Cricket Video: બોલ બાઉન્ડરી તરફ આવતો હતો અને ફિલ્ડર જર્સી બદલતા બદલતા દોડ્યો, જુઓ જબરદસ્ત ફની વિડીયો

ક્રિકેટમાં ક્યારેક અજીબો ગરીબ તો ક્યારેક હાસ્યાસ્પદ ઘટનાઓ બનતી રહેતી હોય છે. વિશ્વમાં ક્રિકેટમાં એટલી બધી લીગ રમાવા લાગી છે કે, રોજ કોઇકના કોઇ વિડીયો વાયરલ થઇ જતો હોય છે. હાલમાં અબુધાબી (Abu Dhabi) માં રમાઇ રહેલી T10 લીગમાં આવો જ એક વિડીયો વાયરલ થઇ ગયો છે.

Cricket Video: બોલ બાઉન્ડરી તરફ આવતો હતો અને ફિલ્ડર જર્સી બદલતા બદલતા દોડ્યો, જુઓ જબરદસ્ત ફની વિડીયો
રોહન મુસ્તફાની ફિલ્ડીંગના દ્રશ્ય પર સૌકોઇ ખૂબ હસી રહ્યા છે.
| Edited By: | Updated on: Feb 02, 2021 | 9:43 AM

ક્રિકેટમાં ક્યારેક અજીબો ગરીબ તો ક્યારેક હાસ્યાસ્પદ ઘટનાઓ બનતી રહેતી હોય છે. વિશ્વમાં ક્રિકેટમાં એટલી બધી લીગ રમાવા લાગી છે કે, રોજ કોઇકના કોઇ વિડીયો વાયરલ થઇ જતો હોય છે. હાલમાં અબુધાબી (Abu Dhabi) માં રમાઇ રહેલી T10 લીગમાં આવો જ એક વિડીયો વાયરલ થઇ ગયો છે. જેને જોઇને તમે માની નહી શકો કે ક્રિકેટમાં આમ પણ થતુ હોઇ શકે છે.

T10 લીગનો વાયરલ થવા લાગેલો આ વિડીયો નોર્ધન વોરિયર્સ (Northern Warriors) અને ટીમ અબુધાબી (Team Abu Dhabi) વચ્ચે રમાયેલી મેચનો છે. જે મુકાબલામાં ટીમ અબુધાબીએ પહેલા બેટીંગ કરી 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 123 રન બનાવ્યા હતા. જવાબમાં 124 રનના લક્ષ્યને નોર્ધન વોરિયર્સ એ અંતિમ બોલ પર પાર કરી લઇ મેચ 8 વિકેટે જીતી હતી. હાર અને જીત વચ્ચે એક ઘટના એવી પણ ઘટી કે તે સોશિયલ મિડીયા પર છવાઇ ગઇ હતી.

આ મજેદાર ઘટના નોર્ધન વોરિયર્સની ઇનીંગ દરમ્યાન થઇ હતી. ત્રીજી ઓવર નો ત્રીજી બોલ હતોય વોરિયર્સના ઓપનર બેટ્સમેન વાસિમ મહંમદે ટીમ અબુધાબીના બોલર ઓવર્ટન ની ફુલ ટોસ બોલને બેકવર્ડ પોઇન્ટ પર રમી હતી. ડીપ બેકવર્ડ પોઇન્ટ પર ઉભેલા ટીમ અબુધાબીના ફિલ્ડર રોહન મુસ્તફા સીમા રેખાની તરફ બોલને પકડવા દોડ્યા. ત્યારે જ જોવા મળ્યુ હતુ તે ક્રિકેટ મેદાન માટે હટકે હતુ.

બેટ્સમેન વાસિમ ના બેટ થી બોલ સીધી બાઉન્ડ્રી તરફ જઇ રહી હતી. 32 વર્ષીય ફીલ્ડર મુસ્તફા મેદાન પર સરેઆમ જ જર્સી બદલવામાં મશગૂલ હતો. મુસ્તાફાએ બોલને બાઉન્ડ્રી તરફ જતી રોકવા માટે દોડ તો લગાઇ પણ , કેમનો બોલ રોકી શકાય. તેનુ ધ્યાન જર્સી બદલવા ને બદલે ફિલ્ડીંગમાં હોય તો ને. જોકે મુસ્તફા જર્સી બદલતો રહ્યો અને બોલ બાઉન્ડ્રી પાર કરી ગયો પરિણામ એ થયુ કે બેટ્સમેનને પોતાની ટીમ માટે એક ચોગ્ગો મળી ગયો હતો. રોહન મુસ્તફાની આ ફિલ્ડીંગના દ્રશ્ય પર હર કોઇ ખૂબ હંસી રહ્યુ છે. સિવાય કે ટીમ અબુધાબીને કેપ્ટન લ્યૂક રાઇટ ના