશે કે જાડેજા કોઈ ખાસ કામ જરૂર કરશે. જો કે વર્લ્ડકપમાં જાડેજાને સ્થાન મળવું મુશ્કેલ હતું પણ એક સારા ફિલ્ડરના કારણે તેમને પસંદ કરવામાં આવ્યા છે. મુશ્કેલ કેચ કરવામાં પણ જાડેજાની અનોખી આવડત છે.
ડેવિડ વોર્નરઃ ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી IPLમાં પોતાની કલાકૃતી દેખાડી ચૂક્યો છે. વોર્નર આ સમયે તેની ટીમમાં સૌથી શ્રેષ્ઠ ફિલ્ડરની ઓળખ ધરાવે છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં એરોન ફિંચ અને ગ્લૈન મેક્સવેલની હાજરી છતાં વર્લ્ડ કપમાં વોર્નરની ઉતારવામાં આવ્યો છે.
બેન સ્ટોક્સઃ ઈંગ્લેન્ડનો આ ખેલાડી પાછલા વર્લ્ડકપની સમાપ્તી સાથે પોતાની ટીમનો ઉત્તમ ફિલ્ડર બનીને સામે આવ્યો છે. ઈંગ્લેન્ડની બેટિંગ સમયે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સારા ખેલાડીની સાથે તે શ્રેષ્ઠ ફિલ્ડરોની કતારમાં પોતાનું સ્થાન ધરાવે છે.
ડુ પ્લેસિસઃ દ.આફ્રિકાનો કેપ્ટન ડુ પ્લેસિસ હાલ તો IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં પોતાની ફિલ્ડીંગ કરીને પ્રકાશિત થઈ ચૂક્યો છે. ધોનીને ડુ પ્લેસિસની ફિલ્ડિંગ પર પૂરો વિશ્વાસ હતો. આ માટે જ ડુ પ્લેસિસને હંમેશા સીમા રેખાની પાસે રાખવામાં આવતો હતો. જો કે વર્લ્ડકપમાં તેની ભૂમિકા અલગ હશે અને તે મોટાભાગે પોતાની ટીમના બેસ્ટમેન સાથે ઉભો રહેશે.
આંદ્રે રસેલઃ વેસ્ટઈન્ડિઝનો વિસ્ફોટક બેસ્ટમેન IPLમાં કલકત્તા નાઈટ રાઈડર્સમાં પોતાની બેટિંગ અને સાથે ફિલ્ડિંગ કરી ચૂક્યો છે. 2016ની T-20માં વર્લ્ડકપમાં તેણે શાનદાર થ્રો દ્વારા દ.આફ્રિકાના હાશિમ અમલાને રન આઉટ કર્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:58 am, Sun, 19 May 19